તોફુની રેસ્ટોરેન્ટ સ્ટાઈલ સબજી – પનીર પણ ભુલી જશો એવો સ્વાદ પસંદ આવશે…

આજે આપણે તોફુની રેસ્ટોરન્ટ સ્ટાઈલ સબ્જી પનીર થી સસ્તી હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવીશું.પનીર કરતા પણ આમાં આયર્ન ની માત્રા વધારે હોય છે. વિટામિન બી પણ હોય અને બીજા એવા ઘણા પોષક તત્વો સમાયેલા હોય છે.આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • લસણ
  • ડુંગળી
  • ટામેટા
  • તોફુ
  • તેલ
  • બટર
  • ગરમ મસાલો
  • લાલ મરચું પાવડર
  • કાશ્મીરી લાલ મરચું
  • ધાણાજીરું પાવડર
  • હળદર
  • ખાંડ
  • ચણા નો લોટ
  • દહીં
  • કોથમીર
  • કસ્તુરી મેથી
  • મીઠું

રીત

1- આપણે અહીંયા બસો ગ્રામ તોફુ લઈશું.આ તમે લાવી જે ફ્રીઝ માં રાખી શકો છો.તમે બહાર કાઢશો તો તેમાં પાણી હશે તે પાણી આપણે યુઝ નથી કરવાનું.આ તોફૂ ને યુઝ કરતા પહેલા પાણી થી ધોઈ લેવાનું છે.

2- આ તોફુ વધે તો એક ડબ્બા માં પાણી ભરી ને રાખવાનું છે જેથી તોફુ એવું ને એવું ફ્રેશ રહેશે.પણ યાદ રાખવાનું છે કે તેની એક્સપાયરી ની તારીખ પહેલાં યુઝ કરી લેવાનું છે.આને તમે પનીર જેમ તળી નઈ શકો. તોફુ ને તમે ગ્રેવી સાથે મિક્સ કરશો તો બહુ ટેસ્ટી લાગશે.

3- તોફુ પનીર કરતા ઓછી કિંમત માં પણ મળી રહે છે.હવે સાત થી આઠ કડી લસણ લઈ તેને છીણી લઈશું.હવે આદુ નો એક ટુકડો લઈ તેને પણ છીણી લઈશું.હવે આદુ ને લસણ છીણાય ગયા છે.હવે આપણે ગ્રેવી ની બીજી તૈયારી કરીશું.

4- હવે આપણે એક મોટી ડુંગળી ઝીણી લઈશું.હવે બીજી ડુંગળી ના પીસ કરી લઈશું.આપણે ડુંગળી ની પાંખડી આપણે છૂટી કરી લઈશું.હવે મોટી છીણી થી બે ટામેટા ને પણ છીણી લઈશું.ટામેટા છીણાય જાય પછી જે છાલ નીકળે છે તેને આપણે ફેકી લઈશું.જે યુઝ કરવાની નથી.

5- હવે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ લઈશું.હવે બે ટેબલ સ્પૂન બટર નાખીશું.હવે એક ટેબલ સ્પૂન જીરું નાખીશું.જીરું તતડે એટલે જે મોટા ડુંગળી ના પીસીસ છે તેને એડ કરી દઈશું.એકવાર જરૂર થી આ રીતે ટ્રાય કરજો,હવે ડુંગળી સંતળાય જવા આવી છે.હવે જે ડુંગળી ઝીણી ને રાખી હતી તે એડ કરીશું.

6- હવે આને સતત હલાવતા રહીશું.જેથી બળી ના જાય.આ ગ્રેવી બહુ ટેસ્ટી બને છે.આને ધીમા ગેસ પર સાંતળી લઈશું.આની સુગંધ બહુ સરસ આવે છે અને ડુંગળી સરસ ગુલાબી થઇ ગઇ છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે જે આદુ ને લસણ છીણી ને રાખ્યા હતા તે એડ કરીશું.

7- હવે આને બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશું.હવે એક ટી સ્પૂન હળદર નાખીશું.ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.ત્યારબાદ એક ટી સ્પૂન ધાણાજીરુ પાવડર એડ કરીશું.હવે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.હવે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું.

8- આપણે ગેસ ધીમો રાખવાનો છે જેથી મસાલા બળી ના જાય.હવે આને એક મિનિટ માટે સાંતળી લઈશું.હવે તેમાં આપણે એક ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આમાં મસાલા સરસ સંતળાઈ ગયા છે.

9- હવે આપણે છીણેલા ટામેટા છે તે એડ કરીશું.હવે તેલ છુટુ ના પડે ત્યાં સુધી તેને સાંતળી લઈશું.હવે આને હલાવતા રહીશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે તેલ બહાર આવવા લાગ્યું છે હવે ટામેટા ની ખટાશ ને બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરીશું. હવે આમાં ચણા નો લોટ એડ કરીશું.

10- આપણે અહીંયા શેકેલા ચણા ના લોટ નો ઉપયોગ નથી કર્યા તેને ગ્રેવી માં જ સાંતળી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે બેસન ઉમેરતા જ ગ્રેવી ઘટ્ટ થવા લાગી છે હવે તેમાં બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું.દહી આપણે બહુ ખાટું નથી લેવાનું.આમાં આપણે કોઈ મલાઈ નો ઉપયોગ નથી કરવાના.દહી નાખી ને તેને સતત હલાવતા રહેવું.નહી તો દહી ફાટી જશે.

11- તમે વીડિયોમાં જોઇ શકો છો કે દહીં નાખ્યા પછી તેલ સરસ બહાર આવ્યું છે.આની સુગંધ પણ બહુ સરસ આવે છે.હવે આમાં આપણે કટ કરેલું તોફુ એડ કરીશું.હવે આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું.જેથી તોફુ તૂટી ના જાય.હવે તેમાં થોડું પાણી એડ કરીશું.બહુ પાતળી ગ્રેવી કરશો તો ટેસ્ટ નઈ આવે.

12- હવે ગ્રેવી ઉકળી ગઈ છે તો તેમાં એક ટેબલ સ્પૂન કસ્તુરી મેથી એડ કરીશું.હાથ થી મસળી ને એડ કરવાની છે આના થી ટેસ્ટ બહુ સરસ આવે છે. અત્યારે ખૂબ સુંદર દેખાય છે તમે ખાશો તો પનીર ની સબ્જી કે તોફુની સબ્જી તેનો તફાવત ખબર ના પડે.

13- આ તમે જરૂર થી તમે ટ્રાય કરજો. કોઈપણ સુપર માર્કેટ માં કે દુકાન માં તોફુ મળી રહે છે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે ગ્રેવી આપણી સરસ બની ગઈ છે તો આપણી રેસ્ટોરન્ટ સ્ટાઈલ તોફુ ની સબ્જી તૈયાર છે તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *