ટોર્ટીલા ચીપ્સ વિથ સાલસા ડીપ – એવી મેક્સિકન વાનગી જે બની જશે ફટાફટ અને બધાને પસંદ આવશે એ નફામાં…

મેક્સિકન એ ખુબજ જાણીતું અને જલ્દી થી બની જાય તેવી ડીશ છે. આજે આપણે બનાવીશુ ટોર્ટીલા ચીપ્સ વિથ સાલસા ડીપ . તમારા ઘર માં થતું કોઈ પણ સેલિબ્રશન કે કોઈ મેહમાન આવવાના હોય આ એક ખુબજ યુનિક અને બધા ને મજા પડશે તેવી ડીશ છે તો ચાલો રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

સાલસા માટે

૨ ટામેટા

૩ ડુંગળી

૬-૭ કળી લસણ

મીઠું

ટમેટા કેચપ

ઓરેગાનો

૬-૭ પાન તુલસી ના

કોથમીર સમારેલી

૧ લીંબુ નો રસ


સૌ પ્રથમ એક પેન માં ડુંગળી અને લસણ ને ઘી કે તેલ નાખ્યા વગર સૂકું જ રોસ્ટ કરવાનું છે. ડુંગળી અને ટામેટા નાખી ધીમે ધીમે ચીપિયા ની મદદ થી ફેરવતા જવાનું છે. સાથે લસણ ની કળી પણ નાખી દો. આ બધી જ વસ્તુ ને ૩-૪ મિનિટ સુધી રોસ્ટ કરીશુ. ડુંગળી માં બ્રાઉન સ્પોટ આવી જશે અને ટામેટા ની સ્કિન પણ નીકળવા લાગશે. બધી વસ્તુ ને બાઉલ માં નીકાળી લો.


રોસ્ટ કરેલા ડુંગળી લસણ અને ટામેટા ના ટુકડા કરી લેવાના છે. હવે એક ચોપર લઇ લો. તેમાં રોસ્ટ કરી ને ટુકડા કરેલી ડુંગળી , ટામેટા નાખી દો. અડધી ચમચી કે સ્વાદ મુજબ મીઠું નાખી દો , લીલું મરચું જીણું સમારેલું નાખી દો. તુલસી ના પાન ના ટુકડા નાખી દો, લીંબુ નો રસ નાખી દો , ઓરેગાનો સ્પ્રિન્કલ કરી દો , થોડી કોથમીર સમારી ને નાખી દો.


હવે આ બધી વસ્તુ ને એકદમ જીણી ચોપ કરી દો, જો ચોપર ના હોય તો મિક્સચર માં પણ તમે કરી શકો છો, પણ જે રીતે વિડિઓ માં બતાવ્યું છે તે રીતે જ ક્રશ કરવાનું. હવે સાલસા ને એક બાઉલ માં નીકાળી લઇ તેમાં કેચપ મિક્સ કરી લઈશુ.

હવે ટોર્ટીલા ચીપ્સ બનાવી લઈએ

સામગ્રી

૧ કપ ઘઉં નો લોટ

૧ ચમચી – ઘઉં નો લોટ

૧/૪ ચમચી – અજમો

અડધી ચમચી મીઠું

૧ ચમચી તેલ

પાણી જરૂર મુજબ

તેલ તળવા માટે

સૌ પ્રથમ બંને લોટ , મીઠું , અજમો , તેલ બધું મિક્સ કરી હાથે થી મસળી લઇ જોઈએ તેટલું પાણી ઉમેરતા જઈ કણક બનાવી લો. થોડું તેલ લગાવી ૧૦ મિનિટ માટે મૂકી દો.


૧૦ મિનિટ પછી ફરી થી થોડો મસળી લઇ તેના એક સરખા લુઆ કરી લો . પછી પાટલી પર થોડો કોરો લોટ લઇ પરોઠા કરતા પાતળું વણી લો. વણાઈ જાય પછી ગરમ તવા પર બંને બાજુ કોરા જ શેકી લો.


પછી બધા ટોર્ટીલા ને ત્રિકોણ આકાર માં કાપી લો . ગરમ તેલ માં મધ્યમ ગેસ પર લાઈટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી થોડા થોડા કરી ને તળી લો.


ટોર્ટીલા ચીપ્સ ને સાલસા ડીપ સાથે સર્વ કરો.

: સાલસા ને એર ટાઈટ ડબ્બા માં ફ્રિજ માં સ્ટોરકરી શકો છો

ટોર્ટીલા ચીપ્સ ને પણ બનાવી ને રાખી શકો છો બહાર ફ્રિજ વગર જ

ઘઉં ના લોટ ના બદલે મકાઈ નો લોટ પણ વાપરી શકો છો ટોર્ટીલા ચીપ્સ બનાવ માટે.

તો ખુબજ સરળતા થી બનતી આ રેસીપી એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વાનગીનો સંપૂર્ણ વિગતવાર વિડિઓ જુઓ.

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *