તીખા મીઠા ભજીયા – ચોમાસાની સીઝનમાં ભજીયા ખાવા પસંદ છે? તો આ ભજીયા જરૂર ટ્રાય કરજો…

આજે આપણે કેળા ના તીખા મીઠા ભજીયા બનાવીશું.એક પણ સોડા ના ઉપયોગ કર્યા વગર અને એકદમ ફૂલેલા અને ફરસા.આ ભજીયા એકદમ ટેસ્ટી લાગે છે આ એક નવી રીત થી બનાવીશું,આ ભજીયા કાચા કેળા નઈ પાકા કેળા ના ભજીયા બનાવીશું.તો ચાલો જોઈ લઈ લઈશું કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ચણા નો લોટ
  • મીઠું
  • હળદર
  • પાકા કેળા
  • અજમો
  • હીંગ

રીત

1- સૌથી પહેલા આપણે એક કપ ચણા નો લોટ લઈશું.હવે તેને ચાળી લઈશું. હવે તેમાં ચપટી હીંગ ઉમેરી શું.હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.

2- હવે આપણે એક ટી સ્પૂન અજમો એડ કરીશું. આમાં અજમો સારો લાગે છે હવે તેમાં પાણી એડ કરી ને તેને ખીરું તૈયાર કરી લઈશું.આમાં ગાઠાના રહે તેવું રેડી કરી લઈશું આમાં થોડું થોડું પાણી એડ કરીશું.

3- હવે આપણું ખીરું સરસ તૈયાર થઈ ગયું છે હવે ખીરા ને સરસ ફેટી લઈશું આમાં સોડા એડ નથી કરવાનો એટલે તેને સાત મિનિટ સુધી તેને એક જ દિશા માં ફેટી લઈશું.આમ કરવાથી જે લોટ છે તે હળવો થઈ જાય છે.

4- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે તે રીતે આપણે હલાવતા રહીશું.અને તેને સરસ ફીણી લઈશું.જેથી ભજીયા તેલ નથી પીતા અને ભજીયા ફૂલેલા ફૂલેલા બને છે.હવે આપણે ખીરા ને દસ મિનિટ માટે રહેવા દઈશું.

5- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ખીરું સરસ તૈયાર થઈ ગયું છે અને લોટ સરસ સેટ થઈ ગયો છે અને મસાલા પણ અંદર સરસ મિક્સ થઈ ગયા છે હવે તેમાં એક ટેબલ સ્પૂન ગરમ તેલ એડ કરીશું.આ સ્ટેપ થી ભજીયા બહુ સરસ ફરસા અને ફૂલેલા બનશે.

6- હવે એક પાકું કેળુ લઈ તેના પતિકા કરી લેવાના છે.આપણે જ્યારે ભજીયા બનાવવા હોય ત્યારે જ કેળુ કાપી લેવાનું,હવે આપણે કેળા ને લોટ ની અંદર એડ કરી લઈશું.હવે બધા કેળા માં સરસ કોટીંગ કરી લઈશું.

7- હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં ભજીયા તળવા મૂકી દઈશું.આ ભજીયા સાથે જે ચટણી ખવાય છે તે પણ જોઈશું. નેકસ્ટ વિડિયો માં આવશે તેની રેસિપી તો તમે જરૂર થી જોજો.

8- કેળા ગળ્યા હોવા ના કારણે ભજીયા થોડા બ્રાઉન થશે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણા ભજીયા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા થઈ ગયા છે હવે તેવી જ રીતે બીજા બધા ભજીયા બનાવી લઈએ.

9- આ ભજીયા એકદમ ટેસ્ટી બનશે. હવે આ ભજીયા તૈયાર છે તો તેને પીરસવા માટે રેડી છે.તો તમે આ ભજીયા એકવાર જરૂર થી બનાવજો.આ ફૂલેલા અને ટેસ્ટી ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *