સ્પ્રાઉટ મુંગ– મિસળ પાઉં – મિસલ પાઉં તો ખાતા જ હશો પણ હવે બનાવો આ અલગ અને હેલ્થી રીતે..

સ્પ્રાઉટ મુંગ– મિસળ પાઉં :

મિસળ પાઉં નો તો તમે બધાએ ટેસ્ટ કર્યો જ હશે, પણ આજે હું તમને સ્પ્રાઉટ મુંગ – ફણગાવેલા મગ નું ખૂબજ સ્વાદિષ્ટ એવા સ્પ્રાઉટ મુંગ–મિસળ પાઉં ની રેસિપિ આપી રહી છું. જે ખરેખર હેલ્થ માટે ખૂબજ પૌષ્ટિક છે.

મુંગ માંથી તેના સ્પ્રાઉટ બનાવવા માટે ની રીત :

  • 1 કપ મુંગ – લીલા મગ
  • 2 કપ પાણી

*મુંગ ને ધોઇ ને 24 કલાક હુંફાળા પાણીમાં પલાળી રાખો.

બીજા દિવસે મુંગ પલાળેલું પાણી તેમાંથી કાઢી નાખો.

હવે તેને પાતળા કોટનના કપડામાં બાંધીને 10 થી 12 કલાક મોટા બાઉલ માં ઢાંકીને રાખો. હુંફાળી જગ્યાએ રાખવાથી સારું રિઝલ્ટ આવશે. તેમ કરવાથી મુંગમાંથી ફુટેલા સ્પ્રાઉટ વધારે લાંબા અને થીક બનશે.

ત્યારબાદ બહાર કાઢી લ્યો. સરસ ફણગા ફુટીને – મુંગ સ્પ્રાઉટ તૈયાર થઇ ગયા હશે. હવે તેને ઉપયોગ માં લઇ શકો છો. મુંગ કરતા તેના સ્પ્રાઉટ અનેકગણા ફાયદાઓ લઇને આવશે.

તો સૌ પ્રથમ સ્પ્રાઉટ મુંગ ના બેનીફીટ્સ જોઇ લઇએ.

*સ્પ્રાઉટ મુંગમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રાઇબોફ્લેવિન, વિટામીન્સ, ફાઇબર, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, નિયાસિન, થાયમિન અને પ્રોટીન હોય છે.

*મૂંગ સ્પ્રાઉટમાં ગ્લુકોઝ ની માત્રા ખૂબજ ઓછી હોવાથી ડાયાબિટિઝ ના રોગીઓ પણ ખાઇ શકે છે.

* તેમાં કેંસર જેવા ગંભીર રોગો સામે લડવાની ક્ષમતા ખૂબજ પ્રબળ હોય છે. તેથી કેંસરના રોગીઓ પણ મૂંગ સ્પ્રાઉટ ખાઇ શકે છે.

* તેમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ઇંફ્લેમેટરી ગુણ હોવાથી મૂંગ સ્પ્રાઉટ ખાવાથી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાવધે છે અને ઇમ્યુનિટિ વધારે છે.

* મૂંગસ્પ્રાઉટમાં ટોક્સિક નીકાળવાના ગુણ હોવાથી, તેનું સેવન કરવાથી ઝેરી તત્વો શરીર માંથી નીકળી જાય છે.

*સાઇટ્રોજેન હોવાથી મૂંગ સ્પ્રાઉટનું સેવન કરવાથી ચહેરા પર જલ્દીથી ઉમરની અસર દેખાતી નથી.

*તેમાં ફાઇબર ની ભરપૂર માત્રા હોવાને કારણે પાચન પ્રક્રીયા સરળ રહે છે.

*પેપ્ટિસાઇડ હોવાથી મૂંગ સ્પ્રાઉટ થી બી.પી. નું લેવલ બેલેંસ રહે છે. શરીર ફીટ રહે છે. સ્પ્રાઉટ શરીર ને આવશ્યક તત્વો પૂરા પાડીને શરીરને મજ્બૂત બનાવે છે અને ખૂબજ સુપાચ્ય છે.

આ અને આ ઉપરાંત અનેક બેનીફીટ્સ હોવાને કારણે આપણે જરુર થી મૂંગ સ્પ્રાઉટ નું પ્રમાણ કાયમી ખોરાક માં પણ લેવાનું વધારશું. તેમ કરવા માટે તેની અવનવી વાનગીઓ બનાવીશું.

સ્પ્રાઉટ મુંગ–મિસળ પાઉં બનાવવા માટે ની સામગ્રી:

  • 150 ગ્રામ સ્પ્રાઉટેડ મૂંગ
  • 3 ટમેટા –ગ્રાઇનડેડ અથવા ખમણી લેવા
  • 3 ઓનિયન – ગ્રાઇંડેડ અથવા ખમણી લેવી
  • 1 ½ ટેબલ સ્પુન આદુ મરચા ની પેસ્ટ
  • 2 ટેબલ સ્પુન કોથમરી – બારીક સમારેલી
  • 2 ટેબલ સ્પુન લેમન જ્યુસ ( આંબલી નો પણ ઉપયોગ કરી શકો છો ).
  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન આખુ જીરું
  • 4-5 લવિંગ
  • 1-2 ટુકડા તજ
  • 2 નાના તજ પત્તા
  • 1 બાદયાન ફુલ – ચક્ર ફુલ
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • ½ ટી સ્પુન હિંગ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ½ ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર
  • 1 ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પિંચ સુગર (ઓપ્શનલ)
  • 1 ટી સ્પુન મિસાળ પાઉં મસાલો ( જે બજારમાં રેડી પણ મળે છે ).
  • 2 ગ્લાસ પાણી

સર્વ કરવા માટે :

  • ફરસાણ… જરુર મુજબ
  • બારીક કાપેલી ઓનિયન
  • બારીક કાપેલી કોથમરી

સ્પ્રાઉટ મુંગ–મિસળ પાઉં બનાવવાની રીત :


નોન સ્ટીક પેનમાં 3 ટેબલ સ્પુન ઓઇલ લઇ ગરમ કરો. વઘરવા જેવું ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન આખુ જીરું નાખી તતડવો. ત્યારબાદ તેમાં 4 થી 5 લવિંગ, 1-2 નાના તજ પત્તા, બાદિયાનનું ફુલ અને 6-7 મીઠા લીમડાના પાન અને હિંગ અને આદુ-મરચાની પેસ્ટ ઉમેરો.


બધા ડ્રાય મસાલા તતડી જાય અને આદુ-મરચાની પેસ્ટ લાઇટ બ્રાઉન કલરની સંતળાઇ જાય એટલે તેમાં 3 ગ્રાઇંડ કરેલી ઓનિયન ઉમેરી મિક્સ કરો. બરાબર હલાવીને લાઇટ બ્રાઉન કલરની સાંતળો. અથવા કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળવી.


હવે તેમાં ખમણેલા અથવા ગ્રાઇંડ કરેલા 3 ટમેટા ઉમેરી દ્યો અને બરાબર મિસ કરી સ્પુન વડે હલાવો. અને કચાશ ના રહે ત્યાં સુધી કૂક કરો.


ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ½ ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર, 1 ટેબલ સ્પુન ધણાજીરું પાવડર, મીઠું સ્વાદ મુજબ, 1 ટી સ્પુન મિસળ પાઉં મસાલો ( જે બજારમાં રેડી પણ મળે છે ) અને પિંચ સુગર (ઓપ્શનલ) ઉમેરી બધું ઉમેરી મિક્સ કરી તેમાં ½ કપ પાણી ઉમેરી, ધીમા તાપે એકાદ મિનિટ કૂક કરી લ્યો.


હવે તેમાં સ્પ્રાઉટેડ મુંગ ઉમેરી મિક્સ કરી લ્યો. ત્યારબાદ તેમાં બાકીનું 1 ½ ગ્લાસ પાણી ઉમેરી દ્યો.


ઉમેરેલા સ્પ્રાઉટેડ મુંગ બરાબર કૂક થઇ જાય અને મિસળ થોડું જ ઘટ્ટ થઇ જાય ત્યાં સુધી પેન ઢાંકીને મિડિયમ ફ્લૈમ પર કૂક કરો.


સ્પ્રાઉટેડ મુંગ બરાબર કૂક થઇ જાય એટલે ફ્લૈમ બંધ કરી પેન ગેસ પર થી નીચે ઉતારી લ્યો. તેમાં લેમન જ્યુસ ઉમેરીને મિક્સ કરો. હવે આ મિસાળ સર્વિંગ માટે રેડી છે …..

સ્પ્રાઉટ મુંગ મિસળ પાઉં સર્વિંગ :

હવે એક સર્વિંગ બાઉલ લઇ તેમાં જરુર મુજબ સ્વાદિષ્ટ સ્પ્રાઉટેડ મૂંગ મિસળ ભરો.


તેના પર થોડું ફરસાણ, સેવ બારીક સમારેલી ઓનિયન અને તેનાં પર બારીક સમારેલી કોથમરીથી ગાર્નિશ કરો. અને સુપાચ્ય, સ્વાદિષ્ટ સ્પ્રાઉટ મુંગ મિસલ પાઉં સાથે સર્વ કરો. મિસલ પાઉંની વધારે ખુશબૂ લાવવા માટે ઉપર થી થોડો મિસળ પાઉં મસાલો સ્પ્રિંકલ કરી સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *