સ્વાદના રસિયા દરેક અમદાવાદી માટે આવી ગયો છે એક અનોખો ફૂડ ફેસ્ટીવલ…

અમદાવાદના સ્વાદપ્રિય લોકો માટે વેકેશન પૂરું થવા પહેલાં આવી ગયું છે, સિંધ સે પંજાબ ફૂડ ફેસ્ટિવલ…


સિંધ સે પંજાબ ફૂડ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે અમદાવાદની એક ખાસ હોટેલમાં, જેમાં સ્વાદરસીક લોકો માણી શકશે એવી વાનગીઓનો સ્વાદ કે જેમાં નવી સ્ટાઈલનું ઇનોવેશન હશે અને જૂની પારંપરિક ભોજનને એક નવા અંદાજમાં પિરસવા જઈ રહ્યું છે.


શહેરના એસ.જી. હાઈવે પર આવેલી આ આલિશાન હોટેલમાં એક એવો કેન્સેપ્ટ સાથે ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે અત્યાર સુધીમાં કોઈએ નહીં માણ્યું હોય.


બીનોરી હોટેલમાં આ ફૂડ ફેસ્ટીવલનું આયોજન થઈ રહ્યું છે


જેનો કોન્સેપ્ટ મૂળ પંજાબના વતની એવા હની સિંગ ચાવલાએ રીસર્ચ કર્યા પછી ડિઝાઈન કર્યો છે


અને તેનું મેનૂ એક્ઝ્યુક્યુટિ શેફ પ્રિતમ શર્માએ ખાસ કાળજી લઈને ગોઠ્વ્યું છે.


સિંધ સે પંજાબ ફૂડ ફેસ્ટિવલ કઈરીતે છે સ્પેસિયલ?


અહીં ભારતના એવા બે પ્રાંતનું ભોજન પીરસાશે જે કાયમ તેમના મસાલેદાર અને પારંપરિક સ્ટાઈલને માટે જાણીતું છે.


આ ફૂડ ફેસ્ટિવલના આયોજકના જણાવ્યા પ્રમાણે તેમના મેનૂમાં કેટલીક એવી રેસિપી છે જે આજના આધુનિક સમયમાં ઘરે બનાવવાનું ભૂલાતું જાય છે.


જેનો નવી પેઢીએ કદી સ્વાદ પણ નહીં ચાખ્યો હોય તેવી એવી એક ખાસ પ્રકારની એક દાળ વિશે તેમને કહ્યું જેને બનાવતાં જ ૮થી ૯ કલાક જેટલો સમય લાગે છે.


કડાઈ વિવિધ રેસિપી, આમચૂરી ભિંડી,


કે વિવિધ જાતના ભરતા સાથે સિંધી દાલ પકવાન


અને આદુ, મરચાં, લીંબુ નાખેલી મસાલેદાર સાંઈ ચટણી અને સાંઈ ભાજી, તો છે જ વધુ એક પંજાબી સબ્જી છે


જે રાજા મહારાજાના સમયમાં ખાસ બનાવવાતી હતી.


અમૃતસરમાં આવેલ સૌથી પ્રાચિન ગુરુદ્વારા સુવર્ણ મંદિરમાં બનતો પ્રાચિન ખડા પ્રસાદ,


વિવિધ પ્રકારની કુલ્ફી અને બીજી મીઠાઈ પણ આ મેનૂમાં છે.

ક્યાં સુધી ચાલશે આ ફૂડ્ફેસ્ટિવલ?


અત્યાર સુધી આપણે માણેલ ફૂડ ફેસ્ટીવલ કરતાં આ એટલા માટે હટ્કે છે કે અહીં પોપ્યુલર મેનૂ નહીં પણ એવી વાનગીઓ ચાખવા મળશે


જે સામાન્ય રીતે આપણે રેસ્ટોરંટ મેનૂમાં નહીં જોઈ હોય.


દેશની આઝાદી પહેલાંની સિંધ સે પંજાબની સફર એ પારંપરિક ખાણીપીણીનો સ્વાદ દ્વારા કરી લેવાનો અવસર છે.


જે અમદાવાદીઓને ૬ જૂનથી લઈને ૧૮મી જૂન સુધી માણી શકાશે.

અહીં તમે રિઝર્વ કરાવવા 079-26141414 નંબર પર સંપર્ક કરી શકો છો.

દરરોજ અવનવી વાનગી અને રસપ્રદ માહિતી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *