ટમેટો & હબસૅ ડ્રિન્ક – ઊનાળામા મજા માણો અને ઘરે જ બનાવો એક યુનિક ડ્રિંક..

ઊનાળો આવી ગાયો છે એટલે હવે બધાને ઠંડી વાનગીઓ ખાવાનું ખુબ જ મન થતું હશે .આઇસક્રીમ ,કોલ્ડકોકો ,બરફગોલા , આ બઘું તો આપણે રેગ્યુલર ખાતા હોઈયે છીએ પણ ટમેટો & હર્બ્સ ડ્રિન્ક તો આપણે અમુક જ મોટી રેસ્ટરન્ટમાં મળતું જોવા મળે છે. અને આ ખુબ હેલ્થી ડ્રિંક્સ છે.

જયારે આપણે બપોરે વધારે જમાય જાય ત્યારે આપણે રાત્રે આ ડ્રીંક ડિનર ની જગ્યાએ લઇ શકાય છે . શિયાળા માં તો આ ડ્રીંક વધારે ઉપયોગી થાય પણ આપણે ઉનાળામાં પણ આ ડ્રીંક આપણે પી શકીયે .

સામાગ્રી :

– 2 કપ ટોમેટો જયુસ

– 1 મીડીયમ ગાજર (છીણેલું )

– 1 મીડિયમ કાંદો (છીણેલું )

– 2 સેલરી ની સ્ટીક સમારેલી (કોથમીર ની ડાંડી લઈ શકો )

– 4-5 બેઝીલના પાન (તુલસી ના પાન લઈ શકો )

– 1/2 ટી સ્પૂન ઑરેગોનો

– 2 ડ્રોપ્સ ટોબેસ્કો સોસ

– સ્વાદ મુજબ મીઠું

– સ્વાદ મુજબ મરી પાવડર

રીત :


(1) એક પેનમાં ટોમેટો જયુસ, ઓનિઓન અને સેલરી ઉમેરી 2-3 ઉભરા લાવવા અને ગ્રાઈન્ડ કરી ઠંડુ કરવું .

(2) હવે એમાં બેઝીલ લીવ્સ બારીક સમારી ને ,ઓરેગાનો ,ટોબેસ્કો સોસ , છીણેલા ગાજર ,મીઠું અને મરી પાવડર નાખી બરાબર મિક્ષ કરવું .

(3) હવે ,લાંબા ગ્લાસ માં ક્ર્સ્ડ આઈસ ભરી એના પર હર્બ ડ્રિંક્સ ભરી લેમન સ્લાઈસ અને સેલરી થી સજાવી સર્વ કરો.

નોંધ : તમે તુલસી ના પાન ની જગ્યાએ ઘરે હોય તો બેઝિલ ના પાન લઈ શકો .અને ફ્લેવર માટે તમે ફુદીના ના પાન લઈ શકો.

રસોઈની રાણી : દિગ્ના રૂપાવેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *