સ્પેશ્યલ બટર ગાર્લિક સુરતી લોચો – બનાવો સુરતી લોચો ૨ ફ્લેવર માં પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે સુરતનો ફેમસ સ્પેશિયલ મસાલો અને ચટણી સાથે તેમજ આ સુરતી લોચામાં આપણે એક સ્પેશિયલ ટવિસ્ટ પણ આપ્યું છે જેમાં એક “બટર ગાર્લિક સુરતી લોચો” અને સાથે ઓરીજીનલ સુરતી લોચાની પરફેક્ટ માપ સાથેની રેસિપી જોઈશું. એકદમ ટેસ્ટી હેલ્ધી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ખાવાનું મન થાય એટલો સુપર ટેસ્ટી લાગશે. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

ખીરું બનાવવા માટે –

  • ૧/૨ કપ ચણા ની દાળ ૫ થી ૬ કલાક પલાળેલી
  • ૩ ટેબલ સ્પૂન અડદ ની દાળ ૫ થી ૬ કલાક પલાળેલી
  • ૩ ટેબલ સ્પૂન પૌવા ૩૦ મિનિટ પલાળેલા
  • ૧/૨ કપ દહીં
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ ટેબલ સ્પૂન મરચા ની પેસ્ટ
  • ૧/૨ ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  • ૧ ટી સ્પૂન ઇનો
  • મીઠું સ્વાદ અનુસાર

લોચો ચટણી માટે –

    • વિડિઓ રેસિપી :

  • ૧ કપ કોથમીર
  • ૩ ટેબલ સ્પૂન ફુદીના ના પાન
  • ૩ લીલા મરચા
  • ૧ ઇંચ ટુકડો આદુ નો
  • ૩ કળી લસણ ની
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧/૨ ટી સ્પૂન સંચળ (આખું કે પાવડર)
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧ પીસ ઢોકળા નો
  • મીઠું સ્વાદ અનુસાર

લોચો મસાલો બનાવવા માટે –

  • ૧/૨ ટી સ્પૂન સંચળ પાવડર
  • ૧/૨ ટી સ્પૂન મરી પાવડર
  • ૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
  • ૧/૨ ટી સ્પૂન શેકેલા જીરા નો પાવડર
  • ૧ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચા નો પાવડર

બટર ગાર્લિક માટે –

  • ૩ ટેબલ સ્પૂન પીગળેલું બટર
  • ૧ ટેબલ સ્પૂન ગાર્લિક પેસ્ટ
  • ૧ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

ઉપર થી ઉમેરવા માટે –

  • ઝીણી સમારેલી ડુંગળી
  • ઝીણી સમારેલી કોથમીર
  • નાઈલોન સેવ
  • દાડમ ના દાણા (ઓપ્શનલ)
  • શીંગતેલ કે પીગળેલું બટર

રીત :

૧. પલાળેલી દાળ અને પૌવા ને દહીં સાથે મિક્સર માં ઝીણું વાટી લેવું.

૨. હવે આ ખીરા ને ૫ થી ૬ કલાક થોડી ગરમ જગ્યા એ આથો આપવા મૂકી દેવું.

૩. ત્યાં સુધી લોચો ચટણી માટે આપેલી બધી સામગ્રી ને થોડું પાણી ઉમેરી ને ચટણી વાટી લેવી.

૪. આ લોચો ચટણી લાંબો સમય ફ્રિજ માં સ્ટોર કરાય છે.

૫. લોચો મસાલા માટે આપેલી સામગ્રી ને મિક્સ કરી ને એક ડબ્બી માં ભરી લેવી.

૬. ખીરા માં આથો આવે એટલે એમાં હિંગ, હળદર, આદુ ની પેસ્ટ, મરચા ની પેસ્ટ અને મીઠું ઉમેરી ને મિક્સ કરી લેવું.

૭. ઢોકળીયા ને ગરમ કરવા મૂકી ને ખીરા માં એક કપ પાણી ઉમેરી ને પાતળું કરી લેવું.

૮. હવે જયારે લોચો બનાવવો હોય એ જ વખતે ખીરા માં ૧ ટી સ્પૂન ઇનો ઉમેરી ને બરોબર હલાવી દેવું.

૯. ખીરા ને બે થાળી માં પાથરી ને ઉપર થી મરી પાવડર અને મરચા પાવડર ભભરાવવો.

૧૦. લોચા ને ૨૦ મિનિટ વરાળે બાફવો.

૧૧. ત્યાં સુધી બટર ગાર્લિક માં આપેલી સામગ્રી મિક્સ કરી ને તૈયાર કરી લેવી.

૧૨. ૨૦ મિનિટ થાય એટલે બટર ગાર્લિક ને લોચા પર જરૂર મુજબ ચોપડી દેવું અને ૧ મિનિટ વધારે વરાળે બાફવું.

૧૩. જો તમારે ઓરિજિનલ સુરતી લોચો બનાવવો હોય તો બટર ગાર્લિક ના વાપરવું.

૧૪. હવે લોચો ગરમાગરમ જ પીરસવો નહિ તો એના ઢોકળા બની જશે.

૧૫. ગરમાગરમ લોચા ઉપર થોડો લોચો મસાલો, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સેવ, કોથમીર, દાડમ અને શીંગતેલ ઉમેરી ને લોચો ચટણી ડુંગળી અને સેવ સાથે પીરસવો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *