વર્કિંગ વુમન સ્પેશિયલ બ્રેકફાસ્ટ બેસ્ટ ઓપ્સન તેમજ હેલ્ધી ટિફિન સ્નેક્સ માટેની પરફેક્ટ સિક્રેટ ટિપ્સ

આજે આપણે વર્કિંગ વુમન સ્પેશ્યલ બ્રેકફાસ્ટ બેસ્ટ ઓપ્શન તેમજ હેલ્ધી ટિફિન સ્નેક્સ માટેની પરફેક્ટ સીક્રેટ ટિપ્સ જોઈશું.

1- જ્યારે જે પોતે વર્કિંગ છે અને તેમના પતિ નું અને તેમના બાળકો નું બધાના ડબ્બા પણ તેમને ભરવાના છે.તો તે કઈ રીતે મેનેજ કરી શકે.તો જે વર્કિંગ છે તે કઈ રીતે કરી શકે. જ્યારે કોઈ એવો બ્રેકફાસ્ટ બનાવે કે તેની જોડે લઈ જઈ શકે. જ્યારે તે બહાર નીકળે ત્યારે હું જોડે જોડે કે ગાળી માં જતાં હોય કે ડ્રાઇવ કરતા હોય તો પણ ખાઈ શકે.અથવા તો ઓફીસ માં બેસી ને પણ ખાઈ શકે.

તેની પાચ મિનિટ એવી મળે અને તે બ્રેક ફાસ્ટ લઇ શકે. તો તેના માટે બેસ્ટ ઓપ્શન છે થેપલા, ભાખરી ધારો કે તમે બહાર નીકળ્યા તો હાથમાં બે ભાખરી લઈ લીધી અને તમે મસાલા ભાખરી એવી રીત ની ભાખરી બનાવો કે તમને તરત જ ડ્રાય ખાવા માં પણ પ્રોબ્લેમ ના આવે.એવી રીતે થેપલા પણ છૂંદો લગાવી દો. અથવા તો મસાલો છાંટી લો. થેપલા તમે તે રીતે ખાઈ શકો છો. તેના સિવાય આ બે વસ્તુ એવી છે કે તમે બાળકોને પણ નાસ્તામાં આપી શકો છો.

2- ભાખરી માં તમે અલગ-અલગ વેરિએશન કરી શકો છો. અલગ-અલગ અનાજ પણ લઈ શકો છો. એટલે કે બાજરો છે,એ રીતે તમે લોટ દરાવી ને રાખી શકો છો.તેમાંથી તમે થેપલા પણ બનાવી શકો છો.અને તેમાંથી અલગ ટાઇપ ની ભાખરી પણ બનાવી શકો છો. લીલા મરચાં ઉમેરી તમે ભાખરી બનાવી શકો છો. લીલું લસણ પણ ઉમેરી શકો છો.તમે દહી થી લોટ બાંધી લો તો પણ તેની સોફ્ટ નેસ આવે છે.

તે ભાખરી પણ સોફ્ટ બનશે અને થેપલા પણ સોફ્ટ બનશે. અમુક વાર એમ થાય કે થેપલા કરવાનો પણ ટાઈમ નથી તો શું કરવું. તો તમે મિલ્ક શેક બનાવી લો.અથવા તો કોઈ પૂરી બનાવી લો. અથવા મિલ્ક શેક મા ખીર બનાવી લો. ચીકુ મિલ્ક શેક બનાવી શકો છો. બનાના મિલ્ક શેક છે તો આ બનાવવા તો હાર્ડ લી 2 મિનિટ જ લાગે છે.અને તે તમે ઇજીલી બનાવી શકો છો.તમે દહી સાથે ફ્રૂટ નું કોમ્બિનેશન પણ બનાવી શકો છો.

3- પોરીજ ની વાત કરીએ તો તેમાં દૂધ પૌવા બનાવી શકો છો.દૂધ ને થોડું ઠંડુ કરી લો.દૂધ માં પલાડી દો તો તેમાં થોડી સાકર ઉમેરી દો. આમાં ખડી સાકર ઉમેરો તો તેનો સ્વાદ બહુ સરસ આવશે.કોઈ પણ એસિડિટી થતી હોય તેનાથી આ પ્રોબ્લેમ દૂર થઈ જાય.તો તેને લગભગ કાયમી એસીડીટી નો પ્રોબ્લેમ દૂર થઈ જાય. પૌવા ની ખીર પણ બનાવી શકો છો. જ્યારે તમે રસોઈ બનાવતા હોય ત્યારે દૂધ ને થોડું ગરમ કરી લેવાનું.

અને તેની અંદર થોડા પૌવા પલાળેલા એડ કરી દેવાના.તો દૂધ ની ખીર બની જશે.દુધી ની પણ ખીર બને છે. દુધી ની ખીર પણ સરસ લાગે છે. એસીડીટી માટે નો બેસ્ટ ઉપાય છે. ઘણા લોકોને સવારમાં ઉઠે ત્યારથી એસીડીટી નું પ્રમાણ ખૂબ વધારે રહેતું હોય છે. અને તેના કારણે હાર્ટ માં બળતરા થતી હોય છે. અને કંઈક જ ખાવાની ઇચ્છા ન થતી હોય.અને બોડી એકદમ ડાઉન થઈ જાય.અને માથું પણ દુખે અને માથું પણ ફરતું હોય.

4- આવો બ્રેકફાસ્ટ અમે વીકમાં બે ત્રણ વાર લેશો તો કાયમી પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે. તેના સિવાય તમે બીજી ખીર અલગ અલગ ટાઈપ ની ઘણી બધી ખીર બનાવી શકો છો. જે વર્કિંગ વુમન છે જેને બ્રેકફાસ્ટ બનાવવાનો છે તો એ બ્રેકફાસ્ટને કેવી રીતે મેનેજ કરે તે અગત્યનું છે. તો આ રીતે અલગ અલગ બ્રેકફાસ્ટ તમે બનાવી શકો છો. અને બાળકોને પણ આવો બ્રેકફાસ્ટ આપી શકો છો.

અને આવી રીતે તમે કડક ભાખરી બનાવીને રાખી હોય તો જ્યારે સ્કૂલ જતા હોય ત્યારે હાથમાં એક ભાખરી આપી દો તો એ વાન માં બેસીને અથવા સ્કૂલ જતા જતા ખાઈ લેતા હોય છે. અને તેના સિવાય ડ્રાયફ્રુટ પણ બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. એટલે કે ૮ થી ૧૦ દાણા બદામ લો, આઠથી દસ અખરોટ એટલે કે ચારથી પાંચ અખરોટ લઈ શકો છો. આ બધું તમે રાત્રે પલાળી લો. સવારના તમે એક મુઠ્ઠી જેટલું ડ્રાયફ્રુટ લઈ લેશો તો પણ એક બ્રેકફાસ્ટ જેવી ફિલિંગ આવશે. અને જે ડ્રાયફ્રુટ છે તે દૂધમાં ક્રશ કરી ને પણ લઈ શકો છો. તો તમને હેવી ફિલિંગ આવશે.

5- આ રીતે તમે અલગ-અલગ પ્લાન કરીને અલગ અલગ રીત અપનાવીને ઇન્સટલી તમે નાસ્તો પણ બનાવી શકો છો. આના સિવાય વચ્ચે તમારે શું ખાવું જોઈએ. ખાસ કરીને બાળકોને વચ્ચે બહુ ભૂખ લાગતી હોય છે. અને અત્યારે સ્કૂલ પણ ઘરે થી ચાલી રહી છે એટલે થોડીવારે ભૂખ લાગે. એટલે એમ કે હવે કંઇક નાસ્તો આપ. બાળકોને પેકેટ ફૂડ નો નાસ્તો આપવો નહીં ઘરે જ બનાવેલો નાસ્તો આપો. વચ્ચે ભૂખ લાગે તો શું ખાવું. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. વચ્ચે ભૂખ લાગે ત્યારે શું ખાવું જોઈએ. તો તેના માટેના ઉપાય જોઈશું. એ નારિયેળ પાણી પાણી છે. છાશ છે.

દહીં છે એટલે કે કોઈ જાતનું અલગ ટાઈપ નું રાયતુ બનાવી દો બાળકો માટે અથવા મમરાની ચટપટી છે. મમરા ની અંદર ટામેટા છે કેપ્સીકમ છે ઓનિયનછે એવા વેજીટેબલ એડ કરી શકાય. કોથમીર છે તેવું બધુ એડ કરી દેવાનું. અને થોડો ચાટ મસાલો નાખી દો મસ્ત મજાના એક બાઉલ તૈયાર થઈ જશે.

6- તેના સિવાય ખાખરા નો ચેવડો પણ બનાવીને આપી શકો છો. ખાખરા નો ચેવડો બનાવવાની પણ જરૂર નથી તમને એમ થાય કે એવરી ટાઇમ હું શું બનાવું. તો ખાખરા પર જ તમે ઉપરથી દહી લગાવી દો અને ઉપર ચાટ મસાલો છાંટી દો તો બહુ જ મસ્ત લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તેની સાથે લીંબુ શરબત પણ બહુ સારો ઓપ્શન છે. આમળાનું શરબત છે લીંબુ સરબત છે આથેલા આમળા પણ બાળકોને આપી શકો છો. હવે બીજા જ ઓપ્શન છે એ આપણે નેક્સ્ટ એપિસોડ માં જોઈશું.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *