સ્વતંંત્રતા દિવસે ઘરે ઝડપથી બનાવી લો આ સ્વીટ ડિશ, પડી જશે જલસો

આપણા ભારત માટે જે લોકો પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. હું તેમને નમન કરું છું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, માત્ર એ જ નારો છે. આગસ્ટ મહિનાની 15 તારીખ ભારત માટે સોથી અગત્યની તારીખ છે. તે દિવસે લાલ કિલ્લા પર ભારતનો ત્રિરંગી અશોકચક્ર ધ્વજ ફરકયો. સર્વત્ર આનંદ આનંદ થઈ ગયો. ચારે બાજુ લોકોની ભીડ અને પ્રકાશનો ઝગમગાટ દેખાયો. તો ચાલો ફ્રેંડસ આપણે કોની રાહ જોવાની છે? મસ્ત ત્રિરંગા સ્વીટ બનાવી બધાનું મોઢું મીઠું કરીએ. સિમ્પલ રેસિપિથી ફટાફટ બની જશે તમારી આ ખાસ મીઠાઈ.

સ્વતંત્રદિન સ્પેશિયલ કોપરા બરફી

સામગ્રી :-

 

1 મોટો બાઉલ – કોપરાનું છીણ
1 નાની વાટકી – દૂધ
1 નાની વાટકી – ખાંડ
2 ચમચી – મલાઈ
2 ચમચી – ઘી
1 નાની ચમચી – ઈલાયચી પાવડર

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં સૌ પહેલા બે ચમચી ઘી ગરમ કરી કોપરાનું છીણ શેકી લેવું. હવે તેમાં નાની વાટકી દૂધ અને મલાઈ ઉમેરી મિક્સ કરવું. પેન છોડે ત્યાં સુધી મિશ્રણને શેકી લેવું. હવે મિશ્રણના બે ભાગ કરવા. એક ભાગમાં ઓરેન્જ ફૂડ કલર અને બીજામાં ગ્રીન ફૂડ કલર મિક્સ કરવું. ત્રીજો ભાગ સફેદ રાખવાનો છે. હવે કોઈ પણ મોલ્ડ લેવો. મારી પાસે હાર્ટ શેપનો મોલ્ડ છે તો મેં એ લીધો છે. મોલ્ડને ઘીથી ગ્રીસ કરી ઓરેન્જ વાળું મિશ્રણ મૂકી ચમચીથી પ્રેસ કરી ઉપર સફેદ વાળું મિશ્રણ પાથરવું. સરખું પ્રેસ કરી ઉપર ગ્રીન વાળુ મિશ્રણ પાથરવું. હવે એક પ્લેટ લઈ તેમાં ધીરેથી બરફીને અનમોલ્ડ કરી લો. એકદમ ડીલિસીએસ અને ટેસ્ટી Independence day સ્પેશ્યલ બરફી તૈયાર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *