ટૂરિસ્ટ પ્લેસ પર મળે એવી ચટાકેદાર ટેસ્ટી સુરતની ફેમસ કોર્ન ભેળ – Surat Corn Bhel

આજે આપણે બનાવીશું ટુરિસ્ટ પ્લેસ પર મળે એવી ચટાકેદાર ટેસ્ટી સુરતની ફેમસ કોર્ન ભેળ. અને એકદમ ચટપટી અને કઈ પણ સાંજે ખાવાનું મન થાય તો ઝટપટ બનતી એવી કોર્ન ભેળ ફકત પાંચ જ મિનિટ માં બની જાય છે. અને એક વાર ખાવ ને તો ખાતા જ રહી જાવ એટલી ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ.

સામગ્રી

  • સ્વીટ કોર્ન
  • ડુંગળી
  • ટામેટા
  • કોથમીર
  • લીંબુ
  • લાલ મરચું
  • કાળા મરી નો પાવડર
  • લીલું મરચું
  • શેકેલા જીરાનો પાઉડર
  • સેઝવાન સોસ
  • ચીઝ
  • ચાટ મસાલો
  • નાયલોન સેવ
  • મીઠું

રીત

1- સૌથી પહેલા બે કપ સ્વીટ કોર્ન લઈશું. અને તેને બાફી ને તેના દાણા છુટા કરી લીધા છે. આ ચાટ બહાર ખૂબ મોંગી મળતી હોય છે. અને ઘરે દસ જ રૂપિયા માં આ ચાટ બનાવી શકીએ છે.

2- તમે સ્વીટ કોર્ન ના દાણા છુટા પાડી ને ફ્રીઝ માં રાખી શકો છો. ગમે ત્યારે ભેળ ખાવી હોય તો ખાય શકો છો. હવે એક કપ સ્વીટ કોર્ન ના દાણા લઈશું. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. આ સ્ટેજ પર તમે લીલી ડુંગળી પણ નાખી શકો છો.

3- હવે તેમાં એક ઝીણા સમારેલા ટામેટા નાખીશું. હવે એક ઝીણા સમારેલા તીખા લીલા મરચા નાખીશું. હવે એક નાની ચમચી ચાટ મસાલો નાખીશું. જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો આમચૂર પાઉડર પણ નાખી શકો છો. તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે.

4- હવે આપણે એક ચમચી શેકેલા જીરાનો પાઉડર નાખીશું. ત્યારબાદ અડધી ચમચી કાળા મરી નો પાવડર નાખીશું.અને એક ચમચી સેઝવાન સોસ નાખીશું. તેનો ટેસ્ટ એકદમ તીખાશ પડતો અને ચટપટો આવે છે. ત્યારબાદ લીલા ધાણા નાખીશું.

5- હવે બધી જ સામગ્રી ને ભેગી કરી ને મિક્સ કરી લઈશું. આ નાના બાળકો પણ બનાવી શકે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને ત્યારબાદ અડધા લીંબુનો રસ નાખીશું. ખટાશ તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો.

6- હવે અડધી નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું. તીખાશ તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. ચાટ થોડી તીખી અને ચટપટી હોય તો જ મજા આવે છે. હવે બધી જ સામગ્રી ને મિક્સ કરી લઈશું. સ્વીટ કોર્ન માં બધા મસાલા નાખ્યા બાદ તરત જ સર્વે કરી લેવાનું. કારણકે તેમાં મીઠું નાખવા થી તેમાં થી પાણી છૂટું પડવા લાગે.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે ચાટ ને સર્વે કરી લઈશું. ચાટ ને સર્વે કરવા માટે એક પ્લેટ લઈ લઈશું. તમે ટૂરિસ્ત પ્લેસ પર જાવ ત્યાં આવી જ પ્લેટ માં ચાટ સર્વે થતી હોય છે. હવે બધી જ ચાટ ને લઈ લઈશું.

8- આપણે બે વ્યક્તિ ખાય શકે તેટલી ચાટ બનાવી છે. એક કપ માંથી. હવે વિડિયો માં જોઈ શકો છો કે ચાટ પ્લેટ માં સર્વે થઈ ગઈ છે. હવે તેને ગાર્નિશ કરી લઈશું.હવે ઉપર થી થોડા લીલા ધાણા નાખીશું.હવે બેસન ની ઝીણી સેવ ભભરાવી લઈશું. સેવ તમને પસંદ હોય તો તમે નાખી શકો છો.

9- હવે ચાટ ને વધારે ટેસ્ટી બનાવવા માટે તેના પર ચીઝ છીણી લઈશું. ચીઝ પણ તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો.તમને પસંદ હોય એટલું નાખી શકો છો. તો તૈયાર છે. ટૂરિસ્ટ પ્લેસ પર મળતી એવી ચટાકેદાર ટેસ્ટી સુરત ની ફેમસ કોર્ન ભેળ.તો તમે ચોક્ક્સ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *