સુખડીના સુખ જેવું બીજું કોઈ સુખ નહિ, અને જો એમાય આવા નવીન શેપમાં મળે તો મોજ આવી જાય…

સુખ… ડીનું સુખ મળે પછી બીજું શું જોઈએ??

ઘી, ઘઉંનો લોટ, અને ગોળ માત્ર આ ત્રણ જ સામગ્રીથી બનતી આ વાનગી જેટલી લાગે છે એટલી બનાવવી સરળ નથી હોં…!

હાસ્તો, ચાલો હું સુખડી માટે ગોળ સમારતી જાઉં છું અને આ સુખડી સાથે બનેલો એક કિસ્સો આપને જણાવું.

લગ્ન પછી સૌ પ્રથમ જ્યારે મને સુખડી બનાવવાનું કહેવામાં આવ્યું ત્યારે રીત ખબર હોવાથી ખુશ થઈ ગઈ કે આમાં શું મોટી વાત છે…. હમણાં જ બનાવી દઉ અને બધાને ખુશ કરી દઈશ… પણ મેં અગાઉ કહ્યું ને એમ આ એટલી સરળ પણ નહોતી….. હવે બન્યું એવું કે જે રીત જાણતી હતી એ પ્રમાણે ઘી ગરમ કરી લોટ નાંખીને ગોળ નાંખીને હલાવીને બનાવી દીધી. હવે??? હવે જેવી ઠંડી પડી અને પીસ કરવા ગઈ…… 🙄તો આ શું…???


બાપરે પીસ તો જવા દો તોડો તોય તૂટે નહીં…. હવે??? કરવું શું…. રડું રડું થઈ ગઈ હતી… એક તો નવા પરણીને ગયા હોઈએ અને એમાંય આવી સુખડી બની હતી….બાપરે…. પણ મારા સાસુંનો સ્વભાવ ખૂબ સરસ એમણે આખીય ઘટના ને સંભાળી લીધી હતી…. તો બોલો હવે કહો કે સુખડી જેટલી બોલાય છે એટલી સરળ છે???

સરળ કરતાં સાવધાની રાખવી પડશે… તો ચાલો હવે મારો ગોળ પણ સમારાઈ ગયો છે હવે આપણે સુખડી કેવી રીતે બનાવાય એ શીખીએ.

સૌથી પહેલાં તો સામગ્રી.

એક વાડકી ઘી

દોઢ વાડકી ઘઉંનો લોટ

દોઢ વાડકી સમારેલો ગોળ.

રીત…

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી એમાં સમાય એટલો ઘઉંનો લોટ ઉમેરો.

હવે ઘી અને લોટને ધીમા તાપે સતત હલાવતા રહો. જ્યાં સુધી લોટનો રંગ આછો ગુલાબી ન થાય ત્યાં સુધી શકવાનો છે.

લગભગ 15 થી 20 મિનિટ બાદ લોટ શેકાઈ જશે.


હવે જે ખાસ અને દયાન રાખવાની બાબત છે તે એ છે કે જેવો લોટ શેકાઈ જાય કે તરત તાવડી ગેસ ઉપરથી નીચે ઊતારી લેવી અને પછી જ સમારેલો ગોળ મિક્સ કરવો.


બધું જ બરાબર હલાવી દીધા પછી એક થાળીમાં ઠારી દો. સુખડી ગરમ હોવાથી વાડકી ની મદદથી દબાવી દો. હવે મનગમતાં આકારમાં કાપી લો.

ગરમ ગરમ સુખડી ખાવાનું સુખ જ કંઈક અલગ હોય છે.

ગરમી…… ના ભાઈ ના હોં…. ગરમીને અને આ ગરમ સુખડી ને કોઈ લાગે વળગે નહીં, સુખડી જ દાઢે વળગે…..!!!

તો ખાઈને અને ખવડાવીને મેળવો સુખડી નું “સુખ”.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *