ઇંસ્ટન્ટ સ્પોંજી બ્રેડ ગુલાબ જાંબુ – બ્રેડ ગુલાબ જાંબુએ રેગ્યુલર માવા જાંબુનો ઇંસ્ટંટ વિકલ્પ છે.

ઇંસ્ટન્ટ સ્પોંજી બ્રેડ ગુલાબ જાંબુ :

આપણા ભારત દેશમાં આવેલા અનેક નાના-મોટા રાજ્યોમાં પોતપોતાની જુદા જુદા પ્રકારની સ્વીટ- મીઠાઇ ફેમસ છે. ગુલાબ જાંબુ એ એક શ્રેષ્ઠ ભારતીય મીઠાઇ માનવામાં આવે છે. નાના-મોટા પ્રસંગોએ અવાર નવાર ગુલાબ જાંબુ લોકો બનાવતા હોય છે. કારણકે ગુલાબ જાંબુ ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે. ટોપ મોસ્ટ બધાની ફેવરીટ હોય છે. બનાવવાથી માંડીને પીરસવામાં, ખાવામાં, સ્ટોર કરવામાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાંસફર કરવામાં કે દેવા-લેવામાં બધી જ રીતે સરળ છે.

પરંપરાગત રીતે ગુલાબ જાંબુ દૂધ કે માવામાંથી બનાવવામાં આવતા હોય છે. પરન્તુ તે બનાવવામાં થોડો ટાઇમ વધારે જતો હોય છે. તેથી ઘરે ઇંસ્ટંટ જાંબુ બનાવીને અન્ય કામો માટે સમય બચાવી શકાય છે.

બ્રેડ ગુલાબ જાંબુએ રેગ્યુલર માવા જાંબુનો ઇંસ્ટંટ વિકલ્પ છે. બ્રેડના જાંબુ ઇંસ્ટંટ તો બને જ છે, સાથે ઘરમાં બચેલી બ્રેડનો પણ ઉપયોગ તેમાં થઇ શકે છે. અને તેમાંથી પણ માવા કે દૂધના બનાવેલા જાંબુ જેવા જ ખૂબજ સ્વાદિષ્ટ જાંબુ બને છે.

ઇંસ્ટંટ સ્પોંજી બ્રેડ જાંબુ માવા કે દૂધ વગર પણ બનતા હેંડી સ્વાદિષ્ટ જાંબુ છે, તો શા માટે આપણે ના બનાવવા? ચોક્કસથી બનાવો અને જલ્દીથી બાળકોથી માંડીને વડીલો અને ઘરે આવેલા મહેમાનોને બનાવીને ટેસ્ટ કરાવો. અત્યારના આ લોક ડાઉનમાં તો ખુબજ ઉપયોગી થશે.

તો અહીં હું આજે ઇંસ્ટન્ટ સ્પોંજી બ્રેડ ગુલાબ જાંબુની રેસિપિ આપી રહી છું. બનાવવાનો પ્રયત્ન કરો. તમારાથી પણ ચોક્કસથી સરસ બનશે.

ઇંસ્ટંટ સ્પોંજી બ્રેડ જાંબુ બનાવવા માટેની સામગ્રી :

  • 6 સ્લાઇઝ વ્હાઇટ બ્રેડ
  • 2 ટેબલ સ્પુન મિલ્ક પાવડર
  • 1 ટેબલ સ્પુન ઘરના દુધની મલાઇ-ક્રીમ
  • 2 ટેબલ સ્પુન અથવા જરુર મુજબ બેટર બનાવવા માટે દૂધ
  • ¾ કપ સુગર
  • 1 ક્પ પાણી
  • 2 પિંચ એલચી પાવડર
  • 7-8 કેશરનાં તાંતણા
  • ½ ટી સ્પુન લેમન જ્યુસ
  • જાંબુ ડીપ ફ્રાય કરવા માટે સ્મેલલેસ ઓઇલ

ઇંસ્ટંટ સ્પોંજી બ્રેડ જાંબુ બનાવવાની રીત:

સૌ પ્રથમ જાંબુ માટેનું સિરપ-ચાસણી બનાવી લ્યો.

સિરપ બનાવવા માટે એક પહોળુ પેન લ્યો. તેમાં ¾ કપ સુગર ઉમેરો. તેમાં 1 કપ પાણી ઉમેરો.

હવે તેને મિડિયમ ફ્લૈમ પર ગરમ કરો. તેમાં સ્પુનથી હલાવીને સુગર મેલ્ટ કરો.

ત્યારબાર તેમાં 2 પિંચ એલચી પાવડર અને 7-8 કેશરનાં તાંતણા સિરપમાં ઉમેરી મિક્ષ કરો. ઉકાળો. પાતળું સિરપ બનાવો. હવે તેમાં ½ ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી મિક્ષ કરી લ્યો. જેથી સિરપ જામશે નહિ.

એકાદ મિનિટ ઉકાળીને ફ્લૈમ બંધ કરી દ્યો. ઘટ્ટ સિરપ બનાવવાનું નહિ.

હવે 6 વ્હાઇટ બ્રેડની સ્લાઇઝ લઇ, ચપ્પુ વડે સ્લાઇઝની સાઇડ્સ-બોર્ડર કાપી લ્યો.

ત્યારબાદ નાના ટુકડા કરી લ્યો.

હવે બ્રેડના કરેલા ટુકડાને ગ્રાઇંડરના મોટા જારમાં ભરીને તેને બ્લેંડ કરો.

ફાઇન પાવડર બનાવો.

બાઉલમાં ટ્રાંસફર કરીને તેમાં 1 ટેબલ સ્પુન દૂધની ફ્રેશ મલાઇ-ક્રીમ ઉમેરો.

મલાઇને બ્રેડ્ના ફાઇન પાવડર સાથે હલકા હાથે મિક્સ કરી લ્યો.

મિક્ષ કરવાથી બનેલું મિશ્રણ ક્રમ્બલ જેવું થશે.

હવે તેમાં જરા જરા હુંફાળું દુધ ઉમેરો અને બેટરને જરા પણ દબાવ્યા વગર જ માત્ર મિક્ષ કરતા જાઓ.

લગભગ 1 ½ થી 2 ટેબલસ્પુન જેટલું દૂધ બેટર મિક્ષ કરવામાં જશે. (ફ્રેશ કે થોડી સુકી બ્રેડ હશે એ પ્રમાણે દૂધની જરુર પડશે.)

બેટરમાંથી ક્રેક-તિરાડ વગરના બોલ્સ બને તેવું બેટર બનાવો.

બેટરમાંથી જાંબુ બને તેટલો ભાગ લઇ બન્ને હથેળીઓ વચ્ચે રાખી ગોળ ગોળ ફેરવતા જઇ ક્રેક વગરનો બોલ બનાવો.

બોલ્સ બનાવતી વખતે બન્ને હથેળીઓ ઘીથી ગ્રીસ કરો. જેથી બનાવેલા જાંબુ માટેના બોલ્સ સરસ ગ્લોસી થશે.

બાકીના બોલ્સ પણ એ પ્રમાણે બનાવી લ્યો. 8-9 બોલ્સ બનશે.

તમને મનપસંદ સાઇઝમાં( નાના કે મોટા ) તેમજ શેઇપ( ગોળ કે લંબગોળ )માં બોલ્સ બનાવો.

હવે એક થીક બોટમવાળું પહોળું પેન લઈ તેમાં સ્મેલલેસ ઓઇલ ગરમ કરવા મૂકો. થોડું ગરમ થાય એટલે તેમાં આ બનાવેલા બોલ્સ જેટલા એક સાથે પેનમાં ફ્રાય કરવા માટે સમાય તેટલા ઉમેરી ફ્રાય કરો.

જાંબુના બોલ્સ જારાથી ઓઇલ માંજ ગોળ ગોળ ફેરવતા જઇ સ્લો ફ્લૈમ પર જ ફ્રાય કરો, જેથી ઓલ ઓવર બધી બાજુથી એકસરખા સરસ ગોલ્ડન કલરનાં ફ્રાય થશે.

બાકીના બધા બોલ્સ પણ આ રીતે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો.

હવે ફ્રાય થયેલા બધા જ જાંબુને ગરમ ગરમ જ ઓઇલ નિતારી બનાવેલા એલચી-કેશરવાળા ગરમ સિરપમાં ઉમેરી ડીપ કરી દ્યો.

ગુલાબ જાંબુ ઉમેરેલા સીરપવાળા પેનને 2 મિનિટ સ્લો ફ્લૈમ પર ગરમ કરો. જાંબુનું પેન ફ્લૈમ પર હોય ત્યાંસુધી તેમાંજ રહેલું સુગર સીરપ તેમાં જ રહેલા જાંબુ પર સ્પુનથી રેડતા રહેવું. જેથી ગુલાબ જાંબુમાં સિરપ ચડી જઇને સરસ સ્પોંજી ગુલાબ જાંબુ બનશે.

2 મિનિટ પછી ફ્લૈમ બંધ કરી દેવી. વધારે સમય થશે તો સિરપ ઘટ્ટ થઇ જશે અને જાંબુમાં ઉતરશે નહી.

ત્યારબાદ પેનને 1 કલાક સુધી ઢાંકી રાખો.

તો હવે ઇંસ્ટંટ સ્પોંજી બ્રેડ ગુલાબ જાંબુ સર્વ કરવા માટે રેડી છે.

એક સર્વિંગ બાઉલ કે મીની ગ્લાસમાં થોડું સુગર સીરપ ઉમેરો. ત્યારબાદ તેના પર જાંબુ મુકો. ત્ના પર પણ થોડું સીરપ પોર કરો.

પિસ્તાના સ્લિવર્સ અને રોઝ પેટલ્સથી ગાર્નિશ કરી ઠંડા કે ગરમ સર્વ કરો.

બધાને ઇંસ્ટંટ સ્પોંજી બ્રેડ ગુલાબ જાંબુ ખૂબજ ટેસ્ટી લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *