રેસ્ટોરેન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ બનાવવાની પરફેક્ટ રેસિપી…

આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપ બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું.હમેશા આપણે ઘરે ટામેટા નો સૂપ બનાવી એ ત્યારે એવું થાય કે કે બહાર જેવો સૂપ નથી બનતો.તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ સૂપ જો ઘરે બનાવવું હોય તો આ રેસિપી જોજો.

સામગ્રી

  • બટર
  • ટામેટા
  • મીઠું
  • મરી
  • તમાલપત્ર
  • ટામેટા સોસ
  • કાશ્મીરી લાલ મરચું
  • મેંદો
  • ખાંડ
  • ફ્રેશ ક્રીમ

રીત

1- સૌથી પહેલા એક કૂકર લઈશું.ત્યારબાદ એક ચમચી બટર નાખીશું.અને ત્યારબાદ એક ચમચી તેલ લઈશું.જેથી બટર બળી ના જાય.હવે તેમાં બે તમાલપત્ર,અને કાશ્મીરી લાલ મરચું એક ઉમેરી શું.

2- હવે તેની સાથે પાચ થી છ મરી લઈશું.હવે એક ચમચી મેંદો લઈશું.જેને શેકી લઈશું.હવે તેમાં ટામેટા ઉમેરી શું.હવે તેને પાચ મિનિટ માટે સાંતળી લઈશું.

3- જેથી તેનો સ્વાદ અને સુગંધ સરસ આવશે.હવે તેમાં મીઠું નાખીશું.અને એક ચમચી ખાંડ નાખીશું.હવે બે કપ જેટલું પાણી ઉમેરી શું.

4- હવે કૂકર ની બે થી ત્રણ સીટી થવા દઈશું.હવે ટામેટા સરસ ચડી ગયા છે.હવે આ મિશ્રણને બાઉલ માં લઇ લઈશું.હવે તેને થોડું ઠંડુ થવા દઈશું.

5- હવે થોડું ભલેન્ડ કરી લઈશું.હવે એકદમ સરસ કલર આવી ગયો છે.હવે સૂપ ને ગાળી લઈશું.હવે તેને એક પેન માં લઇ લઈશું.ફરી તેને થોડી વાર ઉકાળી લઈશું.

6-હવે બે થી ત્રણ ચમચી ટામેટા નો સોસ ઉમેરી શું.હવે એક ચમચી ક્રીમ ઉમેરી શું.હવે મસ્ત ટામેટા સુપ તૈયાર છે.હવે તેને સૌ કરી લઈશું.તેને ક્રીમ થી ગાર્નિશ કરીશું.તો તમે પણ ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *