તવા ઢોકળા – હવે જયારે ઢોકળા બનાવો તો આ રીતે બનાવજો, ઘરમાં બધાને પસંદ આવશે.

તવા ઢોકળા

ઢોકળા એટલે અપડા ગુજરાતી ઓ ની જમવાની ઓળખાણ આપતી સ્પેશિયલ વાનગી. ઢોકળા તો અપડને બધા ને ભાવે છે. અને અપડે તેને ઢોકડીયા માં બનાવીએ છે. પરંતુ આજે હું લાઇ ને આવી છું તે જ ઢોકળા તાવા પર બનાવવની એક રીત. જેને અપડે ટમેટો સોસ, લસણ ની ચટણી જોડે ખાઈ શકીએ છે…

સામગ્રી:

ખીરું બનાવવા માટેની સામગ્રી:

૧ ગ્લાસ છાસ,

૧ વાડકો ચોખા નો જાડો લોટ,

૧/૨ વાડકો ચણા ની દાળ નો જાડો લોટ,

૧/૨ ચમચી સાજી ના ફૂલ,

૧/૨ ચમચી હળદલ,

૧ ચમચી નમક,

૧ ચમચો તેલ.

ઢોકળા બનાવવા માટે ની સામગ્રી:

૧ નંગ ટમેટુ,

૧ નંગ ડુંગળી,

૨ નંગ મરચા,

૩ નંગ લીલું લસણ,

થોડી કોથમરી,

તેલ,

મરચું પાઉડર.

રીત:

સૌપ્રથમ અપડે તાવા ઢોકળા માટેનું ખીરું તૈયાર કરીશુ તેના માટે એક બાઉલ માં છાસ, ચોખા નો જાડો લોટ, ચણા ની દાળ નો લોટ, નમક અને હળદલ ને ઉમેરી પ્રોપર મિક્સ કરી . એક રાત સુધી આથો આવવા મટે મૂકી દો

હવે તેમાં ઢોકળા કરવાના હોય ત્યારે તેમાં સજી ના ફૂલ ઉમેરો

ત્યાર બાદ તેલ ગરમ કરી ઉમેરી પ્રોપર મિક્સ કરી દો

અને ખીરું એકદમ તૈયાર છે ઢોકળા બનાવવા માટે…


હવે અપડે તાવા ઢોકળા બનાવવા માટે લાઈસુ ટમેટા, ડુંગળી, લસણ, કોથમરી અને મરચા લાઈસુ

હવે તવા ઢોકળા માટે એક પેન ગરમ કરો. ગરમ થઈ ગયા બાદ તેમાં તૈયાર કરેલું ખીરુ પાથરી દો.

હવે તે પાથરેલા ખીરા ઉપર ડુંગળી, ટામેટા, લસણ, અને લોથમરી ને પથરી લો અને તેલ મૂકી તેને પ્રોપર શેકાવા દો

હવે તેને બીજી બાજુ ફેરવી શેકવા દો. જેથી તે કાચું ના રહી જાય

હવે તેને બને બાજુ સેકી લઇ તૈયાર છે તવા ઢોકળા

જેને અપડે ટામેટો સોસ જોડે સર્વ કરો

નોંધ:

આવી જ રીતે અપડે ઢોકડીયા માં પણ રેગુલર ની જેમ ઢોકળા બનાવી શકીએ છે. જેને અપડે લસણ ની ચટણી તેમજ તેલ જોડે પણ ખાઈ શકીએ છીયે

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *