ઓરીજીનલ સુરતી લોચો બનાવવાની પર્ફેક્ટ રીત યોગ્ય માપ અને યોગ્ય રીત…

ઓરીજીનલ સુરતી લોચો બનાવવાની પર્ફેક્ટ રીત

સૂરતનું જમણ અને કાશીનું મરણ એવી એક કહેવત છે. જમવાની વાત હોય ત્યાં મરવાની વાત તો કરવાની જ ન હોય માટે આપણે કાશીના મરણને ઇગ્નોર કરીએ. પણ સૂરતનું જમણ એ માણસે એકવાર તો લેવું જ જોઈએ. અને હવે તો સૂરતના જમણ માટે તમારે સૂરત જવાની જરૂર પણ નથી રહી. આજે ગુજરાતના એક એક મોટા શહેરમાં સૂરતની સ્પેશ્યાલીટીઝ ઉપલબ્ધ છે.

હા, જો કે તેને સૂરતમાં જ એન્જોય કરવી તે એક અલગ બાબત છે. પણ આપણે કંઈ વારંવાર સુરતિ લોચો, કે પછી સુરતી ઉંધઈયુ વિગેરે જેવી સુરતની અતિપ્રસિદ્ધ ફુડ આઇટમ્સ ખાવા માટે સુરતનું અપડાઉન તો કરી જ નથી શકવાના. તો શા માટે આપણે ઘરે જ સુરતિ સ્પેશ્યાલિટી ન બનાવીએ ? તો આજની આ પોસ્ટમાં અમે તમારી માટે લાવ્યા છે ઓરીજીનલ સુરતિ લોચાની પર્ફેક્ટ રેસીપી.

સામગ્રી

200 ગ્રામ ચણાની દાળ

1 મોટી ચમચી બેસન

1 મોટી ચમચી દહીં

¼ ચમચી હળદર

¼ ચમચી હીંગ

1 ચમચી જીણું સમારેલું આદુ

1 મોટી ચમચી આદુ-લીલા મરચાની પેસ્ટ

2 મોટી ચમચી સીંગતેલ

1 ચપટી બેકીંગ સોડા

1 ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર

2 ટેબલ સ્પૂન જીણી સેવ

2 ટેબલ સ્પૂન કોથમીરની લીલી ચટની

2 ટેબલ સ્પૂન જીણી સમારેલી ડુંગળી

લોચા મસાલો બનાવવા માટેની સામગ્રી

1 મોટી ચમચી લાલ મરચુ પાઉડર

½ ચમચી સંચળ પાઉડર

½ ચમચી શેકેલા જીરાનો પાઉડર

ઓરિજીનલ સુરતી લોચો બનાવવાની રીત


200 ગ્રામ ચણાની દાળ લઈ તેને 2-3 પાણી વડે વ્યવસ્થિત ધોઈ લેવી. અને તેને 5-6 કલાક પલાળી રાખવી.


5-6 કલાક બાદ જ્યારે ચણાની દાળ બરાબર પલળી જાય ત્યાર બાદ તેને, મિક્સરના જારમાં લઈ અધકચરી વાટી લેવી. હવે તેને મિક્સરના જારમાં જ રાખી તેમાં 1 મોટી ચમચી બેસન એડ કરવું. અને 1 મોટી ચમચી દહીં એડ કરવું. હવે તેને મિક્સરમાં જ મિક્સ કરી લેવું. વધારે વાટવાનું નથી. અધકચરુ જ રાખવું.


હવે તેને એક મોટ બોલમાં લઈ 5-6 કલાક આથો લાવવા માટે ઢાંકીને મુકી દેવું. 5-6 કલાક બાદ બરાબર આથો આવી ગયો હશે ત્યારે તેમાં પા ચમચી હળદર, પા ચમચી હીંગ, એક ચમચી જીણું સમારેલું આદુ, એક મોટી ચમચી લીલામરચા અને આદુની પેસ્ટ એડ કરી ખીરાને બરાબર 2-3 મીનીટ માટે ફેંટી લેવું.

હવે તેમાં 2 મોટી ચમચી સીંગતેલ લેવું અને 1 ચપટી બેકીંગ સોડા ઉમેરી તેને બરાબર ફેંટી લેવું.


હવે સ્ટીમરને ગેસ પર મુકી તેને ગરમ થવા મુકી દેવું. અહીં તમે ઢોકળાનું કુકર પણ યુઝ કરી શકો છો. ઢોકળાની જેમ જ ઢોકળાની ડીશમાં તેલ લગાવી તેમાં ખીરુ રેડી દેવું. અને તેને સ્ટીમર એટલે કે ઢોકળીયામાં બફાવા માટે મુકી દેવું. તેના પર લાલ મરચુ પાવડર છાંટી દેવું. હવે તેને 10-12 મીનીટ માટે બફાવા દેવું.


લોચો બફાઈ તે દરમિયાન લોચા મસાલો તૈયાર કરી લેવો તેના માટે એક મોટી ચમચી લાલ મરચુ પાવડર, અરધી મોટી ચમચી સંચળ, અરધી મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર. આ બધી જ સામગ્રીને બરાબર મીક્સ કરી લેવી. તો તૈયાર છે લોચા મસાલો. તેને થોડીવાર માટે સાઈડ પર મુકી દેવો. હવે લોચો બફાઈ ગયો હશે. હવે થાળીમાંથી થોડો બફાયેલા લોચાને એક ડીશમાં સર્વ કરવા માટે કાઢો, તેના પર પીઘાળેલું બટર રેડવું, તેના પર જીણી સમારેલી ડુંગળી ભભરાવવી, તેના પર સેવ નાખવી અને થોડી લીલી કોથમીર ભભરાવવી અને છેલ્લે તેના પર લોચા મસાલો ભભરાવવો. તો તૈયાર છે સૂરતી લોચો. સૂરતી લોચાને તમે એક્સ્ટ્રા સેવ, ડુંગળી અને કોથમીરની લીલી ચટની સાથે સર્વ કરી શકો છો.


સૂરતી લોચો સૂરતની સાથે સાથે હવે અમદાવાદ, બરોડા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ ખુબ જ લોકપ્રીય થવા લાગી છે અને લોકો અવારનવાર તેનો સ્વાદ લેવા દુકાનો પર પહોંચી જાય છે. તો પછી આજે જ ઘરે બનાવો ઓરિજીનલ સુરતિ લોચો.


આ ડીશને તમે નાશ્તા તરીકે તેમજ સાઇડ ડીશ તરીકે પણ યુઝ કરી શકો છો. સામાન્ય રીતે જ્યારે મહેમાન જમવા આવવાના હોય ત્યારે આપણે તૈયાર સુરતિ ખમણ, પાત્રા કે પછી એકદમ કોમન એવા સેન્ડવીચ ઢોકળા બજારમાંથી લઈ આવીએ છીએ પણ હવે જ્યારે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો સાઈડ ડીશ તરીકે સેન્ડવીચ ઢોકળા, કે પછી ખમણની જગ્યાએ તેમને સુરતી લોચો સર્વ કરશો તો મહેમાનોને પણ કંઈ નવો સ્વાદ માણવા મળશે અને તમારા વખાણ થશે તે તો બોનસ.

સૌજન્ય : ફૂડ કુટોર (ચેતના પટેલ)

વાનગીનો સંપૂર્ણ વિડીઓ વિગતે જુઓ અહિયાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *