તલ શીંગદાણા ની સુખડી – નવરાત્રી સ્પેશિયલ વ્રત કે ઉપવાસમાં ખવાય એવી આ સુખડી જરૂરથી ટ્રાય કરો

તલ અને શીંગદાણા ની ફરાળી સુખડી:- નવરાત્રી સ્પેશિયલ વ્રત કે ઉપવાસમાં ખવાય એવી આ સુખડી જરૂરથી ટ્રાય કરો

• સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી તલ અને શીંગદાણા ની સુખડી બનાવીશ .અને નવરાત્રીના આ તહેવાર માં તમારા દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી માતાજીને પ્રાર્થના.તો આ સુખડી બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી જોઈશું. આ સુખડી ને માતાજીને પ્રસાદમાં પણ ધરાવી શકાય છે. તમે ઉપવાસમાં કે પછી કોઈપણ નાના મોટા પ્રસંગે બનાવી શકો છો. તો આ સુખડી એકદમ પોચી બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો ફટાફટ શીખી લઈએ તલ અને શીંગદાણા ની સુખડી.

Advertisement

• રેસીપીના બીજા નવા નવા વિડિયો જોવા માટે Prisha Tube ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો. અને આ રેસિપી નો વિડિઓ તમે અહીંયા જોઈ શકો છો.

Advertisement

સામગ્રી :-

  • • ૧ બાઉલ શેકેલા શીંગદાણા
  • • ૧ બાઉલ શેકેલા તલ
  • • ૧ બાઉલ ઘી
  • • ૧ મોટો બાઉલ સમારેલો ગોળ

રીત:-

Advertisement

• સ્ટેપ ૧:- સૌપ્રથમ શીંગદાણા અને તલને ગેસની ધીમી આંચ પર શેકી લેવા. આને ઠંડા થવા માટે મુકી દો.

• સ્ટેપ ૨:- શીંગદાણા ઠંડા થઈ જાય ત્યારે તેનાં પરનાં ફોતરાં કાઢી નાખવા. અને મિક્ષ્ચર જારમાં પહેલાં શીંગદાણા ને ક્રશ કરીશું. અને પછી તલ ને પણ ક્રશ કરી લો.

Advertisement

• સ્ટેપ ૩:-હવે એક મોટી કઢાઈમાં ઘી લઈને ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી તાવેતાથી સારી રીતે શેકી લેવું.

• સ્ટેપ ૪:- હવે ગોળ અને ઘી નો પાયો સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં ક્રશ કરેલા શીંગદાણા અને ક્રશ કરેલા તલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.અને ગેસ બંધ કરી દો.

Advertisement

• સ્ટેપ :-૫ હવે એક થાળીમાં ઘી લગાવી લો. અને સુખડી ને પાથરી દેવી.

• સ્ટેપ ૬:- હવે સુખડી ના પીસ કરીને સવૅ કરીશું .

Advertisement

તો વ્રત કે ઉપવાસ માટેની ફરાળી સુખડી તૈયાર છે.આઈહોપ મિત્રો તમને પણ મારી આ રેસિપી ગમી હશે.

નોંધ :-

Advertisement
  • • ગોળ અને ઘી ને તમે વધઘટ કરી શકો છો.
  • • શીંગદાણા અને તલને અધકચરા ક્રશ કરવા.
  • • શીંગદાણા અને તલને ગેસ ની ધીમી આંચ પર જ શેકવા.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *