તળ્યા વિના ઓછા ઘીમાં ગોળ ચુરમાના લાડુ – ઓછું ઘી યુઝ કરીને લાડુ સરસ લચપચતા કઈ રીતે બને જાણો…

મિત્રો, આજે હું તળ્યા વિના ઓછા ઘીમાં ગોળ ચુરમાના લાડુ બનાવવાની રેસિપી શેર કરું છે. આ રીતે લાડુ બનાવવા ખુબ જ સરળ છે તેમજ લાડુ એકદમ સોફ્ટ અને લચપચતા બને છે. સાથે એ પણ બતાવું છું કે ઓછું ઘી યુઝ કરીને લાડુ સરસ લચપચતા કઈ રીતે બને. તો ચાલો બતાવી દઉં લાડુ બનાવવાની રેસિપી

સામગ્રી :

Advertisement

Ø 1 કપ ઘઉંનો કરકરો લોટ

Ø 1/4 કપ બેસન

Advertisement

Ø 1 ટેબલ સ્પૂન રવો

Ø 100 ગ્રામ ગોળ

Advertisement

Ø 1 & 1/2 ટેબલ સ્પૂન તેલ

Ø 1 ટેબલ સ્પૂન કિસમિસ

Advertisement

Ø 1 ટેબલ સ્પૂન ડ્રાયફ્રૂટ્સ

Ø 2 ટેબલ સ્પૂન દૂધ

Advertisement

Ø 5 ટેબલ સ્પૂન ઘી

Ø 1 ટેબલ સ્પૂન ગુંદ

Advertisement

Ø 1 ટેબલ સ્પૂન ખસખસ

રીત :

Advertisement

1) એક મોટા બાઉલ કે કથરોટમાં ઘઉંનો લોટ, બેસન તેમજ રવો મિક્સ કરી લો. એકલા ઘઉંના લોટના લાડુ પણ બનાવી શકાય પરંતુ બેસન અને રવાથી લાડુનો ટેસ્ટ સરસ આવે છે.

Advertisement

2) મિક્સ કરી લીધા બાદ દોઢ ટેબલ સ્પૂન તેલથી મોણ આપો અને થોડું થોડું પાણી ઉમેરી ભાખરી બનાવીએ તેવો લોટ બાંધી લો.

Advertisement

3) લોટ બાંધી લીધા બાદ ભાખરી વણીને શેકી લો.

Advertisement

4) ભાખરી શેકી લીધા બાદ મિક્સરમાં ક્રશ કરી ઝીણું ચુરમુ તૈયાર કરી લો. ક્રશ કરી ચાળી લેવું જેથી મોટી કણી ના રહે.

Advertisement

5) ચુરમુ તૈયાર કરી તેમાં કિસમિસ તેમજ ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરી લો.

Advertisement

6) હવે દૂધને સહેજ હૂંફાળું ગરમ કરી તેમાં કોપરાનું ખમણ નાખી મૂકી રાખો. અને ગોળનો પાક લેવા કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.

Advertisement

7) ઘી ગરમ થઈ એટલે સૌ પ્રથમ ગુંદ ફ્રાય કરી લો. સ્ટવની ફ્લેમ સ્લો રાખવી. જો ગુંદ કાચો ભાવતો હોય તો તળવાની જરૂર નથી અથવા તો ગુંદ ન ભાવતો હોય તો ના નાખો તો પણ ચાલે. ગુંદ ફ્રાય કરીને ચુરમા સાથે જ કાઢી લેવો.

Advertisement

8) ગુંદ તળી લીધા બાદ ગોળ ઉમેરો અને સ્ટવની ફ્લેમ મીડીયમ કરી ગોળને.

Advertisement

9) ગોળ ઓગળી જાય અને બબલ્સ પડતા દેખાય એટલે સ્ટવ ઓફ કરી દો. પાક આકરો ના આવી જાય તેનું ધ્યાન રાખવું નહીતો લાડુ કડક થઈ જશે.

Advertisement

10) હવે ચુરમા સાથે પલાળેલું કોપરું દૂધ સાથે તેમજ ગોળનો પાક એડ કરી લો. થોડું મિક્સ કરી લો.

Advertisement

11) સહેજ ઠંડુ પડે એટલે હાથ વડે બરાબર મિક્સ કરી લો.

Advertisement

12) થોડું થોડું મિશ્રણ લઈ નાના નાના લાડુ વાળી લો, મોલ્ડ યુઝ કરી લાડુને મનગમતો શેઇપ પણ આપી શકાય. બધા જ લાડુ તૈયાર કરી ખસખસમાં રોલ કરી લો લાડુ સરસ ટેમ્પટિંગ લાગશે.

Advertisement

13) તો મિત્રો, તૈયાર છે આ તળ્યા વગર ઓછા ઘી-તેલમાં બનતા ચુરમાના લચપચતા લાડુ ખુબ જ સ્વાદિષ્ટ બને છે તો હવે જયારે લાડુ બનાવો ત્યારે આ રીતે ટ્રાય કરજો અને લાડુ બનાવવાની મારી આ રીત સારી લાગે તો મને કોમેન્ટ જરૂર કરજો અને હા મિત્રો નીચે આપેલ લિંક ખોલીને લાડુ બનાવવાની રેસિપીનો વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી તમારા લાડુ પણ પરફેક્ટ બને.

Advertisement

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો લિંક :

Advertisement

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *