તુરીયા મુઠીયા નું શાક – યુનિક રેસિપી થી બનાવો આ સ્વાદિષ્ટ શાક ઘરમાં બધાને પસંદ આવશે…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “એકદમ તદ્દન નવી સ્ટાઇલથી તુરીયા મુઠીયાનું શાક બનાવવાની પરફેક્ટ રેસિપી” આ રીતે તમે બનાવશો તો જે લોકોને તુરીયા નહિ ભાવતા હોય એ પણ હોશે હોશે ખાશે.અને આ તુરીયા મુઠીયાનું શાક એટલું ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બને છે કે ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે અને માગી માગીને ખાવા લાગશે. આ શાકને બનાવું એકદમ ઈસી છે.અને કોઈ પણ સીઝનમાં આરામથી બનાવી શકો છો. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ તુરીયા
  • ૧.૫ ટી સ્પૂન તેલ
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૧/૪ ટી સ્પૂન હિંગ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧/૨ ટેબલ સ્પૂન લસણ ની પેસ્ટ
  • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ ટી સ્પૂન ધાણાજીરું
  • કોથમીર ઉપર થી ભભરાવવા

મુઠીયા માટે –

  • ૧/૨ કપ ચણા નો લોટ
  • ૧/૪ કપ મેથી
  • ૧/૪ કપ પાલક
  • ૧/૨ ટી સ્પૂન લાલ મરચા પાવડર
  • ૧ ટી સ્પૂન ધાણાજીરું પાવડર
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧/૨ ટી સ્પૂન અજમો
  • ૧ ટી સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. તુરીયા ને છોલી ને કટકા કરી લો.

૨. હવે મુઠીયા માટે આપેલી બધી જ સામગ્રી ને એક બોઉલ માં મિક્સ કરી ને બરોબર મસળી લો જે થી કરી ને મેથી અને પાલક નું પાણી છૂટે.

૩. હવે એક તપેલા માં પાણી મૂકી ને ઉપર કાણા વાળી પ્લેટ માં તેલ લગાડી ને મુઠીયા નું મિશ્રણ એની ઉપર પાથરી દેવું અંદાજે ૧ સેન્ટિમીટર જાડુ.

૪. હવે આ મુઠીયા ને ઢાંકી ને ૧૦ મિનિટ માટે વરાળે બાફવા નું છે.


૫. બીજી બાજુ એક કઢાઈ માં તેલ મૂકી ને એમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે એમાં હિંગ અને હળદર ઉમેરી ને સમારેલા તુરીયા ઉમેરો.

૬. હવે જરૂર મુજબ મીઠું ઉમેરી ને હલાવી લેવું. મુઠીયા માં મીઠું ઉમેર્યું છે એટલે તુરીયા ના ભાગ નું મીઠું જ ઉમેરવું.

૭. આને ઢાંકી ને ધીમા તાપે ચઢવા દેવા૫ મિનિટ માટે, વચ્ચે હલાવતા રેહવું.

૮. તુરીયા અડધા ચઢે એટલે એમાં લસણ ની પેસ્ટ, લાલ મરચું પાવડર અને ધાણાજીરું ઉમેરી દેવું.

૯. તુરીયા પૂર ઢાંકણ ઢાંકી ને ઉપર પાણી મૂકી દેવું અને જેવું એ પાણી ગરમ થાય એટલે એને પણ તુરીયા માં રેડી દેવું.

૧૦. મુઠીયા ચઢી જાય એટલે ઠંડા કરી ને નાના નાના ચોરસ કાપી લેવા.


૧૧. હવે જેવા તુરીયા ચઢે એટલે એમાં કાપેલા મુઠીયા ઉમેરી દેવા. મુઠીયા તુરીયા નું પાણી ચૂસી જશે એટલે જરૂર મુજબ પાણી ઉમેરવું.

૧૨. હળવા હાથે હલાવી ને ઢાંકી ને ૩ મિનિટ સુધી ચઢવા દો જે થી કરી ને બધા સ્વાદ એક બીજા માં ભળી જાય.

૧૩. ઉપર થી કોથમીર ભભરાવી ને ગરમાગરમ રોટલી કે પરાઠા સાથે સર્વ કરવું.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *