એકદમ નવી રીતે નવા સ્વાદ માં આખા ટીંડોરા નું શાક બનાવીશું.

આજે આપણે એકદમ નવી રીતે નવા સ્વાદ માં આખા ટીંડોરા નું શાક બનાવીશું.આપણે આજે આખા ટીંડોરાનું શાક જોઈશું.જો જેને ટીંડોરા નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવશો તો ચોક્કસથી ભાવશે.આ શાક રેગ્યુલર મસાલા માંથી જ બને છે,તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • ટીંડોરા
  • તેલ
  • મીઠું
  • જીરું
  • લસણ
  • લીલા મરચા
  • ડુંગળી
  • બેસન
  • ટામેટા ની પ્યુરી
  • લાલ મરચું પાવડર
  • હળદળ
  • ધાણાજીરું પાવડર
  • ખાંડ
  • કોથમીર

રીત

1- સૌથી પહેલા આપણે રીંગણ ના કટ કરીએ તે રીતે ટીંડોરા ને કટ કરી લઈશું, તો આ રીતે બધા ટીંડોરા ને કટ આપી દઈશું,હવે એક કડાઈમાં ૧/૪ કપ તેલ લઈશું,તેને ગરમ કરવા મૂકી દઈશું.હવે ટીંડોરા ને સેલો ફ્રાય કરવાના છે.

2- હવે તેલ ગરમ થાય એટલે બધા ટીંડોરા એડ કરી લઈશું,હવે તેમાં થોડું મીઠું નાખી ને મિક્સ કરી લઈશું,હવે ટીંડોરા ને ધીમા ગેસ પર ફ્રાય કરી લઈશું,હવે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે અને ટીંડોરા એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયા છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

3- હવે બધા ટીંડોરા ને કાઢી લઈશું,હવે તે જ તેલ માં એક ચમચી જીરૂ એડ કરીશું, ત્યારબાદ બે ચમચી લસણ અને ક્રશ કરેલા લીલા મરચા એડ કરીશું. ત્યારબાદ તેમાં એક ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું.હવે આ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી તેને સાંતળી લઈશું,તમે વિડિયો માં જોઈ શકો છો કે ડુંગળી નો કલર બદલાઈ ગયો છે હવે તેમાં એક ચમચી બેસન એડ કરીશું અને સતત હલાવી લઈશું.

4- બેસન ને સારી રીતે કુક કરી લઈશું અને તેને સતત હલાવતા રહીશું,ગેસ ને ધીમો રાખી ને એક થી દોઢ મિનિટ માટે શેકી લઈશું હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે બેસન પણ સારી રીતે શેકાય ગયો છે હવે તેમાં બે પાકા ટામેટાં ની પ્યુરી કરી ને એડ કરી લઈશું.હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું.

5- હવે ઢાંકી ને બે મિનિટ માટે કુક કરી લઈશું,હવે બે મિનિટ થઈ ગઈ છે હવે તેમાં બધા મસાલા એડ કરી લઈશું,હવે તેમાં બે ચમચી લાલ મરચું પાવડર નાખીશું, ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું, ત્યારબાદ એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.

6- હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને મિક્સ કરી લઈશું,હવે ઢાંકી ને ધીમા ગેસ પર ત્રણ થી ચાર મિનિટ ગ્રેવી ને કુક થવા દઈશું,તો હવે ચાર મિનિટ થઈ ગઈ છે,તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ ગ્રેવી કુક થઈ ગઈ છે ઉપર થી તેલ છુટુ પડવા લાગે ત્યાં સુધી ગ્રેવી ને કુક કરી લઈશું.

7- હવે જે ફ્રાય કરેલા ટીંડોરા એડ કરીશું,હવે તેને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું.હવે તેમાં દોઢ કપ પાણી એડ કરીશું,હજુ તમારે ગ્રેવી વધારે પાતળી જોઈએ છે તે રીતે તમે પાણી એડ કરી શકો છો.હવે તેમાં એક ચમચી ગરમ મસાલો એડ કરીશું.ત્યારબાદ અડધી ચમચી ખાંડ એડ કરીશું હવે બધી વસ્તુ ને મિક્સ કરી લઈશું.

8- ચણા નો લોટ એડ કરવાથી ગ્રેવી સરસ ઘટ્ટ થશે જો ચણા નો લોટ ના હોય તો તમે ગાઠીયા પણ એડ કરી શકો છો,હવે આ શાક ને ઢાંકી ને બે મિનિટ માટે કુક કરી લઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે આપણું શાક એકદમ સરસ બની ને તૈયાર થઈ ગયું છે.

9- હવે તેમાં ઝીણા સમારેલા લીલાં ધાણા એડ કરીશું, આખા ટીંડોળા ના શાક ને તમે રોટલી, પરાઠા કે રાઈસ સાથે ખાઈ શકો છો,જો તમે આવું શાક ના બનાવ્યું હોય તો તમે એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *