સ્વાદિષ્ટ, ગુણકારી દુધીના મુઠીયાં…. ખાવ ને ખવડાવો… આવી રીતે સજાવીને આપશો તો નાના બાળકો પણ ખાઈ લેશે…

કહેવાય છે કે દુધી કોઈપણ રુપે ખાવ એમાંથી ગુણ મળ્યાં વગર રહેતાં નથી.

કાચી ખાવ કે રાંધીને ખાવ.

દુધીનો મહિમાં અપરંપાર છે

આયુર્વેદમાં તો દુધીના ગુણ ખૂબ ગવાય છે.

ચોમાસા દરમિયાન રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં દુધીનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે.

આવો આજે એક જાણીતી પણ અનોખી રીતે સર્વ કરેલી વાનગી શીખીએ.

મુઠીયાં

સામગ્રી

એક નંગ છીણેલી દુધી

3 ચમચી આદું મરચા લષણની પેસ્ટ

ઘઉંનો ઝીણો લોટ.. 1 કપ

ધંઉનો જાડો લોટ.. 1 કપ

ચણાનો લોટ.. 2 ચમચાં

દહીં.. 3ચમચી

તેલ…3 ચમચી

ખાવાનો સોડા.. 1 ચમચી

કોથમીર.

મીઠુ, મરચું, હળદર, ખાંડ, સ્વાદ મુજબ.

વઘાર માટે….. તેલ, રાઈ, હીંગ, લીમડો, લીલાં મરચાં, તલ.

રીત……

સૌ પ્રથમ એક બાઉલમાં છીણેલી દુધી, બધાજ લોટ, મસાલા, દહીં, તેલ, પેસ્ટ વગેરે બરાબર ભેગાં કરી લો.


જરૂર પડે તો જ પાણી લેવું. નહીંતર ઢીલું થઈ જવાની શક્યતા રહેશે.

હવે ઢોકળીયાંમા પાણી ગરમ કરવા માટે મૂકો.

હવે મિક્સ કરેલા લોટમાં તલ તથા ખાવાનો સોડા મિક્સ કરી ફરીથી બરાબર હલાવો.

હાથ પર તેલ લગાવી લાંબા ગોળા તૈયાર કરો.

ગરમ થઈ ગયેલાં ઢોકળીયાંમા મૂકીને ઢાંકી દો.


20 મિનિટ સુધી બાફવા દેવા.

20 મિનિટ બાદ બહાર કાઢી ઠંડા થવા દો.

નાના આકારમાં કાપી લો.

હવે વઘાર તૈયાર કરીએ.


બે ત્રણ ચમચા તેલ ગરમ થાય એટલે એમા રાઈ નાંખો. હીંગ લીલા મરચા લીમડો બધું જ નાંખી સમારેલાં મુઠીયા એમાં નાંખી હલાવો. 3 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.


હવે મનગમતી રીતે પ્લેટીંગ કરી કોથમીર ભભરાવો.

તો તૈયાર છે સ્વાદિષ્ટ, ગુણકારી દુધીના મુઠીયાં…. ખાવ ને ખવડાવો….!!!

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *