ટીક્કી – બટેકાની ટીક્કી તો ખાતા અને બનાવતા હશો હવે બનાવો વધેલી રોટલીમાંથી આ ટેસ્ટી ટીક્કી…

આજે અમે તમારી માટે વેસ્ટ ટુ બેસ્ટ વાનગી લઈને આવી છું . ઘરમાં મોટાભાગે રોટલી તો વધી જ જાય છે. ગણીને માપની બનાવી હોય તો, ક્યારેક કોઈ ઓછું જમે તો રોટલી વધી પડે જ છે. પછી આપણે તેને બીજા દિવસે ગરમ કરીને અથવા તો તળીને ચા સાથે ખાઈ જઈએ છીએ. પણ ક્યારેક બહુ જ રોટલી વધી પડી હોય તો શું કરવું? આવી મોંઘવારીમાં ફેંકવાનું પણ મન ના થાય. એટલે જ હું તમારી માટે લઈને આવી છું આવી જ વેસ્ટ ટુ બેસ્ટ સરસ મજાની વાનગી .એ છે ટીક્કી …..

વધેલી રોટલી અને બટેટા માંથી એટલી ટેસ્ટી રેસીપી બનશે કે તમે વિચારી પણ નહિ શકો, આ બહાર થી ક્રિસ્પી અને અંદર થી મસાલેદાર હોય છે. આ નાસ્તા ને બનાવવા માં વધેલી રોટલી પણ ઉપયોગ માં આવી જાય છે. અને આપણા માટે ટેસ્ટી નાસ્તો પણ બની જાય છે.

જરૂરી સામગ્રી:

– વધેલી રોટલી

– બાફેલા બટેટા નો માવો (2 નંગ )

– 2 ચમચી મેંદા નો લોટ

– 1 નંગ જીણી સમારેલી ડુંગળી

– 1 નંગ જીણી સમારેલું કેપ્સિકમ

– 1/2 ચમચી લીલું મરચું

– ગરમ મસાલો ( જરૂર હોય તોજ )

– 1 ચમચી લાલ મરચી પાવડર

– 1 ચમચી ઘાણા જીરું

– 1 કપ રવો શેકેલો (કોટિંગ માટે )

– 2 ચમચી કોર્ન ફ્લોર સ્લરી માટે

– મીઠું સ્વાદ મુજબ

– કોથમીર

બનાવવાની રીત:

સ્ટેપ :1

રોટલી નો ચટપટો નાસ્તો બનવવા માટે સૌ પ્રથમ રોટલી ના ટુકડા કરી લો, પછી તેને મિક્સર માં અધકચરું પીસી લો.

સ્ટેપ :2

હવે તેને એક બાઉલ માં કાઢી લો, પછી તેમાં ડુંગળી, લીલું કેપ્સીકમ ,જીણું સમારેલાં કાંદા , સ્વાદ મુજબ મીઠું ,ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું, અને બટાકાં નો માવો અને કોથમીર ઉમેરી ને બધી વસ્તુ ને સરખી રીતે મિકસ કરી લો.ત્યાર પછી મેંદા નો લોટ ઉમેરી ટીક્કી નો સ્ટફિન્ગ તૈયાર કરવું .

સ્ટેપ :3

સારી રીતે મિક્સ કરી લો જેનાથી તેનો સારો ડો બની જાય.

સ્ટેપ :4


પછી તેમાંથી થોડું મિશ્રણ લઇ તેની ટિક્કી બનાવી લો, જો મિશ્રણ હાથ માં ચોંટે તો હાથ માં થોડું તેલ લગાવી દો.ત્યારબાદ તેને કોર્નફ્લોર ની સ્લરી માં રગદોળી અને શેકેલા રવામાં કોટિંગ કરી ટીક્કી ત્યાર કરવું .

સ્ટેપ :5

હવે ,કડાઈ માં તેલ નાખી ને ગરમ કરવા રાખી દો.બધા મિશ્રણ ના હવે આવી જ રીતે ટીક્કી બનાવી તૈયાર કરી ને તેલ ગરમ થઇ જાય પછી એક એક કરીને ટીક્કી ને ગરમ તેલ માં નાખો, જયારે આ ટીક્કી થોડા તળાઈ જાય તો ચમચી થી તેને હલાવો જેથી તે ચારેય બાજુ થી સારી રીતે તળાઈ જાય.જ્યાં સુધી તે ચારેય બાજુ થી સરખા તળાઈ ના જાય અને તેના પર સારો કલર ના આવી જાય ત્યાં સુધી તેને તળાવા દો, આવી જ રીતે બધા ટીક્કી ને તળી નાખો.તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો .

નોંધ :

આ ટીક્કી રવા થી કોટ કરશું એટલે કડક પડ થશે .તમને સોફ્ટ પડ જોતું હોય તો બ્રેડ ના ભુખા નું પણ કોટીંગ કરી શકો .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *