સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વામીનારાયણ જેવી જ ખીચડી હવે ઘરે બનાવો…

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વામીનારાયણ જેવી જ ખીચડી હવે ઘરે બનાવો

રોજ રોજ રાતે શું બનાવવું તેની ટેન્શન હોય છે. અને એમાં પણ ઘણી વાર મોડુ થઈ ગયુ હોય તો એવું થાય કે કઈક ફટાફટ બની જાય અને સાથે હેલ્થી પણ હોય આવું કઈ બનાવીએ.

અને આપણને સ્વામીનારાયણ ખીચડી તો ભાવતી જ હોય છે પણ ઘરે એવીજ સ્વાદિષ્ટ બનતી નથી આવી ફરિયાદ ઘણીવાર આવતી હોય છે. તો આજે આપણે સરસ સ્વાદિષ્ટ “સ્વામીનારાયણ ખીચડી “બનાવીશું.

સામગ્રી :-

  • બે કપ – ચોખા
  • દોઢ કપ – મૂંગ દાળ ફોતરાં વાળી
  • એક મુઠી – તુવેર દાળ
  • એક ચમચી – ઘી
  • એક બાઉલ – સમારેલા મિક્ષ વેજીટેબલ( કોબી, બટેટા,ગાજર, રીંગણા, દુધી, લીલા વટાણા )
  • બે ચમચી – તેલ
  • એક ચમચી – હળદર
  • એક ચમચી – આદુ મરચાની પેસ્ટ
  • એક ચમચી- લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી – ગરમ મસાલો
  • ૨ – તમાલ પત્ર
  • ૩-૪ – મરી
  • ૧ – તજ ટુકડો
  • ૨- લવિંગ
  • નમક સ્વાદ અનુસાર

ચોખા અને બંને દાળ ને મિક્ષ કરી તેને પાણીથી સારી રીતે ધોઈ લો.

પછી બંને દાળને થોડીવાર પાણી નાખીને પલાળીને રાખો.

અને ઘી ગરમ કરવા મૂકી દો. તેમાં થોડું તેલ પણ નાખો અને ગરમ થવાદો.

હી સાથે તેલ એડ કરવાથી તેલ બળતું નથી.

પછી તેમાં આખું જીરું અને થોડી રાઈ નાખીદો ,

હવે તેમાં બીજા મસાલા જેવા કે સૂકું લાલ મરચું, તમાલ પત્ર, મરી, લવિંગ અને તજનો એક નાનો ટુકડો બધું નાખી દેવું

આ બધા સાથે આદું મરચાની પેસ્ટ પણ નાખી દેવી.

હવે બધા મિક્ષ શાકભાજી લેવા. જેવા કે કોબીજ, દૂધી, બટાકા ટામેટા, ગાજર, રીંગણ અને લીલા વટાણા

શાકભાજી વધુ પ્રમાણમાં રાખીશું તો ખીચડી મસ્ત ટેસ્ટી બનશે.

પછી આ બધુ મીક્ષ કરવું. આ ખીચડી પીળી વધારે હોય છે એટલે તેમાં લાલ મરચૂ ઓછું નાખવું.

શાકભાજી થોડું ચડી જાઈ એટ્લે જે દાળ અને ચોખા પલાળીને રાખેલા તે પાણી નાખીને તેમાં જ એડ કરી દેવા.

બીજું વધારાનું પાણી થોડું નાખવું. હવે તેમાં મીઠું, લાલ મરચું, અને ગરમ મસાલો નાખીને થોડું હલાવી લેવું.

હવે કુકરનું ઢાંકણું બંધ કરી મીડીયમ ગેસ ઉપર આની ચાર સીટી કરવી.

પછી ગેસ બંધ કરી થોડીવાર પછી ખીચડીને હલાવી લેવી.

હવે ખીચડી ને ગરમા ગરમ સર્વ કરો, આ ખીચડી ખાવામાં ખુબ જ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *