સ્પાયસી કોર્ન વેજ – લંચ કે ડીનર પાર્ટી માટે અન્ય વેજીટેબલ સાથે સર્વ કરવા માટેનો ખૂબજ સારો વિકલ્પ છે.

સામાન્ય રીતે બધે જ મળી રહેતા કોર્ન બાફીને કે શેકીને ખાવામાં આવતા હોય છે. હેલ્થ માટે ખૂબજ પૌષ્ટીક છે. અમેરીકન કોર્ન કે દેશી કોર્નના દાણામાંથી બનતું સીમ્પલ, સરલ અને ઝડપથી બની જતું આ વેજ ખૂબજ સ્વાદિષ્ટ બને છે. તેમજ ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી પણ છે.

થોડા જ મસાલા, દહીં, ક્રીમ ઉમેરીને સરસ ક્રીમી – લસ્ટર સ્પાયસી કોર્ન વેજ પરોઠા, કુલ્ચા, નાન વગેરે સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. રેસ્ટોરંટ્માં કે પ્રસંગો કે લંચ કે ડીનર પાર્ટી માટે અન્ય વેજીટેબલ સાથે સર્વ કરવા માટેનો ખૂબજ સારો વિકલ્પ છે.

અગાઉથી થોડી તૈયારી કરી લીધા પછી આ વેજ બનાવવું ખૂબજ સરળતાથી બનાવીને સર્વ કરી શકાય છે. કોર્નના દાણા અગાઉથી સ્ટીમ કરી અને ગ્રેવી પણ અગાઉથી બનાવી સર્વ કરવા સમયે બન્ને મિક્ષ કરી બાકીનું કૂકિંગ કરી ઇંસ્ટંટ સર્વ કરી શકાય છે.

આજે હું અહિં સ્પાયસી કોર્ન વેજની ખૂબજ ટેસ્ટી રેસિપિ આપી રહી છું, તો તમે પણ આ રેસિપિ ફોલો કરીને ઘરે બનાવવાની ચોક્કસથી ટ્રાય કરજો.

સ્પાયસી કોર્ન વેજ બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ બાફેલી અમેરીકન મકાઇના બાફેલા દાણા
  • ½ ટી સ્પુન સોલ્ટ + ½ ટી સ્પુન હળદર પાવડર (બાફવા માટે)
  • 2 ટેબલ સ્પુન ઓઇલ + 1 ટેબલ સ્પુન બટર
  • ½ ટી સ્પુન આખુ જીરું
  • 2 ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની અધકચરી પેસ્ટ
  • 2 ઓનિયન બારીક સમારેલી
  • 3 ટમેટા મોટા કાપીને ગ્રાઇંડ કરેલા
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • 1 ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 1 ટી સ્પુન કસુરી મેથી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ટેબલ સ્પુન દહીં
  • 1 ટેબલ સ્પુન ક્રીમ
  • 1 ટેબલ સ્પુન કોથમરી
  • 1 ટેબલ સ્પુન ચીઝ
  • 8-10 કાજુ
  • 2 ટેબલ સ્પુન મગજતરીના બી

સ્પાયસી કોર્ન વેજ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 8-10 કાજુના ફાડા કરીને અને 2 ટેબલ સ્પુન મગજતરીના બી લઈ તેને એકવાર સાદા પાણીથી ધોઈને ગરમ પાણીમાં ½ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને થોડા પાણી સાથે ગ્રાઇંડ કરી લ્યો.

ટમેટાને મોટા ટુકડામાં કાપીને ગ્રાઇન્ડ કરી લ્યો.

મકાઇમાંથી દાણા કાઢીને તેને પ્રેશર કૂક કરવા માટે કુકરમાં પાણીમાં મૂકી, ½ ટી સ્પુન સોલ્ટ અને ½ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી, 4-5 વ્હીસલ કરી બાફી લ્યો. કુકર ઠરે પછી સ્ટ્રેઇનરમાં મૂકીને પાણી નિતારી લ્યો.

હવે મિડિયમ ફ્લૈમ પર નોન સ્ટીક તવામાં 1 ટેબલ સ્પુન બટર અને 2 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી ગરમ કરો.

હવે તેમાં ½ ટી સ્પુન જેટલું આખું જીરુ ઉમેરી તતડે એટલે તેમાં 2 ઓનિયન બારીક સમારેલી ઉમેરી મિક્ષ કરી દ્યો. થોડી કૂક થાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન આદુ, મરચાની અધકચરી ખાંડેલી પેસ્ટ ઉમેરી ઓનિયન સાથે મિક્ષ કરો. બધું જરા સોતે કરી લ્યો. ઢાંકીને 10 સેકંડ કૂક કરો.

હવે ઓનિયન ટ્રાંસપરંટ થાય એટલે તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર, 2 ટેબલ સ્પૂન કાશ્મીરી, લાલ મરચું, 1 ટેબલ સ્પુન ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

જરા સંતળાઈને તેમાં મસાલા મિક્ષ થઈ જાય એટલે તેમાં 3 ટમેટા મોટા કાપીને ગ્રાઇંડ કરેલી પેસ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ ઢાંકીને 3-5 મિનિટ કૂક થવાદ્યો. જેથી મસાલા બરાબર ગ્રેવીમાં ભળી જાય. હવે ખોલીને ગ્રેવીમાં કાજુ-મગજતરીની પેસ્ટ ઉમેરી દ્યો.

સરસથી મિક્ષ કરી 10 સેકંડ કૂક કરો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન દહીં ઉમેરી મિક્ષ કરી લ્યો. થોડીવાર સ્લો ફ્લૈમ પર કૂક થવા દ્યો. જેથી જેથી તેમાંથી ઓઇલ ઉપર બહાર આવતું દેખાશે. હવે તેમાં 1 કપ બાફેલા કોર્નના દાણા ઉમેરી મિક્ષ કરી લ્યો. કોર્ન વેજમાં 1 ટેબલ સ્પુન ક્રીમ ઉમેરી મિક્ષ કરી 3-4 મિનિટ કૂક કરો. (જરુર પડે તો ¼ કપ પાણી કંસીસટંસી સેટ કરવા માટે ઉમેરવું).

ગ્રેવીમાં ઉપર ઓઇલ આવી જાય એટલે ½ ટી સ્પુન ગરમ મસાલો અને 1 ટી સ્પુન કસુરી મેથી ઉમેરી બરાબર મિક્ષ કરી 2 મિનિટ કૂક કરો. ફ્લૈમ બંધ કરી ઉપર થોડી કોથમરી સ્પ્રિંકલ કરો.

હવે ગરમા ગરમ સ્પાયસી કોર્ન વેજ રેડી છે. એક સર્વીંગ બાઉલમાં સ્પાયસી કોર્ન વેજ ભરી તેના પર થોડી કોથમરી, શ્રેડેડ ચીઝ, ઓનિયનના નાના પીસ અને બાફેલા કોર્નથી ગાર્નીશ કરો.

બધાને લસ્ટર્ડ, ક્રીમી સ્પાયસી કોર્ન વેજ પરોઠા, કુલ્ચા, નાન વગેરે સાથે જમણમાં ખૂબજ ભાવશે.

તો તમે પણ મારી આ સરળ અને સ્વાદિષ્ટ રેસીપિ ચોક્કસથી ફોલો કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *