તવા પુલાવ – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ મસાલેદાર તવા પુલાવ હવે શીખો વિડિઓ રેસિપી દ્વારા.

મિત્રો, આજે હું ફેમસ સ્ટ્રીટ ફૂડ તવા પુલાવ બનાવવાની રેસિપી શેર કરું છું. આમ તો પુલાવ ઘરમાં બનાવતા જ હોઈએ છીએ પરંતુ તવા પુલાવ લગભગ બહુ ઓછા લોકો બનાવતા હશે. કારણ કે તવા પુલાવ નામ સાંભળતા જ થોડું અટપટું લાગે કે પુલાવ વળી તવા પર કઈ રીતે મેનેજ કરવા. પણ એ વાત પાક્કી છે કે આ તવા પુલાવ હોય છે બહુ ટેસ્ટી તેથી જ તો તવા પુલાવ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તો આજે આ રેસિપી જોઈને તમને પણ થશે કે તવા પુલાવ બનાવવા તો બહુ સરળ છે તો ટિપિકલ સ્ટ્રીટ ફૂડ જેવા જ સ્પાઈસી અને ટેસ્ટી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો જોઈ લઈએ તવા પુલાવ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી.

સામગ્રી :

 • Ø 3 કપ રાંધેલા ભાત
 • Ø 1/4 કપ બારીક ચોપ કરેલા ગાજર
 • Ø 1/4 કપ બારીક ચોપ કરેલા કેપ્સિકમ
 • Ø 1/4 કપ બારીક ચોપ કરેલા લીલા વટાણા
 • Ø 1 બાફેલું બટેટું
 • Ø 1 કપ બારીક કાપેલા ટમેટા
 • Ø 1 કપ કાતરીમાં કાપેલા કાંદા
 • Ø 1/2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
 • Ø 1/2 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ
 • Ø 1/2 કપ તાજા કોથમીર
 • Ø લીલું મરચું
 • Ø 1/4 ટેબલ સ્પૂન હળદર પાવડર
 • Ø 1 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો
 • Ø 1 ટેબલ સ્પૂન લાલ મરચું
 • Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું
 • Ø 1/2 ટેબલ સ્પૂન લીંબુનો રસ
 • Ø 1 & 1/2 ટેબલ સ્પૂન બટર
 • Ø સૂકું લાલ મરચું, તમાલપત્ર, લવિંગ
 • Ø મીઠું સ્વાદ અનુસાર
 • Ø 1 ટેબલ સ્પૂન તેલ

રીત :

1) સૌ પ્રથમ મોટા તવા પર દોઢ ટેબલ સ્પૂન બટર તેમજ એક ટેબલ સ્પૂન તેલ એડ કરો. મસાલા દાઝે નહિ તે માટે બટર સાથે તેલ એડ કરેલું છે તમે ખાલી બટર લઈ શકો છો.

2) ત્યાર બાદ તેમાં સૂકું મરચું, તમાલપત્ર અને લવિંગ એડ કરો, લવિંગને તોડીને એડ કરવા જેથી સરસ ફ્લેવર આવે.

3) પછી કાંદા એડ કરો, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દો. આ કાંદા હળવા બદામી કલરના થાય ત્યાં સુધી કાંદાને સાંતળો.

4) કાંદા ટ્રાન્સ્પરેન્ટ થાય એટલે લસણ, આદુની પેસ્ટ તેમજ લીલું મરચું એડ કરી દો અને ફરી સાંતળી લો જેથી લસણની કચાચ દૂર થાય.

5) કાંદા, લસણ અને આદુ સાંતળાઈ જતા કેપ્સિકમ, ગાજર તેમજ બાફેલા વટાણા એડ કરો. બરાબર મિક્સ કરી લો અને ઢાંકણ ઢાંકીને બધું ચડવા દો.

6) ગાજર, કેપ્સિકમ તેમજ વટાણા ચડી જતા તેમાં હળદર તેમજ પાવભાજી મસાલો એડ કરો. બહાર લારી પર જે પુલાવ મળે છે તેમાં પાવભાજી મસાલો એડ કરવામાં આવે છે જેથી પુલાવ સ્પાઈસી તેમજ ટેસ્ટી બને છે. બરાબર મિક્સ કરી લો.

7) મિક્સ કરી લીધા બાદ બારીક કાપેલા ટમેટા તેમજ એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરો, મિક્સ કરી લો તેમજ ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.

8) ટમેટા સોફ્ટ પડતા તેમાં બાફેલા બટેટા, ધાણાજીરું અને લીંબુનો રસ એડ કરો અને ફરી મિક્સ કરી લો.

9) મિક્સ કરી લીધા બાદ તેમાં રાંધેલા ભાત કરી દો, સાથે તાજા કોથમીર પણ એડ કરી લો. બરાબર મિક્સ કરી લો અને સ્ટવની ફ્લેમ ઓફ કરી લો.

10) તો મિત્રો તૈયાર છે ચટપટા અને સ્પાઈસી એવા તવા પુલાવ, ખુબ જ ટેસ્ટી બને છે તો એકવાર તો જરૂરથી બનાવજો અને હા મિત્રો બનાવતા પહેલા એકવાર વિડીયો જરૂર જોઈ લેજો જેથી બનાવવામાં સરળતા રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો લિંક :

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *