ઇન્સ્ટન્ટ ટિંડોડા કાકડી અને દ્રાક્ષ નું અથાણું – આ ઇન્સ્ટન્ટ અથાણું ઘરમાં બધાને પસંદ આવશે…

ઉનાળો આવતા જ આપણને માર્કેટમાં દ્રાક્ષ જોવા મળતી હોય છે તમે ઘણીવાર દ્રાક્ષનું અથાણું ખાધું હશે પણ એવું નહિ ખાધું હોય. આજે આપણે ઇન્સ્ટન્ટ ટિંડોડા,  કાકડી અને દ્રાક્ષ નું અથાણું બનાવવાની બેસ્ટ રીત જોઈશું. થોડા સમયમાં અથાણામાં વપરાતી કેરી પણ મળવાની શરૂઆત થઇ જશે તો અવનવી વાનગીઓ શીખવા માટે મારી યૂટ્યૂબ ચેનલને સબ્સ્ક્રાઇબ અહીંયા ક્લિક કરો.


સામગ્રી

  • કાકડી
  • ટીંડોળા
  • દ્રાક્ષ
  • મેથિયો મસાલો
  • લાલ મરચું
  • મીઠું
  • તેલ

રીત

1- સૌથી પહેલા આપણે ઇન્સ્ટન્ટ ટીડોડા નું અથાણું બનાવીશું.હવે આપણે ટીંડોળા નો આગળ નો અને પાછળ નો ભાગ કાઢી લઈશું.તેને એકદમ પાતળા સમારવા ના છે.

2- હવે આપણે કાકડી ને સમારી લઈશું.હવે તેને પણ પાતળી પાતળી સમારી લઈશું.આ પ્રમાણે બધી સમારી લઈશું.હવે આપણે દ્રાક્ષ ને કટ કરી લઈશું.હવે તેને ગોળ ગોળ સમારી લઈશું.

3- આપણે ઉનાળા માં આ અથાણું દાળ, ભાત,રોટલી સાથે મજા આવે છે.આ બધા અથાણા બે થી ત્રણ દિવસ કઈ જ નહીં થાય.આપણે અહીંયા બ્લેક અને ગ્રીન દ્રાક્ષ લીધી છે.હવે તેમાં મસાલા કરીશું.


4- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.હવે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે તેમાં એક મોટી ચમચી મેથીયો મસાલો નાખીશું.હવે આપણે દળેલી ખાંડ છે તેને ટીંડોળા અને કાકડી માં નથી નાખવાનું.તે દ્રાક્ષ માં જ નાખીશું.

5- હવે ગરમ કર્યા વગરનું તેલ દ્રાક્ષ માં નાખીશું.હવે તેમાં એક ચમચી તેલ એડ કરીશું.અને તેને મિક્સ કરી લઈશું.આ અથાણા ને એક કલાક પેહલા બનાવી ને મૂકી દેવાનું છે.હવે દ્રાક્ષ નું અથાણું તૈયાર છે.હવે ટીંડોળામાં ગરમ તેલ નાખવાનું છે.

6- હવે આપણે દોઢ ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું.સરસ ગરમ થવા દેવાનું છે.ધુમાડા નીકળે ત્યાં સુધી.હવે ગરમ ગરમ તેલ તેમાં એડ કરીશું.બંનેવ માં એડ કરીશું.હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.

7- હવે તે જ રીતે કાકડી ને મિક્સ કરી લઈશું.તો હવે તૈયાર છે ઇન્સ્ટન્ટ અથાણું.તો ચાલો સર્વે કરીશું.આને એક કલાક પછી સૌ કરો બહુ ટેસ્ટી લાગશે.તો તમે જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *