તુલસીના બીજ ની ખીર – શરીરને ડિટોક્સ કરવા માટે દરરોજ રાત્રે સુતા પહેલા એકવાર જરૂર પીવો…

આજે હું તમારા માટે એક નવી રેસિપી લઈને આવી છું….અને હા સાથે હેલ્થી તો ખરીજ…. ખીર તો આપણે બધા બનાવતા જ હોઈયે છે પણ આજે કયિક ખીર માં નવીનતા કરી શું ..

તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે પરંતુ જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તુલસી ના બીજ માં ફ્લેવેનાઈડ અને ફીનોલીક તત્વ મળી આવે છે. જે ઈમ્યુન સીસ્ટમ ને બુસ્ટ કરવામાં મદદરૂપ હોય છે. તુલસી ના બીજ માં રહેલા એન્ટી એકસીડન્ટ ઈમ્યુન સીસ્ટમ ને બુસ્ટ કરીને રોગો થી શરીર ની રક્ષા કરે છે.

તુલસી ના બીજ ખાવાથી શરીર અંદરથી ડિટોક્સ થઈ જાય છે. આ બીજ લેવાથી પેટ સાફ રહે છે અને પેટની બીમારીઓ થતી નથી. પેટ સિવાય આ બીજ પણ આંતરડાઓને અંદરથી ડિટોક્સ કરે છે. શરીરને ડિટોક્સ કરવા માટે દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં થોડા તુલસી ના બીજ નાખો અને આ દૂધનું સેવન કરો. જો મોઢા માં છા લા હોઈ તો તુલસી ના બીજ લો.. તો ચાલો ફ્રેન્ડસ્ જોઈ લઈયે તુલસીના બીજ ની ખીર…

તુલસીના બીજ ની ખીર

  • ૧/૨ લીટર – દૂધ
  • ૧ ૧/૨ ટેબલ સ્પૂન – તુલસીના બી
  • ૩ ટેબલસ્પૂન – ખાંડ
  • ૨ ટેબલસ્પૂન – કાજુ બદામ કતરણ
  • ૧/૨ ટેબલસ્પૂન – ઈલાયચી પઉડર

રીત :-

સૌ પ્રથમ તુલસીના બીજ, દૂધ, ખાંડ કાઢી લેવી.

હવે તુલસીના બીજ ને એક વાટકી પાણીમાં ૧૦-૧૫ મિનિટ પલાળી રાખવા જેથી એકદમ સોફ્ટ થશે.

હવે ત્યાંસુધી એકબાજુ દૂધ ઊકાળવા મૂકવું.થોડું દૂધ ઉકળે યેટલે કાજુ બદામ ઉમેરવા.

ખાંડ ઉમેરવી હવે થોડું ઉકળે એટલે તેમાં તુલસીનાં બીજ ઉમેરવા.

હવે સારીરીતે હલાવી મિક્સ કરી લેવું. હવે તેમાં ઈલાયચી પાઉડર મિક્સ કરવો.૫ મિનિટ ઉકાળી લેવું.

તુલસી ના બીજ ની ખીર તૈયાર છે. ખીર ને કોઈ સજાવટ કરવાની જરૂર નથી એમનેમ જ આકર્ષક લાગે છે.

રસોઈની રાણી : નેહા ઠક્કર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *