ટીંડોળા બટાકા નું શાક – હવે જયારે પણ ટીંડોળાનું શાક બનાવો તો આવીરીતે બનાવજો બધાને ખુબ પસંદ આવશે…

આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ ટીંડોળા બટાકા નું શાક. આ શાક દરેક ગુજરાતી ઓ ના ઘર માં બનતું જ હોય છે. બહુ ઓછાં તેલ માં શાક બને છે. અને હેલ્ધી બને છે. જો આ રીતે બનાવી એ તો ઘર માં બધા ને પસંદ આવશે. તો આ વીડિયો ને ચોક્ક્સ થી અંત સુધી જોજો. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • ટીંડોળા
  • બટેકા
  • લાલ મરચું
  • કાશ્મીરી લાલ મરચું
  • હીંગ
  • હળદર
  • ધાણાજીરું પાવડર
  • રાય
  • ગોળ
  • તેલ
  • મીઠું

રીત

1- સૌથી પહેલા આપણે ૨૫૦ગ્રામ ટીંડોળા લઈ લઈશું. જેને આપણે સાફ કરી લીધા છે. અને તેને લાંબા લાંબા સમારી લીધા છે. અને સાથે એક બટેકુ લઈ લીધું છે. અને તેને પણ લાંબુ લાંબુ સમારી લીધું છે.

2- તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. આપણે બટેકા ને પાણી માં મૂક્યા છે જેથી તે કાળા ના પડી જાય. હવે તેને કોરા કરી લઈશું. હવે એક કોટન કપડું લઈ તેના પર કોરા કરી લઈશું.

3- હવે સાઈડ માં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે એક પેન માં એક ચમચી તેલ લઈશું. હવે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય નાખીશું. હવે ચપટી હિંગ નાખીશું. હવે બટેકા એડ કરીશું.

4- હવે હલાવી લઈશું. હવે ૧/૪ ટી સ્પૂન હળદર એડ કરીશું. હવે ટીંડોળા ને એડ કરીશું. હવે બરાબર મિક્સ કરી લઈશું. હવે થોડી વાર ઢાંકી ને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું. આપણે અહીંયા પાણી એડ નથી કર્યું. અને શાક પોતાના ભેજ માંથી જ કુક થશે.

5- હવે ફરી ઢાંકી દઈશું.હજુ આપણે મીઠું પણ નથી નાખ્યું. આપણે મીઠું બે કે ત્રણ મિનિટ પછી નાખીએ છે. હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે તેને હલાવી લઈશું. હવે ફરી ઢાંકી લઈશું. અને કુક કરી લઈશું.

6- આપણે અત્યારે નોનસ્ટિક માં બનાવીએ છે જો તમારી પાસે નોનસ્ટિક ના હોય તો પણ તમે આ રીતે જ બનાવજો. તમારી પાસે જે કડાઈ હોય તેની અંદર નાની ડીશ અંદર ની સાઈડ રાખવાની અને તેની ઉપર એક થાળી ઢાંકી દેવાની. આ રીતે કરવાથી વધારે તેલ ની જરૂર નહી પડે.

7- હવે પાચ થી સાત મિનિટ થઈ ગઈ છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ટીંડોળા નો કલર બદલાઈ ગયો છે. અને ચડી પણ ગયા છે. હવે આપણે તેમાં ગળપણ નાખીશું.તો એક ચમચી ગોળ એડ કરીશું. તમે ખાંડ પણ નાખી શકો છો.

8- હવે ગોળ ઓગળે ત્યાં સુધી તેને ઢાંકી દઈશું. હવે આપણે જોઈ લઈએ ગોળ ઓગળી ગયો છે કે નહીં. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગોળ ઓગળી ગયો છે. હવે તેમાં મસાલા નાખીશું. હવે એક મોટી ચમચી ધાણજીરું નાખીશું.

9- હવે એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. અને એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. જો હોય તો નાખી શકો છો. ના હોય તો સ્કીપ કરી શકો છો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા શાક નો કલર એકદમ સરસ આવ્યો છે અને રૂટિન માં ખવાય હેલ્ધી ઓપ્શન છે.

10- તો ચાલો તેને સર્વે કરીએ.તો તેને એક બાઉલ માં કાઢી લઈશું. ઓછા તેલ માં બનતું ગુજરાતી સ્ટાઇલ હેલ્ધી ટીંડોળા બટેકા નું શાક. તો તમે પણ ચોક્ક્સ થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *