આજે જ શીખી લો આ ફટાફટ બની જતી અને લાંબા સમય સુધી સારી રેહતી લસણની ચટણી બનાવતા…

સૂકી લસણ ની ચટણી

લસણ ની ચટણી ઓલમોસ્ટ અપડે બધા શાક માં ઉપયોગ કરતા જ હોઈએ પરંતુ ક્યારેક સમય હોય ક્યારેક ના હોય … ત્યારે અપડે લસણ ની ચટણી નો ઉપયોગ કરી શકીએ છે.

લસણ ની ચટણી પણ ૨ થી ૩ દિવસ થી વધારે નથી રાખી શકતી તો અપડે આજે બનાવશુ સૂકી લસણ ની ચટણી જે ખૂબ જ લામ્બો સમય સુધી સ્ટોર કરી શકાય છે તમેજ તેમાં સૂકું નાળિયેર ઉમેરવામાં આવે છે જેથી તે અપડા બોડી માટે બોવ ગરમ પણ ના લાગે.

સમગ્રી:

૨ નંગ લસણ,

૨ ચમચી નાળિયેર નું ખમણ,

૧ ચમચી તેલ,

નમક અને મરચું પાઉડર સ્વાદ મુજબ.

રીત:

સૌપ્રથમ લસણ લો. અને તેની કાળી ઓ છૂટી પાડી. લસણ ને ફોલી લો.

આ ચટણી સ્ટોરેબલ છે તો તમે બધારે લસણ પણ લાઇ શકો છો

હવે ફોલેલા લસણ ની કડી ના નાના નાના કટકા કરી લો

હવે અપડે લાઈસુ નાળિયેર નું ખમણ જેને અપડે ખમણેલું ટોપરું પણ કાઈ શકીએ

નાળિયેર નું ખમણ લેવનું કારણ એ કે તે અપડા બોડી માટે એકદમ થનડું લેહવાય છે. જ્યારે લસણ આ ગરમ હોય છે

તો નાળિયેર નું ખમણ ઉમેરવથી તેમાં બેલેન્સ આવી જાય છે . જેથી અપડે તેને વધારે પ્રમાણમાં ખાવા થી પણ અપડા બોડી ને કોઇ જ નુકસાન થતું નથી

હવે અકે પેન માં તેલ મુકો. અને તેને પ્રોપર ગરમ થઇ જવા દો

હવે તેલ ગરમ થઈ ગયું હોય તો તેમાં લસણ ના કટકા ઉમેરી તેને સાંતળી લો

હવે તેમાં નાળિયેર નું ખમણ ઉમેરી સાંતળી લો

ત્યાર બાદ લસણ ના કટકા અને નાળિયેર નું ખમણ પ્રોપર મિક્સ કરી દો. અને તેને ગેસ પરથી ઉતારી થનડું થવા મૂકી દો

ઠંડુ થઈ ગયા બાદ તેને મિક્સચર માં એકદમ ક્રશ કરી દો

હવે તેમાં મરચું પાઉડર અને નમક ઉમેરી પ્રોપર મિક્સચર માં એક વખત ફેરવી લો

પ્રોપર મિક્સ થઈ ગયા બાદ તેને એક બાઉલ માં કાઢી સર્વ કરો.

નોંધ: આ ચટણી સૂકી છે તેમાં પાણી ઉમેરી તેને જરૂર મુજબ ઢીલી કરી ભેળ, દાબેલી વગેરે આઈટમ જોડે પણ લાઇ શકાય છે સૂકી છે જેથી મુસાફરી મટે આ ચટણી બેસ્ટ છે.

રસોઈની રાણી : મેઘના સચદેવ

દરરોજ શીખો અવનવી વાનગી ફક્ત લાઇક કરો અમારું પેજ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *