ટેન્ડર કોકોનટ કલાકંદ – મીઠાઈ ખાવાના શોખીન મિત્રો માટે ખાસ, સરળ અને પરફેક્ટ બંગાળી મીઠાઈ કેવીરીતે બનાવશો…

હેલો ફ્રેન્ડ્સ આજ હું લાવી છું એક બંગાળી મીઠાઈ ની રેસિપી .બંગાળી મીઠાઈ બધા ને ખુબ જ બાવતી હોય છે જેમાં રસગુલ્લા અંગુર રબડી ,કલાકંદ કલાકંદ જેવી મીઠાઈ ખુબ જ પ્રખ્યાત છે આપણે હંમેશા વારે તહેવારે બંગાળી મીઠાઈ બજાર માંથી તૈયાર લાવતા હોઈએ છીએ,

પરંતુ આજ હું આ કલાકંદ ઘરે કેવી રીતે બને તે શીખવાડીશ કલાકંદ બનાવવું ખુબ જ સરળ છે તેને બનાવતા પણ ખુબ ઓછો સમય લાગે છે અને સ્વાદ તો પૂછો જ નહિ મોઢા માં મુક્ત જ ઓગળી જાય એવો આ કલાકંદ ને એક અનોખો સ્વાદ અને સોડમ આપ્વા માટે તેમાં મેં લીલા નાળિયેર ની મલાઈ નો ઉપયોગ કર્યો છે તો ચાલો આજ આ ટેન્ડર કોકોનટ કલાકંદ કેવી રીતે બને તે જોયે અને તે બનાવવા માટે સુ સામગ્રી જોશે તે નોંધી લો.

સામગ્રી–

* 1/2 લીટર ફૂલ ક્રીમ વાળું દૂધ

*1 કપ તાજા લીલા નાળિયેર ની મલાઈ

*1/2 દહીં

* 1/2 કપ ખાંડ

*1/2 કપ મિલ્ક પાવડર

*બદામ પિસ્તા ની કાતરી

રીત–


1– સૌ પ્રથમ લીલા નાળિયેર ની મલાઈ ને વેજીટેબલ ચોપર ની મદદ વડે અધકચરી ક્રશ કરી લો અને તેને થોડી વાર માટે ફ્રીજ મા મૂકી દો .


2— ત્યાર બાદ ગેસ પર એક હેવી બોટમ વાળા વાસણ મા દુધ ઉકળવા મૂકો તે ઉકળવા ની શરૂઆત થઈ જાયએટલે તેમાં દહીં ઉમેરો અને તેને સતત હલાવતાં રહો.તેમાથી પનીર છૂટ પડી જાય ત્યા સુધી તેને સતત હલાવતાં રહેવુ પનીર માથી એકસ્ટ્રા પાણી નિતારી લો .


3– ફરી એક વાર હેવી બોટમ વાળા વાસણ મા પનીર ઉમેરો, તેમાથી વધારા નૂ પાણી બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ફરી વખત તેને સતત હલાવતાં રહેવુ.


4– ખાંડ ઓગળી ને એની ચાસણી બની જાય એટલે તેને ફટાફટ ઘટૃ કરવા માટે તેમા મિલ્ક પાવડર ઉમેરી ને તેને બરાબર મિક્સ કરી લો અને તે એકદમ ઘટૃ લચકા જેવુ થઇ જાય ત્યાં સુધી હલાવવુ.આ પ્રક્રિયા ખુબ ધીમા ગેસ પર કરવી જેથી તળિયા મા ચીપકે નહીં.


5– ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી નાળિયેર ની મલાઈ ઉમેરો અને તેને હળવા હાથે મિક્સ કરી લો અને તેને 2-3 મિનિટ સુધી ગેસ પર જ સતત હલાવતાં રહેવુ ,ત્યાર બાદ ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લો,


6– ત્યાર બાદ એક મોલ્ડ મા બટર પેપર લગાવી તેના ઉપર બદામ પિસ્તા ની કાતરી ભભરાવો અને તેના પર તૈયાર કરેલુ કલાકંદ નુ મિશ્રણ પાથરો તેને બરાબર સેટ કરી ને 2-3 કલાક માટે ફ્રીજ મા મૂકી દો જેથી તે સરસ રીતે સેટ થઇ જશે ,


3– 2-3 કલાક બાદ તેને ફ્રીજ માથી બહાર કાઢી લો અને તેને એક પ્લેટ મા ઉંધુ કરી ને અન મોલ્ડ કરી લો અને તેના નાના નાના પીસ કરી લો
તૈયાર છે સોફટ અને સ્વાદિષ્ટ ટેન્ડર કોકોનટ કલાકંદ તેને ઠંડુ જ સવૅ કરો.


તો ચાલો ફ્રેન્ડઝ તમે બનાવો આ સ્વાદિષ્ટ અને યમમમમી ટેન્ડર કોકોનટ કલાકંદ અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં

મારી આ રેસીપી નો વીડિયો જોવા માટે સાથે આપેલી લિંક કલીક કરો રેસીપી પસંદ આવે તો મારી ચેનલ સબસક્રાઈબ જરુર કરજો આભાર.


રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *