પાલક ચીઝી બોલ્સ – જો બાળકો પાલક નથી ખાતા તો આ ચીઝના ટ્વીસ્ટ સાથેના બોલ્સ તેઓ જરૂર ખાશે.

( પાલક ચીઝી બોલ્સ) Spinach Cheesy Balls

મિત્રો આજે આપણે એક એવી રેસિપી જોઈ ને બનાવવા જઈ રહ્યાં છે જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકરક છે અને બાળકો માટે તો ખાસ જો કે નાના મોટા સૌ માટે ખૂબ ફાદાકારક છે.

પણ આજકાલ માં બાળકો કોઈ પણ પ્રકાર ની ભાજી ખાતા નથી જેથી બાળકો માં વીટામીન ની કમી ખૂબ જોવા મળે છે

તો મિત્રો આ રેસિપી એવી છે કે તમે બાળકો ને નામ ચેન્જ કરી ને પાલક ખવડાવી શકાય.

તો આ રેસિપી નું બાળકો માટે નામ છે” ગ્રીન ચીઝ બોલ્સ

આ નામ આપશો તો બાળકો જરૂર ખાશે અને પાલક માંથી મળતા વીટામીન પણ મળશે.

તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈએ

સામગ્રી

  • ૧ બાઉલ બૉઇલ કરેલી પાલક ની પ્યુરી
  • ૧ ટી સ્પૂન મેંદો
  • ૧/૨ ટી સ્પૂન કોર્ન ફ્લોર
  • ૩/૪ ટી સ્પૂન બ્રેડ ક્રમશ
  • ૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ તળવા માટે

સ્ટફિંગ માટે સામગ્રી

  • ૧ કપ ખમણેલું મોઝલેરા ચીઝ
  • ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  • ૧ ટી સ્પૂન ઝીણું સમારેલું લસણ

બનાવવી રીત

સૌ પ્રથમ એક નાના બાઉલ માં ખમણેલું ચીઝ લો હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઝીણું સમારેલું લસણ નાખી બરાબર મિક્સ કરો.

આ થઈ ગયું સ્ટફિંગ તૈયાર.

હવે બોલ્સ બનાવવા એક મોટા બાઉલમાં પાલક ની પ્યુરી લો,તેમાં કોર્ન ફ્લોર,મેંદો,બ્રેડ ક્રમશ,ઝીણી સમારેલી ડુંગળી અને મીઠું સ્વાદ અનુસાર નાખી બધું બરાબર મિક્સ કરો,કણક જેવું તૈયાર થશે.

હવે બનાવેલા કણક માંથી એક નાના બોલ જેટલો લુઓ હાથ માં લઇ પેલા તેને થોડો થેપ્લી ના શેપ માં વાળો હવે તેના વચે સ્ટફિંગ ભરી તેનો બોલ બનાવો ધ્યાન રાખવું કે બોલ માં એક પણ તળ ના રહે.

હવે તેને ધીમા તાપે ગરમ તેલ માં થોડું ગોલ્ડન થઈ ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લો.

પછી ટોમેટો સોસ અને ડુંગળી ની સ્લાઈસ સાથે સર્વ કરો.

તો તૈયાર છે પાલક ચીઝી બોલ્સ

તો મિત્રો જરૂર થી આ રેસિપી બનાવજો અને નાના મોટા સૌ ની હેલ્થ માટે ખૂબ જ ફાદાકારક છે અને સાથે ટેસ્ટી પણ છે જ

નોંધ

૧ પાલક બોઈલ્ કરેલી હોવાથી ક્રસ કરવા ટાઈમે પાણી નાખવું નહીં

૨ પાલક વાળો જે કણક છે એ ઢીલું લાગે તો બ્રેડ ક્રમશ વધારે ઉમેરી શકાય.

૩ મનગમતા વેજિટેબલ બોયલ કરી ને ઝીણા ખમની ને ઉમેરી શકાય.

આવો જાણીએ થોડા પાલક ખાવા ના ફાયદા

પાલક ખાવાના ફાયદા:

૧.પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે.

૨.પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે ઉપયોગી છે.

૩.પાચન મજબૂત અને લોહી શુદ્ધ થતાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

૪.પાલક નિયમિત ખાવાથી હૃદયસંબંધી બીમારીઓ પણ દૂર થાય છે

૫.પાલક આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે.

૬.આજ કાલ વાળ ખરવાની સમસ્યા ખુબ વધી ગઈ છે તો વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ.

રસોઈ ની રાણી: ચાંદની ચિંતન જોશી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *