ટામેટાંની પ્યુરીની સાચવણીની એકદમ સરળ રીત છે , વાંચો એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટાઓ સાથે..

ટામેટાંની પ્યુરીની સાચવણી

રોજબરોજની ફાસ્ટ લાઈફમાં જ્યારે ટાઈમના હોય તો પણ આ પ્યુરી બહુ કામ આવે છે.

અચાનક ગેસ્ટ આવે તો પણ પંજાબી સબ્જી બનાવામાં બહુ સરળ રહે છે. જો આપણે ટામેટાંનું પ્યુરી બનાવીને રાખી લઈએ તો એને આપણે પછી પણ શાક, દાળ, ગ્રેવી , પિઝા અને પાસ્તામાં ઉપયોગમાં લઇ શકીએ છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં.

બહુ જ સરળ રીત છે, ટામેટાંની પ્યુરીની સાચવણીની હો. તો  ચાલો આજે આપણે એ શીખીશું.

સામગ્રી:-

 • ટામેટાં,
 • બરફ,
 • પાણી,
 • ચારણી,
 • બાઉલ,
 • બરફની ટ્રે,

રીત:-

૧) સૌ પ્રથમ ટામેટાં લો. અને ધોઈ ને ચોખ્ખા કરી લો. અને ઉંધી બાજુ એ + આકારમાં કટ કરો (ફોટોમાં બતાવ્યા મુજબ)

૨) એક મોટું વાસણ જેમાં ટામેટાં ડુબી શકે એમાં પોણા ભાગનું પાણી ભરો ને ઉકળવા મુકો.

૩ ) ઊકળે એટલે કટ મુકેલા ટામેટાં પાણીમાં નાખો. 1 મિનીટ જેટલું ગરમ પાણીમાં રહેવા દો.

૪) પછી એમાંથી નીકાળીને બરફના ઠંડા પાણીમાં નાખી દો. એમાં પણ એક મિનીટ રાખો.


૫) હવે ઠંડા પાણીમાંથી નીકળીને એની છાલ નીકાળી લો.

૬) પછી કટ કરીને એને મિક્સર જારમાં નાખો.

૭) આ ટામેટાંને મિક્સરમાં કરો!

૮) ક્રશ કર્યા બાદ મિડિયમ કાણા વાળી ચારણીની મદદથી એક વાસણમાં ગાળી લો.

૯ ) ટામેટાં પ્યુરી તૈયાર છે. આ પ્યુરીને બરફની ટ્રે માં ભરીને ફ્રીઝરમાં મુકો.

૧૦) 12-15 કલાક બાદ ટ્રેમાંથી  ટામેટાં પ્યુરીના કટકા ટ્રેમાંથી બહાર હળવે હળવે કાઢી લેવાના છે.


આ ટામેટાં પ્યુરીના કટકાને ઝિપલોક બેગમાં અથવા એર ટાઈટ ડબ્બામાં ભરી દો. અને ફ્રીઝરમાં મૂકી દો.
હવે જ્યારે જેટલા જોઈએ એટલા ફ્રીઝરમાંથી નીકાળીને ઉપયોગમાં લો.

નોંધ:

 • ટામેટાં પોચા હોય એવા ના લેતા કડક લાલ હોય એવા પસંદ કરવા.
 • જેટલી જરૂર હોય એટલા જ ક્યુબ ફ્રીઝ માંથી બહાર કાઢવા.
 • કેમ કે એકવાર નીકળેલા ક્યુબ પાછા ફ્રીઝમાં નહીં મુકવા.
 • જો બરફની ટ્રેમાં ના મુકવા હોય તો નાની નાની વાડકીમાં પણ મૂકી ને સેટ કરી શકો.
 • રસોઈની રાણી: જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

  મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

  દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

  Join the discussion

  Your email address will not be published. Required fields are marked *