સ્ટફ દાળ ઢોકળી – ગુજરાતીઓની પસંદની દાળ ઢોકળી બનાવો હવે આ નવીન રીતે…

સ્ટફ દાળ ઢોકળી

આપણે ગુજરાતીઑ… એટલે દાળઢોકળી નો પ્રોગ્રામ તો મહિનામાં એક વાર બનતો જ હોય છે. દાળ ઢોકળી ગુજરાતની વિશિષ્ટ વાનગીઓ માની એક છે. દાળ ઢોકળી તો ઘરે બધા બનાવતાં જ હોય છે. આજે આપણે કઈક નવી …..સ્ટ્ફિંગ વાળી બનાવીએ… તો ચાલો જાણી લઈએ

સામગ્રી….

  • ઘઊં નો લોટ એક બાઉલ
  • તુવેર દાળ એક બાઉલ, મગની મોગર દાળ અર્ધોબાઉલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ખાંડ એક ચમચી
  • સીગદાણા જરૂર મુજબ
  • આદુ ટેસ્ટ મુજબ
  • કોથમરી
  • ટમેટું એક નંગ
  • લીમડા ના પાન ૮-૧૦
  • લીંબુ એક
  • હળદર નાની એક ચમચી
  • ધાણા જીરું એક નાની ચમચી
  • લાલ મરચા પાવડર ટેસ્ટ મુજબ

સ્ટફિંગ માટે :-

  • બાફેલા બટેકા – ૨૦૦ ગ્રામ
  • મીઠું , ક્રશ કરેલા લીલા મરચ્યા – ૧ ચમચી,
  • ચાટ મસાલો – અર્ધી ચમચી…

રીત:

સૌ પ્રથમ તુવેર દાળ ને જરૂર મુજબ પાણી નાખી બાફવાં મુકવી પછી બ્લેન્ડર કરી તેમાં હળદર આદુ મરચા ની પેસ્ટ, મીઠું, ખાંડ, લીમડો, ટામેટું નાખી ધીમા ગેસે ઉકાળવી .

૨- એક વઘારીયામાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, મેથીના દાણા, હિંગ, સૂકા લાલ મરચા લઈ વઘાર કરવો.

સ્ટફિંગ માટે :-

બાફેલા બટાકા સ્મેશ કરી તેમાં મીઠુ ,લીલા મરચાં ,ચાટ મસાલો નાખી પુરણ તૈયાર કરવું….

ઢોકળી :-

લોટમાં મીઠું ,મરચુ પાવડર ,તેલ નાખી લોટ બાંધવો પછી રોટલી ની જેમ વણી વાટકીથી શેપ આપવો. તેની અંદર બટાકાનું પુરણ ભરી પોટલી વાળવી… પોટલી ને દાળ માં નાખી દાળ ને ૧૦ મિનિટ ઉકાળવી…

કૂક થઈ જાય પછી સર્વિગ પ્લેટ માં કાઢી ઉપર ગરમ ઘી રેડવું… કોથમીર થી ગાર્નિશ કરી સ્ટફ ઢોકડીની મજા માંણવી..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *