તરબૂજ ની છાલ ના કોફતા – મલાઈ કોફતા, દૂધી ના કોફતા તો ખાધા જ હશે હવે બનાવો આ નવીન કોફ્તા…

કેમ છો ફ્રેન્ડ્સ…

તમે બધાએ મલાઈ કોફતા, દૂધી ના કોફતા તો ખાદા જ હશે શુ તરબૂજ ના કોફતા ખાદા છે ? હા આજે હું તરબૂજ ના છીલકા માંથી કોફતા બનાવાની છું… બનાવા માં તો ખુપ સહેલા છે….બધા ઇનગ્રીડિયન્સ ઘરમાં જ મડી રે એવા જ છે..અને હા, આજે સરવિંગ પણ આપણે તરબૂજ માં કરવાના છે……

કોઈ પણ વાનગી બનાવી હોય તો સર્વિંગ એવું હોઉં જોઈએ કે જોઈને જ ટેસ્ટ કરવાનું મન થઈ જય તો આજે એવી જ વાનગી બનાવાંના છે જોઈ લો જલદીથી સામગ્રી :-

તરબૂજ ની છાલ ના કોફતા

  • ૧ કપ – તરબૂજ ના છીલકા નું છિણ
  • ૨ ચમચા – ચણાનો લોટ
  • અર્ધી ચમચી – લાલ મરચું
  • અર્ધી ચમચી – ધાણાજીરું
  • પા ચમચી – હળદર
  • ૧ ચમચી – ગરમ મસાલો
  • મીઠું સ્વાદપ્રમાણે
  • તેલ – તડવામાટે

ગ્રેવી માટે ની સામગ્રી :-

  • ૨ – ટામેટાની પેસ્ટ
  • ૧ – ડુંગળી ની પેસ્ટ
  • ૧ ચમચી – આદુ લસણ પેસ્ટ
  • ૧ ચમચી – લાલ મરચું
  • ૧ ચમચી – ધાણાજીરું
  • અર્ધી ચમચી – હળદર
  • અર્ધી ચમચી – ગરમમસાલો
  • અર્ધી ચમચી – કસૂરી મેથી
  • અર્ધી ચમચી – જીરું
  • ૬-૭ – કાજુ
  • ૧ -૧ તજ અને તમાલપત્ર
  • ૨ ચમચી – તેલ
  • મીઠું સ્વાદપ્રમાણે
  • પાણી – જરૂરમુજબ
  • કોથમરી ઉપર સજાવટ માટે

રીત :-

એક મિક્સર જાર માં ટામેટા અને કાજુ નાખી પેસ્ટ બનાવી.

છીણેલા તરબૂજ ના શીલકા ને એક સૂતી કપડામાં નાખી બધું પાણી કાઢી નાંખવુ.

કપડામાંથી છીણ કાઢી એક બાઉલ માં લેવું.

હવે કોફતા ની બધી સામગ્રી ભેગી કરી કોફતા વાળી લેવા.

કઢાઈમાં તેલ ગરમ મૂકવું પછી કોફતા ને ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

હવે કઢાઈમાં ૨ ચમચા તેલ રાખી બીજું તેલ કાઢી લેવું.હવે તેમાં જીરું ,તજ ,તમાલપત્ર ,નાખી તડવવા દેવું.

હવે ડુંગળી ની પેસ્ટ નાખી બ્રાઉન થાય ત્યાસુઉંધી શેકવી.પછી આદુ લસણની પેસ્ટ નાખી અર્ધો મિનિટ શેકવુ.

હળદર, લાલમરચુ ,ધાણાજીરું નાખી ધીમી આચપર અર્ધો મિનિટ શેકવું.

હવે ટામેટા અને કાજુ ની પેસ્ટ નાખી તેલ છોડે ત્યાંસુધી શેકવું.

હવે જોઈતા પ્રમાણ માં પાણી નાખી મિક્સ કરવું.હવે તેમાં મીઠું નાખી દસ મિનિટ ઉકળવા દેવું.

હવે તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખી ૨ મિનિટ થવા દેવું. પછી ગ્યાસ બંદ કરી દેવું.

કોથમરી નાખી મિક્સ કરવું. હવે તેમાં કોફતા નાખી મિક્સ કરી દેવું. અને સર્વિંગ બાઉલ માં કાઢી સર્વ કરવું.

ગરમાગરમ તરબૂજ ના છીલકા ના કોફતા તૈયાર છે .

તમે તેને રોટી, નાન, પરાઠા, રાઈસ પુરી બધા સાથે સર્વ કરી શકો છો …..

સર્વિંગ માટે મેં આખા તરબૂજ ના બે ભાગ કરી એક ભાગ માંથી તરબૂજ કાઢી તેને ચપ્પુ થી ડિઝાઇન કરી એમાં જ કોફતા સર્વ કર્યા છે…અને બીજા પાર્ટ માથી કોફતા બનાવ્યા છે…તો છે ને મજા નું …તરબૂજ તો ખવાયી ગયુ પણ સાથે તેનો વેસ્ટ પાર્ટ પણ વપરાઈ ગયો….

તો આને કહેવાય “વેસ્ટ માંથી બેસ્ટ ”

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *