સૂકી દ્રાક્ષ – માર્કેટ કરતા પણ સરસ આખો વર્ષ સ્ટોર કરી શકાય એવી સૂકી દ્રાક્ષ બનાવવાની રીત – Suki Draksh

આજે આપણે માર્કેટ કરતા પણ સરસ આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી સૂકી દ્રાક્ષ બનાવવાની રીત જોઈશું. દ્રાક્ષ ને ઘરે પોચી અને લાંબી ઘરે કેવી રીતે બને તે આજે જોઈશું.ઘર માં જ સારી રીતે સારી કોલીટી ની બનાવી શકાય છે. તો ચાલો લીલી દ્રાક્ષ માંથી સુકી દ્રાક્ષ કઈ રીતે બનાવવી અને તેને માર્કેટ જેવી પરફેક્ટ બનાવવાની રીત અને એક વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો.તેની રીત અને ટિપ્સ સાથે બનાવી લઈએ.

સામગ્રી

  • લીલી દ્રાક્ષ

રીત

1- સૌથી પહેલા 500 ગ્રામ લીલી દ્રાક્ષ લઈશું.અને લાંબી લાંબી લીધી છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો. એકદમ ફ્રેશ અને લાંબો લાંબો દાણો છે.તેનો એક એક દાણો ફ્રેશ હોવો જોઈએ. અને દ્રાક્ષ લાંબી લેવાની. તો તેની સૂકી દ્રાક્ષ સરસ બને છે. હવે તેને છૂટી કરી લઈશું.તમે ગોળ દ્રાક્ષ નું પણ બનાવી શકો છો. પણ લાંબી દ્રાક્ષ નું પરિણામ સારું મળે છે.તેને એક બાઉલમાં લઈ લઈશું.

2- હવે દ્રાક્ષ ને બે પાણી ધોઈ લઈશું. તેમાં ધૂળ કે માટી હોય તો નીકળી જાય. તમે બજાર માંથી સૂકી દ્રાક્ષ લાવો તો તે મોંગી પડતી હોય છે. પરંતુ ઘર માં બનાવેલી સસ્તી પડતી હોય છે. હમણાં દ્રાક્ષ ની સીઝન ચાલી રહી છે. ઘર માં તેને સરળ રીતે બનાવી શકો છો.

3- આ દ્રાક્ષ ત્રણ જ દિવસમાં બની જાય છે. અને સુકાઈ પણ જાય છે. હવે તેને કાઢી લઈશું. હવે તેને કુક કરી લઈશું.હવે ધીમા ગેસ પર પાણી મૂકી દઈશું. પાણી ને ગરમ કરી લીધું છે. જ્યારે તમે દ્રાક્ષ નાખો ત્યારે નીચે બેસી જતી હોય છે. અને જેમ જેમ ઉભરો આવશે. તેમ તેમ દ્રાક્ષ ઉપર આવતી જશે.અને તેનો કલર પણ બદલાઈ જશે. તેનો કલર થોડો પીળો થઈ જાય ત્યાં સુધી કુક કરી લઈશું.

4- હવે બધી દ્રાક્ષ ને નાખી દઈશું. અને હલાવતા જઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધી જ દ્રાક્ષ ઉપર આવતી જાય છે.અને કોઈ કોઈ દ્રાક્ષ ફાટી પણ જશે.તો પણ કોઈ પ્રોબ્લેમ નહી.હવે તેનો કલર પણ બદલાઈ ગયો છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે બધી જ દ્રાક્ષ ઉપર આવી ગઈ છે. હવે બે મિનિટ કુક કરી લઈશું. અને દ્રાક્ષ નો કલર પણ બદલાઈ ગયો છે.એકદમ પીળો થઈ ગયો છે.

5- હવે એક કાણા વારા વાડકા માં કાઢી લઈશું. હવે તેને પ્રોપલી ઠંડી થવા દઈશું. હવે દ્રાક્ષ ઠંડી થઇ ગઇ છે.ઠંડી થાય એટલે દ્રાક્ષ સંકોચાઈ જશે. અને કલર તમે વીડિયોમાં જોઈ શકો છો કે જે ઓરીજનલ દ્રાક્ષ હતી અને તેને કુક કર્યા પછી નો કલર નો બદલાવ જોવો.આટલો કલર બદલાઈ જવો જોઈએ. હવે તેને સુક્વા માટે એક થાળી લઈ લીધી છે. અને થાળી પર કોઈ પણ કોટન નું કપડું લઈ લઈશું.

6- હવે દ્રાક્ષ ને એક એક કરી ને છૂટી મુકીશું.ભેગી નથી મૂકવાની.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે બે થાળી માં બધી દ્રાક્ષ ને મૂકી દીધી છે.આવી છૂટી છૂટી જ તેને પાથર વાની છે. હવે આપણે તેને તડકે સૂકવવા મુકીશું. જો તડકો વધારે હસે તો તે સુકાઈ ને બે જ દિવસમાં સુકાઈ જશે. જો ઓછો તડકો હશે તો ત્રણ દિવસ લાગશે. દિવસે તડકા માં મૂકવાની. અને રાતે ઘર માં મૂકી દેવાની.

7- તો ચાલો તડકા માં મૂકી દઈશું. હવે વિડિયો માં જોઈ શકો છો કે આપને દ્રાક્ષ ને તડકા માં મૂકી દીધી છે.બે દિવસ માટે.હવે બે દિવસ થઈ ગયા છે. અને તેને એક થાળી માં કરી દીધી છે. હવે દ્રાક્ષ સુકાઈ ને રેડી થઈ ગઈ છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ બજાર કરતા પણ સરસ બની છે.અને પ્રોપર સુકાઈ ગઈ છે. એ પણ ઓછી કિંમત માં અને ઘરે ને સરળ રીતે. હવે તેને દ્રાક્ષ ને એક પ્લેટ માં કાઢી લઈશું.

8- તમે થોડી થોડી કરી ને વર્ષ માટે બનાવી શકો છો. અત્યારે દ્રાક્ષ સરસ મળે છે.તમારે વર્ષ માં કેટલી વપરાય છે તે રીતે તમે બનાવી શકો છો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપને થાળી માં કાઢી લીધી છે. તો તેનો અવાજ પણ આવે છે.હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું. ત્યારબાદ કોઈપણ ડબ્બા માં ભરી ને સ્ટોર કરી શકો છો. તો મિત્રો છે ને એકદમ સરળ રીત.તો તમે પણ ચોક્ક્સ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *