લસણ મરચાંની તીખી ચટણી ઘરે કેવી રીતે બનાવવી – How To Make Lasan Marcha Tikhi Chatni At Home

આજે આપણે લસણ મરચા ની તીખી ચટણી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. જો તમે તીખી લસણ ની ચટણી ખાવા ના સોખીન હોય તો ચોક્કસ થી આ રેસિપી ને જોજો. રોટલી,ભાખરી ને પરોઠા સાથે ખવાતી ટેસ્ટી અને તીખી લસણ ની ચટણી આ કોઈ પણ વાનગી માં આ લસણ ની ચટણી ઉમેરશો તો ફ્લેવર્સ ઘણી વધી જશે. આ ચટણી ને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. બગડતી નથી.તો ચાલો ઝટપટ થી બનાવી લઈએ લસણ ની ચટણી.

સામગ્રી

  • લસણ
  • લાલ મરચું
  • લાલ સુકા મરચા
  • આંબલી
  • લીંબુ નો રસ
  • આદુ નો ટુકડો
  • આખા ધાણા
  • જીરું
  • તેલ
  • મીઠું

રીત

1- આપણે ચટણી ને પીસવા માટે તેલ નો જ ઉપયોગ કરીશું. આપણે પાણી નો ઉપયોગ નથી કરવાનો.જેથી આપણી ચટણી લાંબા સમય સુધી સારી રહે.હવે ચટણી બનાવવા માટે એક પેન મૂકી દઈશું.

2- પેન ને ધીમા ગેસ પર ગરમ કરવાની છે. હવે ૧૫ જેવા સૂકા લાલ મરચા લઈશું. જેના આપણે બી કાઢી લઈશું. થોડા રહે તો ચાલશે.તો હવે તેને પેન માં લઇ લઈશું.અને મરચા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે.અને ધ્યાન રાખવાનું છે કે મરચા ને આપણે બળવા નથી દેવાના.ફકત ક્રિસ્પી થવા દઈશું.

3- તેની ભીનાશ જતી રહે. હવે બે થી ત્રણ મિનિટ થઇ ગઇ છે.અને તેની સુગંધ પણ આવે છે. આ સ્ટેજ પર મરચા ને પલાળી ને પણ ચટણી બનાવી શકો છો. પરંતુ લાંબો ટાઈમ સુધી સારી નથી રહેતી.હવે મરચા ને કાઢી લઈશું. મરચા ઠંડા થાય ત્યાં સુધી આપણે લસણ ને પણ શેકી લેવાનું છે.
4- સૌથી પહેલા ૧/૪કપ તેલ ને ગરમ કરી લઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે.તો વધારા ના તેલ ને એક વાડકી માં કાઢી લઈશું. અને ફકત એક જ ચમચી જેટલું તેલ રહેવા દઈશું. લસણ ને શેકવા માટે.હવે એક વાડકી લસણ ને શેકી લઈશું.

5- હવે તેમાં એક આદુ નો ટુકડો નાખીશું. હવે લસણ ગુલાબી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. તેને બ્રાઉન નથી કરવાનું.ગુલાબી થાય અને તેની ભીનાશ થોડી નીકળી જાય.તો તેને શેકી લઈશું. તેને સતત હલાવતા રહેવાનું છે. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. હવે બે મિનિટ થઈ ગઈ છે. લસણ થોડું શેકાય ગયું છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

6- તમે ચાહો તો લસણ ને શેક્યા વગર પણ બનાવી શકો છો.પણ લસણ શેકી ને બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે તેમાં એક ચમચી સૂકી આંબલી નાખીશું. ત્યારબાદ એક ચમચી જીરૂ નાખીશું. અને એક ચમચી આખા ધાણા નાખીશું.અને સ્વાદ મુજબ મીઠું નાખીશું.

7- તેમાં મીઠું નાખવાથી તેમાં થી પાણી છૂટું પડવા લાગશે. અને લસણ જલ્દી શેકાય જશે. ફરી તેને શેકી લઈશું. લસણ ગુલાબી થઇ જાય અને ધાણા પણ સરસ શેકાય જાય તો તેને સતત હલાવતા શેકી લઈશું.હવે લસણ નો થોડો કલર બદલાઈ ગયો છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે જે મરચા શેકી ને રાખ્યા હતા તે એડ કરીશું.

8- હવે તેને પણ અડધી મિનીટ માટે શેકી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા લસણ મરચા બધું સરસ શેકાય ગયા છે. હવે ગેસ આપણે બંધ કરી લઈશું.હવે બંધ કર્યાં પછી જ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. અને થોડું શેકી લઈશું.

9- હજુ પેન ગરમ જ છે તેના તાપ માં જ શેકાય જશે. અને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે બધું ઠંડુ થવા દઈશું. અને ત્યારબાદ તેને મિક્સર માં ક્રશ કરી લઈશું. હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે.

10- હવે આપણે મિક્સર જારમાં લઇ લઈશું. હવે આપણે જે તેલ ને ગરમ કરી ને રાખ્યું હતું. તે બે ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે તેને પીસી લઈશું. હવે એક વખત પીસી લીધું છે. પણ થોડું કરકરું લાગે છે. હવે તેમાંથી ફરી બે મોટી ચમચી તેલ એડ કરીશું.હવે ફરી તેને ક્રશ કરી લઈશું.
11- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી લસણ અને મરચા ની ચટણી બની ને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ બની છે. હવે એક બાઉલ માં કાઢી લઈશું. અને જે બાકી નું તેલ હતું. તે એડ કરી લઈશું.

12- હવે ચટણી ને આપણે મિક્સ કરી લઈશું. તીખી લસણ ની ચટણી બની ને તૈયાર થઈ ગઈ છે. હવે તમે કોઈ પણ બરણી માં ભરી ને રાખી શકો છો. આ ચટણી ને ચાર મહિના સુધી સ્ટોર કરી શકો છો. તેને ફ્રીઝ માં પણ રાખી શકો છો. તેને પરોઠા સાથે,રોટલી સાથે કોઈ પણ વસ્તુ સાથે સારી લાગે છે.

13- તો તૈયાર છે એકદમ ચટપટી તીખી ચટણી.જેને તમે પરોઠા સાથે,થેપલા સાથે પણ ખાય શકો છો. કોઈ પણ શાક ની પણ જરૂર નઈ પડે. ચટણી એટલી ટેસ્ટી લાગે છે.આ તમે બાળકો ને પણ આપી શકો છો. તો તમે ચોક્ક્સ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *