ટામેટાં ની પ્યુરી ની સાચવણી – દરેક ગૃહિણીને ઉપયોગી એવી આ માહિતી તમારો સમય પણ બચાવશે…

રોજબરોજ ની ફાસ્ટ લાઈફ માં જ્યારે ટાઈમ ના હોય તો પણ આ પ્યુરી બહુ કામ આવે છે. અચાનક ગેસ્ટ આવે તો પણ પંજાબી સબ્જી બનાવામાં બહુ સરળ રહે છે.

જો આપણે ટામેટાં નું પ્યુરી બનાવી ને રાખી લઈએ તો એને આપણે પછી પણ શાક, દાળ, ગ્રેવી , પિઝા અને પાસ્તા માં ઉપયોગ માં લઇ શકીએ છે …ખાસ કરી ને ઉનાળા ની સિઝન માં.. બહુ જ સરળ રીત છે

Advertisement

ટામેટાં ની પ્યુરી ની સાચવણી

સામગ્રી:-

Advertisement

ટામેટાં

બરફ

Advertisement

પાણી

ચારણી

Advertisement

બાઉલ

બરફ ની ટ્રે

Advertisement

રીત:-


સૌ પ્રથમ ટામેટાં લો. અને ધોઈ ને ચોખ્ખા કરી લો. અને ઉંધી બાજુ એ + આકાર માં કટ કરો (ફોટો માં બતાવ્યા મુજબ)

Advertisement


એક મોટું વાસણ જેમાં ટામેટાં ડુબી શકે એમાં પોણા ભાગ નું પાણી ભરો અને ઉકળવા મુકો.


ઊકળે એટલે કટ મુકેલા ટામેટાં પાણી માં નાખો. 1 મિનીટ જેટલું ગરમ પાણી માં રહેવા દો. પછી એમાંથી નીકાળી ને બરફ ના ઠંડા પાણી માં નાખી દો. એમાં પણ એક મિનીટ રાખો ..

Advertisement


હવે ઠંડા પાણી માંથી નીકળી ને એની છાલ નીકાળી લો. પછી કટ કરી ને એને મિક્સર જાર માં નાખો.


આ ટામેટાં ને મિક્સર માં ક્રશ કર્યા બાદ મિડિયમ કાણા વાળી ચારણી માં ગાળી લો.

Advertisement


ટામેટાં પ્યુરી તૈયાર છે. આ પ્યુરી ને બરફ ની ટ્રે માં ભરી ને ફ્રીઝર માં મુકો.


12-15 કલાક બાદ ટ્રે નીકાળી ને ટામેટાં પ્યુરી ના કટકા નીકાળી લો.

Advertisement


આ ટામેટાં પ્યુરી ના કટકા ને ઝિપલોક બેગ માં અથવા એર ટાઈટ ડબ્બા માં ભરી દો. અને ફ્રીઝર માં મૂકી દો.


હવે જ્યારે જેટલા જોઈએ એટલા ફ્રીઝર માંથી નીકાળી ને ઉપયોગ માં લો.

Advertisement

નોંધ:-

ટામેટાં પોચા હોય એવા ના લેતા કડક લાલ હોય એવા પસંદ કરવા.

Advertisement

જેટલી જરૂર હોય એટલા જ ક્યુબ ફ્રીઝ માંથી બહાર કાઢવા.

કેમ કે એકવાર નીકળેલા ક્યુબ પાછા ફ્રીઝ માં નહીં મુકવા.

Advertisement

તમને બરફ ની ટ્રે માં ના મુકવા હોય તો નાની નાની વાડકી માં પણ મૂકી ને સેટ કરી શકો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *