તુવેર ટોઠા – વિસનગરના સ્પેશિયલ તુવેરના ટોઠા હવે બનશે તમારા રસોડે તો એકવાર જરૂર ટ્રાય કરજો…

તુવેર ટોઠા:-

• મિત્રો શિયાળો શરૂ થઈ ગ્યો છે તો શિયાળાની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા હજુ સુધી તમે નથી બનાવ્યા તો આજે જ બનાવો વિડીયો રેસીપી થી વિસનગર ના ફેમસ તુવેર ટોઠા.

• મિત્રો ઠંડી મા લીલું લસણ ખાવાના ઘણા બધા.ફાયદા થાય છે અને બજારમાં ભરપૂર પ્રમાણમાં લીલું લસણ જોવા મળે છે તો આજે આપણે લીલું લસણ ની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા બનાવીશું. આઈહોપ મિત્રો તમને મારી રેસીપી પસંદ આવશે

• મિત્રો રેસીપી ગમે અને નવી નવી રેસિપી જોવા માટે Prisha Tube ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો

સામગ્રી:-

  • • 500 ગ્રામ તુવેર
  • • 750 ગ્રામ લીલું લસણ
  • • 50 ગ્રામ ક્રશ કરેલા લીલા મરચાં
  • • 50 ગ્રામ ક્રશ કરેલું આદું
  • • 4 મોટી ક્રશ કરેલી ડુંગળી
  • • 3 મોટા ક્રશ કરેલા ટામેટા
  • • 4 મોટી વાટકી તેલ
  • • 2 ચમચી જીરું
  • • ચપટી હિંગ
  • • 2 ચમચી હળદર
  • • 3 ચમચી લાલ મરચું
  • • 2 ચમચી ધાણાજીરું
  • • 3 ચમચી ગરમ મસાલો
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • તુવેર બાફવા માટે પાણી
  • • સેવ
  • • ડુંગળી
  • • કોથમીર

રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ તુવેર ને આખી રાત પલાળી લો. હવે તુવેર ને ચોખ્ખા પાણી થી ધોઈ ને કુકર મા લઈ ને 4 થી 5 ગ્લાસ પાણી ઉમેરો અને 4 થી 5 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો. અને ઠંડી થવા દો. ઠંડી થાય ત્યારે વધારાનું પાણી નિતારી લો.

• સ્ટેપ 2 :-હવે એક મોટા વાસણમાં તેલ લઈ ગરમ કરવા માટે મુકો.

• સ્ટેપ 3:-તેલ ગરમ થાય ત્યારે તેમા જીરું, હિગ, અને લીલું લસણ ઉમેરો અને 4 મિનિટ સુધી કુક થવા દો. અને આ બધું જ ધીમી આંચ પર જ કુક થવા દો

• સ્ટેપ 4:-લસણ કુક થાય પછી એમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરીને કુક થવા દો.

• સ્ટેપ 5:-ત્યારબાદ તેમાં આદું અને મરચાં ની પેસ્ટ ઉમેરી 2 મિનિટ સુધી ચડવા દો.

• સ્ટેપ 6:-ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરીને તેલ છુટું પડે ત્યાં સુધી કુક થવા દો

• સ્ટેપ 7:-હવે તેલ છૂટૂ પડે ત્યારે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લો. અને કુક થાય ત્યારે તેમાં બાફેલી તુવેર ઉમેરી બરાબર મિક્ષ કરી તેલ છૂટું પડે ત્યારે સુધી કુક થવા દો.

• સ્ટેપ 8:-તો હવે શિયાળાની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા તૈયાર છે. સર્વિંગ બાઉલમાં સવૅ કરી લો અને ઉપરથી સેવ, ડુંગળી અને કોથમીર થી ગાનિસ કરી લો.

નોંધ:-

  • • તુવેર ટોઠા મા તમારા ટેસ્ટ પ્રમાણે ગોળ અને લીબું નો રસ પણ ઉમેરી શકો છો ઓપ્શનલ છે.
  • • અને તુવેર કાઠી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
  • • લીલી ડુંગળી પણ ઉમેરી શકો છો

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *