ઠંડાઈ મસાલો – હવે આ મસાલાના ઉપયોગથી ફટાફટ બનાવો ઠંડાઈ…

Happy Holi everyone … હોળી નું નામ પડતાં જ આપણા મનમાં રંગબેરંગી કલર, મિત્રો સાથે ની મોજ મસ્તી, જાત જાત ના પકવાન અને એકદમ ઠંડી એવી ઠંડાઈ નુ ચિત્ર સ્વાભાવિક પણે આવી જશે. મિત્રો હોળીને હવે બહુ દિવસો બાકી નથી તમે પણ હોળી ની તૈયારી કરી લીધી હશે .. જો ના કરી હોય તો છેલ્લી ઘડીએ ફટાફટ રેડી થઈ જાય એવો આજે આપણે ઠંડાઈ નો મસાલો જોઈશું..ખાલી ૨ મિનિટ માં તો ઠંડાઈ તૈયાર થઇ જશે કયોય પણ મેહનત વગર. તો જાણી લો કેવી રીતે બને છે આ ઠંડાઈ મસાલો.

આ ઠંડાઈ મસાલો આપ આખુ વર્ષ ફ્રીઝમા સ્ટોર કરી શકો છો , મતલબ ખાલી હોળી માં જ નહીં , આખું વર્ષ આપ આ ઠંડાઈ ની મોજ માણી શકશો. આ ઠંડાઈ સ્વાદ માં તો ઉત્તમ છે જ પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ એટલું જ લાભદાયી છ. ઠંડાઈમાં વપરાતો દરેક મસાલો આપણા શરીરને પૂરતી ઊર્જા તથા શરીરને એક ઠંડક પ્રદાન કરે છે. અહીં બતાવેલ ઠંડાઈ મસાલાની રીત માં મેં કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ કે કલરનો ઉપયોગ કરેલ નથી…

સામગ્રી

  • – 1/2 કપ બદામ
  • – 10 નગ કાજુ
  • – 1 ચમચી મગજતરી ના બીજ
  • – 1/2 ચમચી મરી
  • – 3 મોટી ચમચી વરીયાળી
  • – 4 મોટી ચમચી ખડી સાકાર
  • – 1/2 ચમચી કેસર ના તાંતણા
  • – 1/2 કપ સુકવેલ ગુલાબ ની પાંદડી (optinal )

રીત

સ્ટેપ :1

મસાલો બનાવતા પહેલા અમુક સામગ્રીને એકદમ બારીક ક્રશ કરી લેવાની છે ..એ માટે આપણે સૌ પ્રથમ મિક્સર જાર માં બધી વસ્તુઓ લઇ લેવા ની છે .મેં આખી સાકરને થોડી ભાગી પછી લીધી છે .

સ્ટેપ :2

ઈલાયચી, મરી , વરિયાળી, બદામ ,પિસ્તા ,મગજતરી ના બીજ , કાજુ, ગુલાબની પાંખડી , કેસર બધું હવે મિક્સર જારમાં જ મિક્સ કરી એકદમ ઝીણું વાટી લો.અને છેલ્લે સાકાર ઉમેરી છે .તમે ખાંડ પણ લઇ શકો છો .

સ્ટેપ :3

હવે આ વાટેલા પાવડરને જીણી ચાયણી વડે ચાળી લેવું લીધા બાદ જે પણ ભૂકો વધે એને ફરી મિક્સરમાં નાખીને ઝીણું વાટી લો..આ પ્રોસેસ આપ એકથી બે વાર કરી શકો છો .સૌથી છેલ્લે જે પણ થોડો ભાગ વધે એને સાઈડ પર રાખી દો અને આ મસાલા ઉમેરવાનો નથી.તમે આ પાવડર ને ગરમ દૂધ માં ઉકાળી ઠંડુ કરી સર્વ કરવું .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *