થોડા જ સમયમાં બની જતાં ડુંગળીના સ્વાદિષ્ટ ભજીયા…

તમારે બટાટા વડા બનાવવા હોય તો બટાટા બાફવા પડે અરે બટાટાના પતીકડાના ભજીયા બનાવવા હોય તો પણ તમારે પતિકડાને વરાળ આપવી પડે. મેથીના ગોટામાં પણ મેથી વીણીને સુધારવી પડે અને પછી છેક તમે ભજીયાનો સ્વાદ માણી શકો. પણ આજની આપણી ડુંગળીના ભજીયાની રેસીપી તદ્દન સરળ અને ખુબજ ઝડપી છે. તો નોંધી લો ડુંગળીના ભજીયાની રેસીપી.

ડુંગળીના ભજીયા બનાવવા માટે સામગ્રી

1 કપ ચણાનો લોટ

3 નંગ મોટી સાંઇઝની ડુંગળી

2 ચમચી જીણી સમારેલી કોથમીર

1 લીંલું મરચું જીણું સમારેલું

1 ચમચી ધાણાજીરુ પાઉડર

½ ચમચી લાલ મરચુ પાઉડર

½ ચમચી ગરમ મસાલા પાઉડર

½ ચમચી હળદર

સ્વાદ અનુસાર મીઠુ

ડુંગળીના ભજીયા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક મોટો બોલ લેવો તેમાં સમારેલી ડુંગળી લેવી.

હવે તેમાં સ્વાદ અનુસાર મીઠુ લેવું અને તેને હાથેથી ડુંગળીમાં બરાબર મીક્સ કરીને ડુંગળીને છુટ્ટી કરી લેવી. તમે હળવા હાથે મસળી પણ શકો છો.

હવે તેમાં બધા મસાલા એટલે કે લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો, ધાણાજીરુ પાઉડર, લીલા મરચા, હળદર એડ કરવા

હવે તેને ફરી હાથેથી બરાબર મીક્સ કરી લેવું. ધીમે ધીમે તેમાંતી પાણીથી છૂટવા લાગશે. હવે તેમાં જીણી સમારેલી કોથમીર એડ કરવી અને તેને પણ હાથેથી બરાબર મીક્સ કરી લેવી.

હવે આ મિશ્રણમાં ચણાનો લોટ થોડો થોડો એડ કરતાં જવો અને તેને હાથેથી મીક્સ કરતા જવું.

બરાબરમ મીક્સ થઈ જાય એટલે તેમાં એક-એક ચમચી પાણી એડ કરીને ઘાટી કન્સીસ્ટન્ટી વાળુ ખીરુ બનાવવું. પાણી જરા પણ વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું.

હવે તેલ ગરમ કરવા માટે મુકી દેવું.

હવે તેમાં ધીમે ધીમે ડુંગળીનું જે બેટર તૈયાર કર્યું છે તેને હાથેથી નાની નાની સાઇઝના ભજીયા તેલમાં પાડવા.

અહીં ભજીયા તળતી વખેત ગેસ ફૂલ રાખવાનો છે. કારણ કે તેમ નહીં કરવાથી તેલ ભજીયામાં ભરાઈ જશે. અને ખાવામાં મજા નહીં પડે.

પણ ફુલ ગેસ પર ભજીયાને એકધારા હલાવતા રહેવાનું છે જેથી કરીને તે બળે નહીં.

હવે તે લાઇટ બ્રાઉન રંગના થાય એટલે તેને બહાર કાઢી લેવા.

તો તૈયાર છે ડુંગળીના ભજીયા. તેને તમે તળેલા મરચા અને ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

ડુંગળીના ભજીયા બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *