તડકા દાલ અને જીરા રાઈસ – આ વિકેન્ડ પર ઘરે જ બનાવો બહાર ઢાબામાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી રેસીપી…

હેલો ફ્રેન્ડઝ, આજે હું તમને તડકા દાલ અને જીરા રાઈસ કેવી રીતે બને છે તે શીખવાડીશ, આપણે રોજ જમવા દાળ, ભાત ખીચડી કઢી બનાવતા જ હોઇએ છીએ, પરંતુ કયારેક કાઈ સ્વાદિષ્ટ અને ફુલ ફીલ થાય એવુ અને ઓછી મહેનતે કાંઇ બનાવવુ હોય તો આ તડકા દાલ અને જીરા રાઈસ બેસ્ટ ઓપ્શન છે.

આપણે ઘણી વખત ખીચડી કઢી બનાવતા જ હોઇએ છીએ પરંતુ ઘણા બાળકો આ ખીચડી કઢી ખાવાનુ પસંદ નથી કરતા, હા હોટલ ના તડકાદાલ અને જીરા રાઈસ પ્રેમ થી ખાઈ જતા હોય છે, મારા બાળકો ની હંમેશા ડિમાન્ડ હોય છે કે મમ્મી તુ હોટેલ જેવા જીરા રાઈસ અને તટકા દાલ બનાવ, હોટેલ જેવા બનાવીએ એટલે બાળકો અને મોટેરા પણ પ્રેમ થી ખાઈ જાય લે. આમ જોઈએ તો દરેક દાળ પ્રોટીન થી ભરપુર અને રાઇસ કાબૉહાઇડ્રેટ થી ભરપુર હોય છે. તો ચાલો પ્રોટીન અને કાબૉહાઇડ્રેટ થી ભરપુર એવા તડકા દાલ અને જીરા રાઈસ કેવી રીતે બને તે શીખવાડીશ. તો નોંધી લો સામગ્રી ….

*સામગ્રી —

*જીરા રાઈસ ની સામગ્રી —

*2કપ બાસમતી ચોખા (જુના)

*3 ટેબલસ્પૂન ઘી

*1ટેબલસ્પુન જીરૂ

*4 નંગ લવિંગ

*4 નંગ તજ ના ટુકડા

*2 નંગ તમાલ પત્ર

સ્વાદ અનુસાર મીઠું

*10-15 મીઠા લીમડાના પાન

*1 ટેબલસ્પૂન કસુરી મેથી

બારીક સમારેલી કોથમીર

* રીત —


*1– સૌ પ્રથમ બાસમતી ચોખા ને 2-3 પાણી થી ધોઇ લો.અને ચોખા ડુબે એટલુ પાણી નાખી ને 15 મિનિટ સુધી પલાળી દો.

*2– ત્યાર બાદ તેમા થોડુ વધારે પાણી ઉમેરીને તેમા તજ લવિંગ,મીઠુ અને તમાલ પત્ર નાખી ને ઉકળવા મૂકો. વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતાં રહેવુ પણ ધ્યાન રાખવું કે ચોખા ભાંગે નહીં,જરુર પડે તો તેમા થોડુ થોડુ પાણી ઉમેરતા જવુ અને તેને ઓવર કૂક ના થઈ જાય તેનુ નહીં તો રાઇસ છૂટા નહીં થાય, ત્યાર બાદ આ ચોખા રંધાય જાય એટલે તેને એક ચારણી મા કાઢી લો અને તેમા એક ગ્લાસ ઠંડુ પાણી રેડી દો જેથી તેની વરાળ નિકળી જાય અને તેની કુકીંગ પ્રોસેસ અટકી જાય. ઠંડા પડે એટલે તેમાંથી તજ લવિંગ અને તમાલ પત્ર કાઢી લો જેથી જમતી વખતે તે મોઢા મા ના આવે.


*3–એક વઘારીયા મા ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમા જીરૂ, અને લીમડા ના પાન નાખો.


*4– હવે આ તૈયાર કરવામાં આવેલા વઘાર ને ઓસાવેલા રાઈસ પર રેડી દો.


*3–ત્યાર બાદ તેના પર હાથે થી મસળી ને કસુરી મેથી અને કોથમીર થી ગારનીશ કરી લો. તૈયાર છે તમારા ગરમા ગરમ સ્વાદિષ્ટ ઘી અને જીરા ની સોડમ થી ભરપુર જીરા રાઈસ.

* તડકા દાલ બનાવવાની રીત —

*સામગ્રી —

*1 કપ મગ ની મોગર દાળ

*2 મિડિયમ સાઈઝ ના કાંદા લાંબા સમારેલા

*1/4 કપ દેશી ઘી

*1 ટેબલસ્પૂન જીરૂ

*10-15 મીઠા લીમડાના પાન

*1/2″ આદુ નો ટૂકડો

*3-4 લીલા મરચાં

*2-3 તમાલ પત્ર

*બારીક સમારેલી કોથમીર

*1ટેબલસ્પુન કસૂરી મેથી

*1/2 ટીસ્પૂન હળદર

*1ટીસ્પુન લાલ મરચાંનો નો પાવડર

*1ટીસ્પુન ગરમ મસાલો

*ચપટી હીંગ

*સ્વાદ અનુસાર મીઠું


*રીત —

1–સૌ પ્રથમ દાળ ને બે થી ત્રણ પાણી થી ધોઇ લો અને થોડું પાણી નાખી 10-15 મિનિટ માટે પલાડી દો.


2– ત્યાર બાદ તેને કુકર 3 ગણુ પાણી નાખી તેમા મીઠું અને હળદર નાખો અને 2-3 વ્હીસલ વગાડી ને બાફી લો .


3–હવે આ બાફેલી દાળ મા હળવે થી જેરણી ફેરવી દાળ ને એકરસ કરી લો. અને તેને ધીમા તાપે ઉકળવા મૂકો.

4–હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો, ગરમ થાય એટલે તેમા જીરૂ,તમાલપત્ર ,બારીક સમારેલા મરચાં અને આદુ, મીઠા લીમડાના પાન, અને બારિક સમારેલા કાંદા નાખી ને તેને સાંતળો.


5– કાંદા એકદમ બ્રાઉન રંગ ના થઈ જાય ત્યાં સુધી સાંતળો. ગેસ ની ફ્લેમ મિડિયમ રખવી.


6– કાંદા બ્રાઉન થાય એટલે તેમાં લાલ મરચું, ગરમ મસાલો, અને હળદર નાખો અને મિક્સ કરીને તે તૈયાર થયેલા વઘાર ને ઉકાળેલી દાળ પર રેડી દો, કોથમીર અને કસુરી મેથી ભભરાવી ને ગારનીશ કરી ગરમા ગરમ જીરા રાઈસ સાથે પીરસી દો.


*ધ્યાનમાં રાખવામાં આવતી બાબત —


બાસમતી ચોખા જુના જ લેવા કારણ કે જુના ચોખા રાંધવા થી તે એકદમ છૂટા થાય છે.

* ચોખા ને તપેલા મા છુટા જ રાંધવા ,કુકર મા નહીં.

* મે એકલી મગ ની મોગર દાળ લીધી છે તમે બધી મિકસ દાળ પણ લઈ શકો છો.

* દાળ જો કૂકર મા છુટી બાફવા મુકો તો તેમા ઉપર 2-3 ચમચી તેલ નાખવુ જે થી દાળ ઉભરાશે નહીં. સાથે ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી.

*દાળ ને એકરસ કરવા બ્લેનડર નો ઉપયોગ ના કરવો નહીં તો દાળ એકદમ ગ્રાઈન્ડ થઇ જશે.

મે મારા પરિવાર પ્રમાણે દાળ અને ચોખા નુ માપ લીધુ છે તમે તમારી જરૂરિયાત મુજબ માપ ઓછુ વધતુ કરી શકો છો.

તો ચાલો તમે બનાવો આ સન્ડે સ્પેશિયલ ઈઝી અને ટેસ્ટી જીરા રાઈસ અને દાલ ફ્રાય અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી.. અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં હો.

રસોઈની રાણી : અલ્કા જોષી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *