ચોમાસા માં જો સ્વીટ કોર્ન સૂપ નથી બનાવ્યું તો આજે જ બનાવો ગરમાગરમ…

મીઠી મકાઇને છૂંદી તેમાં મેળવેલા રસાળ શાકભાજી આ સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપને ભપકાદાર બનાવે છે. એકવાર મકાઇ અને શાકભાજી તૈયાર થઇ જાય, તે પછી આ સૂપ ઝટપટ તૈયાર થઇ જશે. આ ચોમાસા માં જો સ્વીટ કોર્ન સૂપ નથી બનાવ્યું તો આજે બનાવી નાખો …

સામગ્રી :

 • – 2-3 બાફેલી મકાઈ
 • – 1/2 કેપ્સિકમ
 • – 3 ચમચી વટાણા
 • – મરચું ,આદુ અને લસણ ની પેસ્ટ
 • – 2 ચમચી ખાંડ
 • – મીઠું સ્વાદ મુજબ
 • – 1/2 ચમચી મરી પાઉડર
 • – 1 ચમચી કોર્ન ફ્લોર
 • – કોથમીર
 • – પાણી જરૂર મુજબ
 • – 1 ચમચી લીંબુ નો રસ

રીત

1..મકાઈ ને બાફી ને ક્રશ કરી લો. અને અડધી દાણા રહેવા દ્યો ...ેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં સમારેલા કેપ્સિકમ અને 3 ચમચી વટાણા ઉમેરી સાંતળી લો …તે પછી તેમાં મરચું ,આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો …

2..મકાઈ નાંખી દો. (બાફી ને ક્રશ અને દાણા ઉમેરી તેમાં જરૂર મુજબ પાણી નાખી દો તેમાં કોર્ન ફ્લોર,ખાંડ, મીઠું, મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો હવે થોડીવાર તેને ઉકળવા દો. એક બાઉલ માં લઇ તેમાં કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરો. તૈયાર છે ટેસ્ટી ગરમા ગરમ સ્વીટ કોર્ન સૂપ.અને છેલ્લે લીંબુ નો રસ ઉમેરવો …

આ ચોમાસા માં જો સ્વીટ કોર્ન સૂપ નથી બનાવ્યું તો આજે બનાવી નાખો …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *