સુખડી બનાવવાની પર્ફેક્ટ રીત – વારે તહેવારે બનતી અને બધાને પસંદ આવતી…

સુખડી બનાવવાની પર્ફેક્ટ રીત

સુખડીનું નામ પડતાં જ દરેક ગુજરાતીના માનસપટ પર મહુડીના મંદીરનું દ્રશ્ય છવાઈ જશે. અથવા કહો કે મહુડીનું જે સુખડીનું કાઉન્ટર છે તે આવી જશે. એ વાતમાં કોઈ જ શંકા નહીં કે શ્રદ્ધાળુઓ મહુડી મહાવીરના દર્શન કરવા જ જાય છે. પણ કેટલાક લોકોને ત્યાં ભગવાન જેટલું જ સુખડીનું આકર્ષણ હોય છે. મહુડીની સુખડી જગપ્રખ્યાત છે. અને અહીંની સુખડી મોડામાં મુકતા જ પીઘળી જાય તેટલી નરમ હોય છે. અહીં માત્ર જૈન શ્રદ્ધાળુઓ જ નહીં પણ અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ પણ દર્શન માટે આવતા હોય છે. તો તેવી જ મોઢામાં નાખતા જ પીઘળી જાય તેવી સોફ્ટ સુખડીની રેસીપી આજે અમે તમારી માટે આજની અમારી આ પોસ્ટમાં લાવ્યા છીએ.

સામગ્રી

એક વાટકી ઘી

એક વાટકી ગોળ- જીણો સમારેલો (દેશી ગોળ)

એક વાટકી રોટલીનો ઘઉંનો લોટ

સુખડી બનાવવાની રીત


સૌ પ્રથમ એક કડાઈ લઈ તેને ગેસ પર ગરમ કરવા મુકી દેવી. તેમાં એક વાટકી ઘી એડ કરવું. ઘી થોડુંક જ ગરમ થાય અથવા જો તમે ગરમ કર્યા વગરનુ ઘી લીધું હોય તો તે ઘી અડધું પીઘળે કે તરત જ તેમાં જીણો સમારેલો એક વાટકી ગોળ એડ કરી દેવો. ગેસ સાવ જ ધીમો રાખવો. સુખડી બનાવતી વખતે ગેસની ફ્લેમ ફુલ રાખવી નહીં.

ગોળ ઘીમાં એક રસ થાય અને ઘી છુટ્ટુ પડે કે તરત જ તેમાં લોટ એડ કરી દેવો. અહીં તમારે ગોળનો પાયો થવા દેવો નહીં. ઘીમાં ગોળને પીઘાળતી વખતે તેમાં કોઈ જ બબલ્સ આવવા દેવા નહીં માટે જ ગેસને ધીમો જ રાખવો જેથી કરીને ગોળ વધારે ગરમ ન થઈ જાય. જો તેમ થશે તો સુખડી ચીક્કી જેટલી કડક બનશે. માટે જ ધીમા ગેસે ગોળને સતત હલાવતા રહેવો.


અહીં એક વાતની નોંધ લેવી કે જો તમે દેશી ગોળનો ઉપોયગ ન કરતા હોવ તો તમે વ્હાઇટ ગોળ પણ યુઝ કરી શકો છો પણ તેનું ગળપણ ઓછું હોવાથી તમારે તેના પ્રમાણમાં બીજી બે ચમચી ગોળ વધારે લેવો.

ગોળ પીઘળી જવો જોઈએ પણ ગોળમાં કોઈ બબલ્સ ન થવા જોઈ. જો બબલ્સ આવશે તો પાયો પાક્કો થશે અને તેના કારણે સુખડી લાકડા જેવી કડક થઈ જશે. માટે ગોળને વધારે ગરમ ન કરવો પણ માત્ર તેને પીઘાળવાનો જ છે.


ઘી અને ગોળ સેપરેટ થઈ જશે. ગોળ પીઘળે કે તરત જ તેમાં એક વાટકી ઘઉંનો જીણો એટલે કે રોટલી માટે જે લોટ લેવામાં આવે છે તે લોટ એક વાટકી એડ કરી દેવો. જો લોટ એડ કર્યા બાદ ઓછો લાગે તો તમે 1-2 ચમચી લોટ એડ કરી શકો છો.


લોટ એડ કર્યા બાદ તમે તેમાં 1-2 ચમચી ડ્રાઇફ્રુટ કે પછી એક નાની ચમચી સૂંઠ એડ કરી શકો છો. લોટને એક ધારા હલાવતા રહેવું.

ધીમે ધીમે લોટને ઘી છુટ્ટા પડતા જશે. જો અહીં ઘી ઓછું પડ્યું હોય તેવુ લાગે તો તમે 1-2 ચમચી ઘી એડ કરી શકો છો. આ દરમિયાન ગેસ ધીમો જ રાખવો. કોઈ ખોટી ઉતાવળ કરવી નહીં.


લોટ બરાબર શેકાઈ જાય કે તરત જ ગેસ બંધ કરી થોડું હલાવી સુખડીને એક ડીશમાં કાઢી લેવી. તેને ડીશમાં બરાબર સ્પ્રેડ કરી લેવું.

ધીમે ધીમે થોડું-થોડું ઘી ઉપર તરી આવશે. તેને તાવેથા કે વાટકીના તળીયાથી સપાટ કરી શકો છો.

હવે સપાટ કર્યા બાદ તેમાં ચોસલા પાડી દો. તો તૈયાર છે મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી નરમ સુખડી.


આ સુખડી ગરમ-ગરમ ખાવાની વધારે મજા આવે છે. આ સુખડી બીસ્કીટ જેવી નરમ બને છે. તેને તમે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો, બાળકોને નાશ્તા સાથે પણ આપી શકો છો જેથી કરીને શાળાના સમય દરમિયાન તેમની એનર્જી જળવાઈ રહે. આ એક પ્રકારનો એનર્જી બાર જ છે.


સૌજન્ય : ફૂડ ગણેશા, નિધિ પટેલ (યુટ્યુબ ચેનલ)

સંપૂર્ણ વિગતવાર રેસીપી શીખો આ વિડીઓ પરથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *