સ્પેશિયલ સ્વીટ કોર્ન સૂપ વીથ ડિફરેન્ટ સ્ટાઇલ બનાવવાની પરફેક્ટ રેસિપી – Sweet Corn Soup

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “શિયાળું સ્પેશિયલ સ્વીટ કોર્ન સૂપ વીથ ડિફરેન્ટ સ્ટાઇલ” નામ સાંભળતા મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. આજે આપણે સ્પેશિયલ સ્વીટ કોર્ન સૂપ વિથ ડિફરેન્ટ સ્ટાઇલ બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું.તો ચાલો જોઈએ કેવી રીતે બનાવવું.

સામગ્રી

  • કોર્ન
  • કોર્ન ફ્લોર
  • સંચળ
  • લાલ મરચું
  • મરી પાવડર
  • કેપ્સિકમ
  • લીંબુ

રીત

1- સૌથી પહેલા એક કપ મકાઈ ના દાણા લઈશું.તેને સાફ કરી વૉસ કરી લીધા છે.હવે તેને કૂકર માં ત્રણ થી ચાર સીટી મારી ને કુક કરી લઈશું.હવે તેમાં થોડું પાણી નાખી લઈશું.

2- હવે તે જ પાણી આપણે સૂપ માં યુઝ કરીશું.હવે સીટી થઈ ગઈ છે તેને ચેક કરી લઈશું.હવે મકાઈ સોફ્ટ થઈ ગયા છે હવે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.

3- હવે સરસ ક્રશ થઈ ગયું છે હવે તેને કૂકર માં લઇ લઈશું.હવે તેમાં થોડું પાણી ઉમેરી શું.લગભગ દોઢ ગ્લાસ જેટલું.હવે તેને બૉઇલ કરવા મૂકીશું.હવે આપણે કોર્ન ફ્લોર ની પેસ્ટ બનાવી દઈશું.

4- હવે અડધી ચમચી કોર્ન ફ્લોર પાવડર લઈશું.હવે તેમાં થોડું પાણી એડ કરીશું.હવે સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે.હવે તે પેસ્ટ એડ કરીશું કૂકર માં.હવે બરાબર મિક્સ કરી લઈશું.

5- હવે અડધી વાડકી કેપ્સિકમ એડ કરીશું.હવે તેને પણ એડ કરીશું.કેપ્સિકમ ને વધારે કુક નથી કરવાનું ખાલી એક ઉભરો આવે એટલે બંધ કરી દઈશું.હવે સાઈડ માં મસાલા તૈયાર કરી લઈશું.

6- હવે એક ઉભરો આવી ગયો છે તો ગેસ બંધ કરી દઈશું.હવે સૂપ તૈયાર છે.હવે તેનો મસાલો જોઈશું.હવે અડધી ચમચી સંચળ લઈશું.ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું.અને ૧/૪ સ્પૂન મરી પાવડર એડ કરીશું.હવે તેને મિક્સ કરી લઈશું.હવે તેને સૂપ ઉપર ભભરાવી લઈશું.હવે તેને લીંબુ સાથે સર્વે કરીશું.તો તૈયાર છે કોર્ન સુપ.તો તમે ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *