“સમર સ્પેશિયલ રોઝ કોકોનટ આઈસક્રીમ – આજે થોડો સમય કાઢીને તમારા વ્હાલા બાળકો માટે બનાવો આ આઈસ્ક્રીમ…

“સમર સ્પેશિયલ રોઝ કોકોનટ આઈસક્રીમ”

મિત્રો આઈસક્રીમ એ એક એવી વાનગી છે જે જોઈને દરેક ઉંમરની વ્યક્તિના મોઢામાં પાણી આવે છે. એમાં પણ જો નેચરલ આઈસક્રીમ હોય તો શું કહેવાનું?

આજે જિજ્ઞાબેન રોઝ કોકોનટ ફ્લેવરનો GMC-CMC પાઉડર વગરનો નેચરલ આઈસક્રીમ શીખવશે જે ઘરે સહેલાઈથી બનાવી શકાય છે.

જિજ્ઞાબેન નેચરલ આઈસક્રીમ બનાવવાની પદ્ધતિ એકદમ સરળ રીતે રજૂ કરેલ છે. આ પધ્ધતિ થી તમે મેંગો, ચીકુ, સ્ટ્રોબેરી એમ દરેક પ્રકારના નેચરલ આઈસક્રીમ ઘરે બનાવી શકશો. તો ચાલો જોઈએ રોઝ કોકોનટ નેચરલ આઈસક્રીમ GMC-CMC પાઉડર વગર.

સામગ્રી –


• 250 ગ્રામ વ્હીપ ક્રીમ

• 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક


• 2 ટેબલ સ્પૂન મિલ્ક પાઉડર

• 1 ટેબલ સ્પૂન રોઝ એસેન્સ


• 4 ટેબલ સ્પૂન રોઝ સીરપ

• 1 ટેબલ સ્પૂન ટોપરાનો ભૂકો


• 2 ટેબલ સ્પૂન નાળિયેરની મલાઈ


• કાજુ-કિસમિસ પ્રમાણસર, ગુલાબના ફૂલની પાંદડીઓ

રીત :


• સૌ પ્રથેમ વ્હીપ ક્રીમને સૌપ્રથમ બાઉલમાં 7-8 મિનિટ માટે બિટર ની મદદથી વ્હીપ કરવાનું પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવાનું પછી પાછું ત્રણ થી ચાર મિનિટ માટે વ્હીપ કરવાનું.


• ત્યાર પછી તેમાં મિલ્ક પાઉડર, રોઝ સીરપ, રોઝ એસેન્સ, નાળિયેરની મલાઈ, નાળિયેર પાણી, કોપરનો ભૂકો, ગુલાબના ફૂલની પાંદડીઓ ઉમેરીને લીટરની મદદથી પૂરતું મિક્ષ કરવાનું. પ્રમાણસર કાજુ અને કીસમીસ પણ મિક્ષ કરવાના સમયે ઉમેરી શકો.


• હવે ઉપર મુજબનું ક્રીમ તૈયાર થાય પછી તેને એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકના કન્ટેઈનરમાં રાખીને પછી ઉપરથી કાજુ, કિસમિસ અને ગુલાબની પાંદડીઓથી ગાર્નિશિંગ કરવાનું.


• ત્યાર પછી કન્ટેઈનરને ડીપ ફ્રીઝમાં 10-12 કલાક માટે સ્ટોર કરવાનું.


• 10-12 કલાક પછી આપનું રોઝ કોકોનટ ફ્લેવરનું નેચરલ આઈસક્રીમ તૈયાર હશે જે તમાં મિત્રો, મહેમાનો કે સગાવહાલાઓને પીરસો.

• આ રીતે બીજા દરેક પ્રકારના ફૂલોના આઈસક્રીમ બનાવી શકશે.


• રમઝાન માસ ચાલતો હોવાથી આ પ્રકારના નેચરલ આઈસક્રીમ ઈફતાર પાર્ટીમાં પણ પીરસી શકશો.

રસોઈની રાણી : જીજ્ઞા સોની (યુટ્યુબ ચેનલ)

આ આઈસ્ક્રીમ બનાવવાની સરળ રેસીપી શીખો વિડીઓ જોઇને.

સૌજન્ય : Website-www.jignaskitchen.com

Join the discussion

Your email address will not be published. Required fields are marked *