સ્વીટ કેરટ – કોકોનટ બોલ્સ – ગાજરનો હલવો તો બહુ ખાધો અને ખવડાવ્યો હવે બનાવો આ નવીન વાનગી…

ગાજર એ એક પ્રકારનું રુટ છે, જે પરફેક્ટ હેલ્થ ફુડ હોવાનું મનાય છે. ગાજર ખૂબજ પૌષ્ટિક છે. તેમાં સારા એવા પ્રમાણમાં બિટા કેરોટિન, ફાઇબર, વિટમિન કે 1, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેંટ્સ રહેલા છે.

તેમાં ઘણા હેલ્થ બેનીફીટ્સ રહેલા છે. જેવા કે તે વજન ઘટાડવા માટે ફ્રેંડલી ફૂડ છે, લો કોલેસ્ટરોલ અને આંખના આરોગ્યને સુધારે છે. કેંસરના જોખમને ઘટાડે છે.

ગજરમાં રહેલું પેક્ટીન દ્રાવ્ય ફ્ફાઇબર છે તે ખાંડ અને સ્ટાર્ચની પાચકતા ઘટાડીને બ્લડ સુગરનું સ્તર ઘટાડે છે. આંતરડાના રોગો નું જોખમ પણ ઓછું કરે કરે છે.

ગાજરમાં રહેલા સેલ્યુલોઝ, હેમિ સેલ્યુલોઝ અને લિગ્નીન અદ્રાવ્ય તંતુઓ છે. જે કબજિયાતનું જોખમ ઘટાડે છે. આ ઉપરાંત આ અને આવા હેલ્થ માટેના અનેક ફાયદાકારક સ્ત્રોત ધરાવતું ગાજર, કોઇ ને કોઇ સ્વરુપે આપણા ડાયેટ સાથે સંકળાયેલું હોવું જોઇએ.

મિત્રો, તેના માટે હું આજે બધા માટે ગાજર સાથે કોકોનટના કોમ્બિનેશન વાળી સ્વીટ રેસિપિ આપી રહી છું. મારી આ પર્ફેક્ટ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો અને બધાને ટેસ્ટ કરાવજો. તેમાં નેચરલ સ્વીટ્નેસ હોવાથી સુગરનો પણ ઓછો ઉપયોગ કરવો પડશે. તેથી આ સ્વીટ હોવા છતા પણ હેલ્થ માટે ખૂબ સારી છે.

સ્વીટ કેરટ – કોકોનટ બોલ્સ બનાવવા માટે ની સામગ્રી :

  • 500 ગ્રામ ગાજર – ખમણી લેવા
  • ½ કપ ડ્રાય કોકોનટનું છીણ
  • 3 ટેબલ સ્પુન સુગર ( જરુર મુજબ )
  • 2 ટેબલસ્પુન કાજુના મોટા ટુકડા
  • 2 ટેબલસ્પુન કીશમીશ
  • 10-12 પિસ્તાના સ્લિવર્સ
  • 2 ટેબલસ્પુન ઘી
  • 1 કપ -250 એમ. એલ. ફુલ ફેટ મિલ્ક
  • 2 ટેબલસ્પુન મિલ્ક પાવડર
  • ¾ ટી સ્પુન એલચી પાવડર

સ્વીટ કેરટ – કોકોનટ બોલ્સ બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ ડ્રાય કોકોનટ નું છીણ થીક બોટમ વાળા પેનમાં સ્લો ફ્લૈમ પર ડ્રાય રોસ્ટ કરો. બાઉલ કે પ્લેટમાં કાઢી લો જેથી વધારે પડતું રોસ્ટ થઇને કલર ડાર્ક ના થઇ જાય.

ત્યારબાદ નોન સ્ટીક કે થીક બોટમ્ડ પેન ગરમ મૂકી તેમાં 2 ટેબલ સ્પુન ઘી લ્યો.

હવે તેમાં ગાજર નું છીણ ઉમેરી મિક્સ કરો. 2-3 મિનિટ હલાવીને ઘી માં મિડિયમ ફ્લૈમ પર રોસ્ટ કરો.

ત્યારબાદ તેમાં 1 કપ ફુલફેટ ગરમ દૂધ ઉમેરી મિક્સ કરો.

ઢાંકીને ગાજરનું ખમણ દૂધમાંજ કૂક થવા દ્યો. વચ્ચે થોડા થોડા ટાઇમે મિશ્રણ હલાવતા રહો. ઉપર નીચે કરતા રહો, જેથી ગાજરનું બધુ જ ખમણ એકસરખું સરસ કૂક થઇ જાય.

હવે તેમાં કોકોનટ નું છીણ ઉમેરી મિક્સ કરી દ્યો.

બધું દૂધ મિશ્રણમાં સીજી જાય એટલે તેમાં 2 ટેબલસ્પુન કાજુના મોટા ટુકડા અને 2 ટેબલસ્પુન કીશમીશ ઉમેરી મિક્સ કરો. 1 મિનિટ કૂક કરી તેમાં 3 ટેબલ સપુન ( તમારા સ્વાદ મુજબ ) સુગર ઉમેરી મિક્સ કરો. ખાંડ નું પાણી થશે. તેમાં મિશ્રણ બરબર કૂક થાશે એટલે તેમાં સરસ સ્વીટનેસ આવી જશે.

હવે મિશ્રણમાં 2 ટેબલ સ્પુન મિલ્ક પાવડર ઉમેરો. મિક્સ કરો. ખાંડ નું થોડું પાણી હશે તે મિલ્ક પાવડરમાં એબ્સોર્બ થઇ જશે.

હવે 2-3 મિનિટ મિડિયમ ફ્લૈમ પર કૂક કરો જેથી કેરટ કોકોનટનું મિશ્રણ થોડું ટાઇટ થઇ પેન નું બોટમ અને સાઇડ્સ છોડવા લાગશે.

હવે તેમાં એલચી પાવડર ઉમેરી મિક્સ કરો. 1 મિનિટ કૂક કરો.

1 ટેબલસ્પુન ઘી ઉમેરો, હલાવી બરાબર મિક્સ કરી દ્યો. જેથી મિશ્રણમાં શાઇન આવી જશે.

ફ્લૈમ બંધ કરી મિશ્રણને પ્લેટમાં ટ્રાંસફર કરો, જેથી ઠરી જાય.

હવે તેના નાના બોલ્સ બનાવી લ્યો. તેને પેપર કપમાં મૂકી પિસ્તાના સ્લિવર્સ થી ગાર્નિશ કરો.

સ્વીટ કેરટ કોકોનટ બોલ્સ ગરમ કે ઠંડા સર્વ કરી શકાય છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *