એક્દમ ફીટ અને હેલ્ધી રહેવા માટે આજથી જ સ્ટ્રોબેરી ખાવાનું શરૂ કરી દો !!

સ્વાદિષ્ટ, ખાટીમીઠી અને વિટામીન સીથી ભરપૂર સ્ટ્રોબેરીથી અત્યારે માર્કેટ ભરાયેલા છે. તેનો લાલ રંગ જોઈને જ મોઢામાં પાણી આવે છે.
– સ્ટ્રોબેરીમાં કેલેરી ઓછી હોય છે 100 ગ્રામમાં 32 કેલેરી પરંતુ તેમાં શરીર માટે ફાયદાકારક ફાયટો-ન્યુટ્રીઅન્ટ્સ, મીનરલ્સ અને વિટામીન્સ ખૂબ જ સમાયેલા હોય છે. – તેમાં ફેનોલીક ફ્લેવનોઇડ્ઝ- ફાયટો-કેમીકલ્સ આવેલા છે. સ્ટ્રોબેરીના સેવનથી કેન્સરની સામે રક્ષણ મળે છે. તે એન્ટી-એજિંગ છે એટલે ત્વચાની સુંદરતા માટે ઉપયોગી છે. વળી તેનાથી શરીરમાંનું વધારાનું પાણી નીકળે છે એટલે સોજા, વોટરરિટેન્શન વિગેરે માટે ખૂબ જ ઉપયોગી છે.
– ખાસ કરીને તેમાં વિટામીન સી ખૂબ પ્રમાણમાં મળે છે જે પાવરફુલ એન્ટીઓક્સીડન્ટ છે. માટે જ વિટામીન સી વધુ હોય તેવા ફળો વાપરવાથી રોગો સામે રક્ષણ મળે છે. વારંવાર થતાં શરદી-ખાંસીને દૂર રાખે છે.
– સ્ટ્રોબેરીમાં વિટામીન બી-કોમ્પ્લેક્સ પણ વધુ પ્રમાણમાં આવેલું છે તેમાં વિટામીન બી-6 વધુ પ્રમાણમાં આવેલા છે. નીયાસીન, રીલોફ્લેવીન અને ફોલીક એસીડ વધુ પ્રમાણમાં આવેલા છે આ બધા વિટામીન્સથી શરીરના કાર્બોહાઇડ્રેટ્સ પ્રોટીન અને ફેટ સારા પ્રમાણાં મેટાબોલાઇઝ થાય છે.
– સ્ટ્રોબેરીમાં વિટામીન એ આવેલું છે, વિટામીન ઇ અને શરીરની સુંદરતામાં મદદરૂપ ફ્લેવેનોઇડ્ઝ આવેલા છે. જેના કારણે ત્વચા અને વાળની સુંદર બને છે ઉપરાંત અકાળે શરીર ચહેરા પર પડતી કરચલી દૂર કરી શકાય છે.
– ઉપરાંત તેમાં મિનરલ્સ જેવા કે પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, આયર્ન, આયોડીન આવેલા છે. પોટેશિયમ ખાસ કરીને હાર્ટ-રેટને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે વળી બ્લડપ્રેશરને પણ મેઇનટેઇન કરે છે.
– વળી મેન્ગેનીઝને શરીર એન્ટીઓક્સીડન્ટ તરીકે વાપરે છે. કોપરથી રેડ સેલ્સ સારા રહે છે શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનાવવા માટે આયર્ન ઉપયોગી છે. પ્લોરાઇડથી હાડકા મજબૂત થાય છે અને દાંતને પણ ફાયદો થાય છે.– આમ ફક્ત સીઝનમાં 2થી3 મહિના મળતી સ્ટ્રોબેરી મન ભરીને માણવા જેવું ફળ છે. તે લેવાથી ફાયદા જ ફાયદા છે. બાળકોને બપોરે જ્યારે બહુ ભૂખ લાગે અથવા તો સવારે શાળાએ જતાં 1 વાટકો સ્ટ્રોબેરી આપી દેવાથી લાભપ્રદ રહે છે. તેને દૂધમાં ઉમેરી તેનો શેક બનાવી શકાય અથવા આમ જ ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *