તુવેરના દાણાની બાટી – પસંદ બાટી આવીરીતે પણ બનાવી શકાય, શીખો અને અજમાવો…

હેલો ફ્રેંડસ ,દાળ બાટી તો બધા ખાતાજ હશો ,સુ તમે તુવેર ના દાણાની બાટી ખાદી છે? અત્યારે તુવેર પણ ખૂબ જ સરસ મડી રહી છે તો તેનો ઉપયોગ તો કરવો જ જોઈએ.

દાળ બાટી, સ્ટફ બાટી, બાફલા બાટી તો આપણે રેગ્યુલર બનાવતાજ હોઈએ છે તો ચાલો આજે બનાવવામાં એકદમ સરળ અને સાથે હેલ્થી તો ખરીજ એવી જ તુવેર દાણા બાટી બનાવીએ….તો જાણી લો તેની સામગ્રી…

“તુવેર ના દાણાની બાટી”

  • તુવેર દાણા – ૧ બાઉલ
  • બટેટા – ૧ નંગ
  • ઘઉંનો કકરો લોટ – ૧ મોટો બાઉલ
  • તેલ મોણ માટે – ૩ ટેબલ સ્પૂન
  • મીઠું – સ્વાદાનુસાર
  • રૂટિન મસાલા.
  • ઘી , લીંબુ

રીત :-

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું,હિંગ નાખી દાણા અને સમારેલા બટેટા નાખી સાંતળવા.

હવે એક તપેલીમાં ૨ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું.

હવે દાણા અને બટેટા સતળાય એટલે તેમાં મરચું,હળદર, મીઠું,ધાણાજીરું,નાખી પછી પાણી નાખી ઉકળવા દેવું.

ઉકળે ત્યાંસુધી બાટી તૈયાર કરવી.એક બાઉલ માં ઘઉં નો કકરો લોટ લઈ તેમાં મીઠું અને મોણ નાખી નવશેકા પાણીથીબાટી બનાવી લેવી. બાટી એક્દમ પોલી વાળવી જેથી અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ શકે. પછી બાટીને ઉકળતા પાણીમાં નાખી ૧૦ મિનિટ માટે સિજવા દેવી.

બાટી સરસ ફૂલી જશે પછી સર્વે કરતી વખતે પ્લેટ માં બાટી લયી તેના નાના નાના પીસ કરવા ઉપર વધારે રસ્સો નાખવો અને ઘી અને લીંબુ નો રસ નાખવો. પછી બાટી ને સર્વે કરવું.

ઉપર થી ઝીણી ડુંગળી પણ નાખી શકો છો……..

તો તૈયાર છે એકદમ સરળ અને હેલ્થી તુવેર ના દાણાની બાટી…..

ટીપ :- આ બાટી તમે ચોરી ના દાણા થી પણ બનાવી શકોછો…..

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *