સૂરતી પનીર ગોટાળો – સુરતનું ખુબજ ફેમસ સ્ટ્રીટ ફૂડ હવે બનશે તમારા રસોડે…

સૂરતી પનીર ગોટાળો :

સૂરતી પનીર ગોટાળો એ સુરતનું ખુબજ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. સુરતનાં સ્ટ્રીટ ફૂડમાં બીજા ચીઝ ગોટાળો, વેજ પનીર ગોટાળો વગેરે પણ ફેમસ છે. અહી હું આપ સૌ માટે ખુબજ સરળ રીતથી બનાવેલા સુરતી પનીર ગોટાળાની રેસિપી આપી રહી છું. તેમાં ઓનિયન, ટામેટા, પનીર, ચીઝ, કેપ્સિકમ વગેરે સામગ્રી સાથે થોડા સ્પીઈસીસનું કોમ્બિનેશન કરીને ખુબજ ટેસ્ટી અને જલ્દી બની જાય તેવા સુરતી પનીર ગોટાળાની રેસીપી આપી રહી છું. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો. આ ગોટાળો પાવ- બ્રેડ બન સાથે ખાઈ શકાય છે.

સૂરતી પનીર ગોટાળો બનાવવા માટેની સામગ્રી :

  • ૬ ટામેટા ક્રશ કરેલા
  • ૩ મોટી ઓનિયન બારીક સમારેલી
  • ૧ કેપ્સિકમ બારીક સમારેલું
  • ૨૦૦ ગ્રામ પનીર – ખમણેલું
  • ૨ ટેબલ સ્પુન ટોમેટો કેચપ
  • ૨ ક્યુબ ચીઝ – ખમણેલું
  • ૨-૩ લીલા મરચા બારીક સમારેલા
  • ૩ ટેબલ સ્પુન ઓઈલ
  • ૧ ટી સ્પુન આખું જીરું
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • ૧ ટી સ્પુન હળદર પાવડર
  • ૧ ૧/૨ ટેબલ સ્પુન કાશ્મીરી મરચું પાવડર
  • ૧ ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર
  • ૧ ૧/૨ ટેબલ સ્પુન પાવભાજી મસાલો
  • ૧ ટેબલ સ્પુન ગરમ મસાલો
  • ૧ ૧/૨ કપ પાણી ( ૧ + ૧ ૧/૨ )
  • ૨-૩ ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી

ગર્નીશીંગ માટે :

  • ચીઝ – જરૂર મુજબ

સૂરતી પનીર ગોટાળો બનાવવાની રીત: (વીડિઓ નીચે આપેલ છે.)

એક પેનમાં ૩ ટેબલ સ્પુન ઓઈલ ગરમ મુકી બરાબર ગરમ થાય એટલે તેમાં ૧ ટીસ્પુન આખું જીરુ ઉમેરી તતડાવી લ્યો. ત્યારબાદ તેમાં બારીક સમારેલી ઓનીયન ઉમેરી મિક્ષ કરી લ્યો.

મીડીયમ ફ્લેઈમ પર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કુક કરો. સતત હલાવતા રહો જેથી બધી ઓનિયન એકસરખી કુક થઇ જાય. ( વીડીઓમાં બતાવ્યા પ્રમાણે.) ત્યારબાદ તેમાં બારીક સમારેલા કેપ્સિકમ ઉમેરી મિક્ષ કરો. ૨-૩ મિનીટ હલાવતા રહી બરાબર કુક કરો. સાથે તેમાં બારીક સમારેલા લીલા મરચા ઉમેરીને કુક કરો. હવે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો. મિક્ષ્ચર બરાબર કુક થઇ જાય એટલે તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરીને બરાબર મિક્ષ કરી લ્યો.

૩-૪ મિનીટ અથવા ટામેટાની કચાશ દૂર થઇ જાય ત્યાં સુધી હલાવતા રહી મિક્ષ્ચર કુક કરો.

ત્યારબાદ તેમાં ૧ ટી સ્પુન હળદર પાવડર, ૧ ૧/૨ ટીસ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર, ૧ ટી સ્પુન ધાણા જીરું પાવડર ઉમેરી એકદમ સરસથી મિક્ષ કરી લ્યો. જેથી મસાલા આ મિશ્રણ માં બરાબર બેસી જાય. ૨-૩ મિનીટ હલાવતા રહી કુક કરો. વીડિઓમાં તમે જોઈ શકો છો.

હવે તેમાં ૧ ૧/૨ ટેબલ સ્પુન પાવભાજી મસાલો ઉમેરો. સાથે ૧ ટેબલ સ્પુન ગરમ મસાલો ઉમેરો. સ્પુન વડે હલાવીને મિશ્રણમાં બરાબર મિક્ષ કરો.

હવે તેમાં ૧ કપ પાણી ઉમેરો. બધી સામગ્રી બરાબર મિક્ષ કરી લ્યો. ૧ મિનીટ કુક કરી લ્યો.

તેમાં બબલ થવા લાગે એટલે ખમણેલું પનીર ઉમેરી મિક્ષ કરી લ્યો. (નીચે આપેલા વીડીઓમાં જોઈ શકાય છે).

હવે તેમાં ૨ ટેબલ સ્પુન ટોમેટો કેચપ ઉમેરો. ૧/૨ કપ પાણી વધારે ઉમેરી મિક્ષ કરી લ્યો.

સતત હલાવતા રહી ૨ મિનીટ કુક કરો ફરી બબલ થવા માંડે એટલે તેમાં ૨ ક્યુબ ખમણેલું ચીઝ ઉમેરી મિક્ષ કરી લ્યો. ૧-૨ મિનીટ કુક કરો. પાવભાજી જેવી કન્સીસ્ટન્સી થાય ત્યાં સુધી કુક કરો.

હવે તેમાં બારીક સમારેલી કોથમરી ઉમેરી મિક્ષ કરો. ખુબજ ટેસ્ટી અને હેલ્ધી ગરમગરમ સુરતી પનીર ગોટાળો સર્વ કરવા માટે રેડી છે. સર્વીગ બાઉલમાં ગરમાગરમ સુરતી પનીર ગોટાળો સર્વ કરી ચીઝથી ગાર્નિશ કરો. અને બ્રેડ બન અને ટામેટા ઓનિયન સલાડ સાથે સર્વ કરો.

સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ એવો સુરતી પનીર ગોટાળોની મારી આ સરળ રેસીપી ફોલો કરીને તમે પણ ઘરે બનાવી ટેસ્ટ કરી શકશો. નાના મોટા બધાને ખુબજ પસંદ પડશે.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *