ઇન્સ્ટન્ટ સૂજી ના દહીંવડા તળ્યા વગર શીખો વિડિઓ રેસિપી સાથે…

દહીંવડા એ લગભગ દરેક ને પસંદ હોય છે. હોળી માં ખાસ કરી ને બનાવામાં આવે છે, ખુબજ ટેસ્ટી એવા દહીંવડા આપડે થોડી અલગ રીત થી બનાવની રેસીપી જોઇશુ. આજે જે રેસીપી બતાવીશ તેમાં તમારે દાળ પલાળવાની કે વડા ને તળવાની પણ જરૂર નથી. તો તેના માટે ફોટો સાથે લખેલી રેસીપી કે વિડિઓ રેસીપી તમને જે અનુકૂળ આવે તે આખી રેસીપી જોઈ લો. તો ચાલો શરુ કરીએ.

સૌ થી પેલા સામગ્રી જોઈ લઈએ.

  • ૧ કપ સૂજી
  • ૧ કપ પાણી ( જરૂર મુજબ વધારે લઇ શકાય)
  • ૧ ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • ૧/૨ ચમચી મીઠું
  • ૧/૨ ચમચી – ખાવાનો સોડા
  • ૨-૩ ચમચી ગરમ પાણી

ગળ્યું દહીં બનાવવા માટે

  • ૧ કપ દહીં
  • ૧.૫ ચમચી ખાંડ ( દહીં અને ખાંડ જરૂર મુજબ વધુ કે ઓછું લઇ શકાય.)

ગ્રીન ચટણી બનાવા માટે

  • ૧ કપ કોથમીર
  • ૨ લીલા મરચા
  • સ્વાદ મુજબ મીઠું
  • ચટણી પીસી શકાય તેટલું પાણી
  • આમલી ની ચટણી
  • શેકેલું જીરું પાઉડર
  • લાલ મરચું પાઉડર
  • નાયલોન સેવ

રીત:

સૌ થી પેલા સૂજી ને પાણી નાખી મિક્સ કરી લઇ અને ઢાંકી ને ૧૫-૨૦ મિનિટ માટે ઢાંકી ને મૂકી દેવાનું છે. બેટર ને બહુ ઢીલું નથી કરવું તેથી પાણી જરૂર મુજબ નાખવું. સૂજી બરાબર પલળે તેટલું પાણી જોઈશે. બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી ગળ્યું દહીં અને ગ્રીન ચટણી રેડી કરી લેવાની છે.

ગળ્યું દહીં બનાવા માટે મેં અહીં ૧ કપ દહીં લીધું છે તેમાં ૧.૫ ચમચી ખાંડ નાખી છે. તમે તમારા સ્વાદ અને જરૂર મુજબ દહીં અને ખાંડ બંને વધુ કે ઓછું લઇ શકો. દહીં ને હલાવી અને સ્મૂથ કરી લેવાનું છે. અને એક સાઈડ રાખી દો. હવે ગ્રીન ચટણી બનાવી લેવાની છે.

ગ્રીન ચટણી બનાવા માટે

કોથમીર , લીલા મરચા , અને મીઠું ત્રણેય વસ્તુ ને મિક્ષર માં ચટણી પીસી શકાય તેટલું પાણી નાખી અને પીસી લેવાની છે. ગ્રીન ચટણી રેડી છે.

અમલી ની ચટણી બનાવની રેસીપી આ મુજબ છે.

૧૫ મિનિટ થઇ જાય એટલે સૂજી જોઈ લો , જરૂર લાગે તો થોડું પાણી નાખી અને મિક્સ કરી લેવાનું છે , હવે તેમાં ૧ ચમચી લીલા મરચા ની પેસ્ટ , અડધી ચમચી મીઠું , નાખી મિક્સ કરી લો , હવે અડધી ચમચી ખાવાનો સોડા નાખી ઉપર ૨-૩ ચમચી ગરમ પાણી રેડી અને બરાબર એક દિશા માં હલાવી લેવાનું છે , બેટર ફુલતું દેખાશે.

હવે અપ્પમ પેન ને ગરમ કરવા મુકવાનું છે , ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી અને બધા મોલ્ડ માં તેલ લગાવી લેવાનું છે , ત્યાર પછી બધા મોલ્ડ માં સુજી બેટર નાખી દઈ ઢાંકી અને ૧ મિનિટ જેવું કુક થવા દેવાનું છે.

૧ મિનિટ જેટલું થાય એટલે ઉપર ફરી થી થોડું તેલ લગાવી લો , અને બધા વડા ને ફેરવી લેવાના છે અને ફરી થી ૧ મિનિટ જેવું ઢાંકી અને કુક થવા દેવાનું છે.

પછી બધા વડા ને તરત જ પાણી માં નાખી દો અને પાણી માં ૨-૩ મિનિટ જેવું રહેવા દેવાના છે. પછી બે હાથ થી હથેળી વચ્ચે દબાવતા જઈ અને વડા માં થી પાણી નિતારી લેવાનું છે.

આ રીતે બધા વડા તળી પાણી માં નાખી , બતાવ્યા પ્રમાણે પાણી કાઢી અને બધા વડા રેડી કરી લેવાના છે.

હવે એક સર્વિંગ પ્લેટ માં પેહલા ગળ્યું દહીં નાખો , ઉપર વડા મૂકી દો , ફરી થી ઉપર ગળ્યું દહીં રેડી દો , ગળ્યું દહીં વધારે નાખશો તો ટેસ્ટ સારો આવશે. હવે ઉપર ગ્રીન ચટણી નાખી દો , અમલી ની ચટણી નાખી દો , જીરું પાઉડર સ્પ્રિન્કલ કરી દો , લાલ મરચું પાઉડર સ્પ્રિન્કલ કરી દો.

છેલ્લે ઉપર નાયલોન સેવ નાખી દો અને સર્વ કરો. છે ને ખુબ જ સરળ બનાવામાં અને તળવાની પણ જરૂર નથી.

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *