ઉનાળું સ્પેશિયલ ઠંડુ ઠંડુ લેમન સ્ક્વોશ બનાવવાની રીત…

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ ઠંડુ ઠંડુ લેમન સ્ક્વોશ બનાવવાની રીત જોઈશું આપણ ને ઉનાળા માં કઈક ઠંડુ મળી જાય તો પીવાની મજા પડી જતી હોય છે આને આપણે ત્રણ અલગ અલગ શરબત બનાવીશું એક છે લીંબુ પાણી,બીજું આદુ લીંબુ પાણી અને ત્રીજું મસાલા સોડા આ બધા શરબત બનાવવા માટે લેમન સ્ક્વોશ રેડી રાખીશું.જેથી નાના બાળકો ને ઉનાળા માં ફટાફટ બનાવી ને આપી શકો છો.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • લીંબુ નો રસ
  • જીરા પાવડર
  • આઈસ ક્યૂબ
  • જલજીરા પાવડર
  • સંચળ પાવડર
  • ખાંડ

રીત

1- સૌથી પહેલા આપણે એક પેન માં એક કપ ખાંડ લઈશું, જો એક કપ ખાંડ હોય તો અડધો કપ પાણી લેવાનું તે એમાં એડ કરી લઈશું આની આપણે એક તાર ની ચાસણી બનાવી લઈશું.

2- આપણે બહાર થી રેડી મેડ લેમન સ્ક્વાશ લાવીએ એના કરતાં આપણે ઘરે બનાવીએ તો બહુ ઇઝીલી બની જાય છે આને ફ્રીઝ માં ત્રણ થી ચાર મહિના આરામ થી રાખી શકો છો અને ઘરે બનાવેલું છે એટલે સારું સચવાશે.

3- આમાં કોઈ મિક્સિંગ નઈ હોય અને આમાં કોઈ કલર પણ યુઝ નથી કરવાનો,ઉનાળા માં તમને ચા કે કોફી પીવાની ઈચ્છા નઈ થાય ત્યારે તમે આ લેમન સ્કવોશ બનાવેલું હશે ત્યારે આ લીંબુ શરબત બનાવી શકો છો.

4- આજે આપણે ત્રણ ટાઇપ ના વેરીએસન બનાવીશું જેમાં એક હશે નોર્મલ લીંબુ શરબત,બીજું આદુ લીંબુ શરબત અને ત્રીજું મસાલા સોડા,આ સ્કવાશ નો ત્રણેય માં આપણે યુઝ કરીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે.

5- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ એક તાર ની ચાસણી થઈ ગઈ છે હવે આને ઠંડુ પડવા દઈશું પછી આમાં લેમન જ્યુસ ને બધું મિક્સ કરીશું હવે આ સુગર સીરપ ઠંડુ થઈ ગયું છે સરસ ચાસણી રેડી થઈ ગઈ છે આ ઠંડુ થાય એટલે તેમાં લેમન જ્યુસ એડ કરવાનું છે.

6- આ ગરમ ગરમ માં નથી એડ કરવાનું,હવે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો તેમાં હવે અડધો કપ લેમન જ્યુસ એડ કરીશું જ્યારે તમે લેમન ને નીચોવો ત્યારે એકદમ છેક સુધી ના નીચોવતા નઈ તો થોડો કડવો ટેસ્ટ આવી જશે હવે આમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું.

7- હવે આને એકવાર હલાવી લઈશું હવે રેડી છે લેમન સ્કવોશ. આને તમે કોઈ પણ સ્ટરીલાઇઝ બોટલ માં ભરી ને ફ્રીઝર માં મૂકી દો આને ત્રણ થી ચાર મહિના સુધી કઈ જ નઈ થાય, સૌથી પહેલા નોર્મલ લીંબુ નો શરબત બનાવીશું.

8- હવે તેના માટે એક ગ્લાસ માં જે આપણે લેમન સ્કવાશ બે ચમચી લઈશું હવે તેમાં થોડા આઈસ ક્યૂબ એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જીરૂ પાવડર એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું હવે બરાબર મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે ઠંડુ પાણી એડ કરીશું.

9- હવે તેને એક વાર હલાવી લઈશું હવે રેડી છે નોર્મલ લીંબુ શરબત,હવે આપણે બનાવીશું આદુ લીંબુ શરબત તો તેના માટે એક ગ્લાસ માં બે ચમચી લેમન સ્ક્વાશ લઈશું હવે આદુ ને એક મિક્સર જારમાં ક્રશ કરી ને તેનો જ્યુસ કાઢી લેવાનો હવે તેમાં એક મોટી ચમચી આદુ નો રસ નાખીશું.

10- હવે તેમાં થોડા આઈસ ક્યૂબ એડ કરીશું હવે તેમાં ઠંડુ પાણી એડ કરી લઈશું હવે એકવાર હલાવી લઈશું તમે જોયું ને લેમન સ્ક્વાશ રેડી હોય તો કેટલું ફટાફટ બની જાય છે હવે આ આદુ શરબત રેડી છે હવે મસાલા સોડા બનાવીશું.

11- હવે એક ગ્લાસ માં બે ચમચી લેમન સ્ક્વાશ લઈશું હવે તેમાં આપણે અડધી ચમચી જલજીરા પાવડર લઈશું હવે તેને બરાબર મિક્સ કરી લઈશું હવે તેમાં થોડા આઈસ ક્યૂબ એડ કરીશું હવે તેમાં સોડા વોટર એડ કરીશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મસાલા સોડા રેડી છે તો આ ઉનાળા તમે ચોક્કસ થી બનાવજો અને ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *